- બાદશાહ સલામત! જોઈ અમારા નાના હાથની કમાલ...! આ નાના મજબૂત હાથ ઈનામના ભાગીદાર છે. આ નાનકડા હાથને કદરરૂપે એક એક સોનામહોર જરૂર આપજો.’’
બિરબલ રાજાનું પ્રિયપાત્ર હતો. રાજા હંમેશાં તેના ઉપર ગર્વ લેતા. આ વાતનું દુઃખ ઘણા દરબારીઓને હતું. તેઓ અવારનવાર બિરબલને નીચો પાડવા પ્રયત્ન કરતા.
એક વખત આવા ઈર્ષાળુ દરબારીઓએ બાદશાહની હાજરીમાં ચર્ચા કાઢી. તેમણે બિરબલને કહ્યું, ‘‘જીવનમાં કેટલાક અઘરાં કામ બાળકો કરી શકે નહીં.’’
બિરબલ આ વાત સ્વીકારે તો તે બિરબલ શાનો? તેણે કર્યો વિરોધ. તેણે કહ્યું, ‘‘બાળકોની તાકાતનો પરિચય હજી આપણને પૂરેપૂરો નથી. તેમને માટે કશું અશક્ય નથી.’’ દરબારીઓ બોલ્યા, ‘‘એમ? આ કિલ્લા પર હાથી ચડાવી શકે?’’ બિરબલ કહે, ‘‘કેમ નહીં?’’
‘‘અરે, એક રાતમાં આ કિલ્લા પર હાથી ચડાવવાનો છે. બોલો છે તાકાત એમની અને તમારી?’’ બિરબલે બીડું ઝડપી લીઘું. ગામના છોકરાઓ ભેગા કર્યા. આખી યોજના સમજાવી. રાત્રે બધા સૂઈ ગયા પછી બાળગોપાળ પાવડા-તગારા અને ત્રિકમ લઈને નીકળી પડ્યા. કોઈ ખોદે-કોઈ તગારા ભરે તો કોઈ તગારા દોડી દોડી માટી નાખી આવે અને આ માટીના ઢગલા ઉપર પાણી છાંટી ઢાળવાળો રસ્તો રાતોરાત તૈયાર કર્યો. તેના પર ચલાવી હાથી કિલ્લા પર ચઢાવી દીધો. સવાર પડતાં દરબારીઓ અને બાદશાહ કિલ્લા પાસે આવી પહોંચ્યા તો હાથી કિલ્લાની પાળી પરથી સૂંઢ ઊંચી કરી બાદશાહને સલામી આપી રહ્યો હતો. સૌ મોમાં આંગળા નાખી ગયા. બાદશાહ સલામત! જોઈ અમારા નાના હાથની કમાલ...! આ નાના મજબૂત હાથ ઈનામના ભાગીદાર છે. આ નાનકડા હાથને કદરરૂપે એક એક સોનામહોર જરૂર આપજો.’’
|
Comments
Post a Comment
Thanx For Comment