પ્લીઝ અનુ... ભગવાનના ખાતર પણ મને મદદ કર..નશામાં ધૂર્ત હેવાનો વચ્ચે મારી જાતને મહામહેનતે બચાવી શકી છું. પણ... કોઇને ખ્યાલ ન આવે તેમ મને લઇ જઇ મારી આબરૂ બચાવવી તારા હાથમાં છે...
‘નાઇટપાર્ટીમાં આવવાનું છે કે નહીં... અમારે તો યસ યા નોમાં જવાબ જોઇએ મણિબહેન!’ આવો વ્યંગ અનુષ્કાને અંગેઅંગ અગનજવાળા જેમ વ્યાપી ગયો હતો. તે સળગી ઊઠી હતી. પણ ગમ ગળી જઇને કોલેજનું મેદાન છોડી જવા સિવાયનો કોઇ વિકલ્પ નહોતો. કારણ કે કહેણમાં ધમકીનો સૂર સમાયેલો હતો.
તમારા પાડોશી ઉપર એવો જ પ્રેમ કરો, જેવો તમે તમારી જાતને કરો છો. તમારા દુશ્મનને પણ પ્રેમ કરો અને એકબીજાને પ્રેમ કરો, જેવો મેં તમને કર્યો છે... આવો પ્રેમ સંદેશો પાઠવનાર પ્રેમ, ક્ષમા અને કરુણા પ્રગટાવનાર પ્રભુ-ઇસુના આ પાવક પ્રસંગે વૈશ્વિક ઉજવણીનો માહોલ સર્જાય છે.
આમ તો આપણે ઉત્સવપ્રિય પ્રજા છીએ. ઉત્સવો મનને માંજે છે અને જીવનને શણગારે છે. પણ ક્યારેક મનગમતું કે સમાજને અણગમતું હોય એવું કરવા ઉત્સવની આડસ લેતા હોઇએ છીએ. અહીં નાતાલ પર્વને નિમિત બનાવી કોલેજના અમુક મિત્રોએ નાઇટપાર્ટીનું આયોજન કર્યું હતું. તેમાં બોટલ અને બાર-ગર્લનો સમાવેશ આ કોલેજિયન યુવાનો માટે અનિવાર્ય હતો!
યુવાશક્તિનો અંદાજ લગાવવો અઘરો છે. યુવાનો સાથે મળીને રચનાત્મક કાર્ય ઉપાડે તો ધાર્યાં અને સારાં પરિણામો લાવી શકે. સમાજની તાસીર અને તસવીર બદલી શકે તેવી તાકાત અને જુસ્સો યુવાનોમાં છે, પરંતુ નકારાત્મક અભિગમ સમસ્યાઓનું કારણ બને છે અને હકારાત્મક અભિગમ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે.
ધનિક બાપના ઘણા નબીરાઓ માટે કોલેજમાં હોવું તેનું એન્જોયેબલ ટાઇમપાસથી વિશેષ મહત્વ નથી હોતું. પોતાની જાતને હીરો સમજવાની સાથે ફોરવર્ડ અને એડવાન્સ હોવાની બડાઇ પણ કમ નથી હોતી. એક બાજુ ઇન્ડિયન કલ્ચરની યશોગાથા ગળું ફાડીને ગાઇએ છીએ અને બીજી બાજુ આચરણ વેસ્ટર્ન કલ્ચરનું!? વાણી, વર્તન અને વ્યવહારમાં ઐકયતા આવવી જોઇએ. વાણીવિલાસ કર્ણપ્રિય નહીં, કર્મપ્રિય થવો જોઇએ.
મધ્યમવર્ગની અનુષ્કા સાઇકલ પર કોલેજ આવતી હતી, પણ મશ્કરી સહન ન થતાં તે બસમાં અપડાઉન કરે છે. લેકચરમાં ક્યારેય મોડી પડતી નથી. ફ્રી પિરિયડ હોય તો કોલેજના ગ્રાઉન્ડમાં ઊભાં રહી ગપ્પાં મારવાનાં બદલે લાઇબ્રેરીમાં જાય છે. સાદી સીધી ને સરળ અનુષ્કા ખરા અર્થમાં વિદ્યાર્થિની છે પણ તે ‘મણિબહેન’ની વ્યાખ્યામાં આવે છે!
નાતાલપર્વની નવતર પાર્ટીમાં સામેલ થવા અમુક યુવક, યુવતીઓ પર રીતભરનું પ્રેસર હતું. ન કહેવાય, ન સહેવાય એવી કાયમી કનડગતમાંથી મુક્તિ મેળવવા પણ કોઇ મને કમને જોડાયા હતા. તેમાં અનુષ્કાને તો સામેથી મુક્તિ મળી હતી!
અનુષ્કા બરાબર સમજતી હતી કે જે ગંદકીને આપણે દૂર કરી શકીએ એમ ન હોય તો, તે ગંદકીથી આપણે દૂર રહેવું.મોડી રાત્રિએ અનુષ્કાનો મોબાઇલ રણક્યો. ઊંઘમાં તેણે મોબાઇલ ઓન કરી કાને ધર્યો. ‘અનુ! હું ઐશ્વર્યા બોલું છું. પ્લીઝ...’ પણ અવાજ સાંભળીને ફોન કટ કરી નાખ્યો. પછી ગુસ્સાથી બોલી: ‘સાલ્લી...! સમય તો જો આ વાત કરવાનો વખત છે!?’
ઐશ્વર્યા ફ્રેન્ડ છે એમ તો ન કહી શકાય પણ ક્લાસમેટ છે. ઐશ્વર્યા યુનિવર્સિટીની બ્યુટી કોન્ટેસ્ટમાં ફાઇનલ સુધી પહોંચ્યા પછી પોતાને ઐશ્વર્યા રાય સમજવા લાગી છે. વળી, વખાણના લીધે તે અધ્ધર ઊડવા લાગી છે. જમીન પર પગ પડતો નથી. મોડર્ન હોવાનો વહેમ તેને આ પાર્ટીમાં સામેલ થવા માટે પૂરતો હતો. ફરી એક વખત રિંગટોનનો ધ્રુજારો નીરવતા વચ્ચે પ્રસરી ગયો. અનુષ્કાએ કંપતા હાથે મોબાઇલ કાને ધર્યો.
અનુષ્કાનાં મમ્મી પણ બેબાકળાં થઇ ઊઠી ગયાં હતાં. ‘પ્લીઝ અનુ... ભગવાનના ખાતર પણ મને મદદ કર...’ઐશ્વર્યાના અવાજમાં પ્રસરેલો કંપ અને ભય અનુષ્કાની ટાઢ ઉડાડી ગયો. ‘નશામાં ધૂર્ત હેવાનો વચ્ચે મારી જાતને મહામહેનતે બચાવી શકી છું. પણ... કોઇને ખ્યાલ ન આવે તેમ મને લઇ જઇ મારી આબરૂ બચાવવી તારા હાથમાં છે...’
કદાચ ઐશ્વર્યાનાં મમ્મી-પપ્પાને ખબર નહીં હોય અને જે ખબર હશે તે સાચી નહીં હોય!અનુષ્કા, ઐશ્વર્યા માટે એક જોડ કપડાં લઇ, મમ્મી સાથે ઝડપથી નીકળે છે...આ વખતે ભગવાન ઇસુના શબ્દો હવામાં ગુંજતા હશે: ‘હે પિતા, આ લોકોને માફ કર. પોતે શું કરે છે એનું એમને ભાન નથી.’

Comments
Post a Comment
Thanx For Comment