પાંદડી પત્રકારત્વની વિદ્યાર્થિની હતી. કોલેજમાંથી છુટીને હમણાં જ ઘરે આવી હતી. ત્યાં પડોશમાંથી એક નાનો છોકરો દોડતો એના ફ્લેટમાં ધસી આવ્યો, ‘દીદી! દીદી! તમને ચાર નંબરવાળા રમુ આન્ટી બોલાવે છે. જલદી આવો! આન્ટીએ કે’વડાવ્યું છે કે તમારે પાણી પીવાયે રોકાવાનું નથી!’ પાંદડીને નવાઇ લાગી. એ ખરું કે રમુ આન્ટી પોતાને ઓળખતાં હતાં, પણ એમની વચ્ચે એવો ખાસ કોઇ ઘરોબો ન હતો અને હોય પણ ક્યાંથી? પોતે તો જૂનાગઢ જિલ્લાના વેરાવળમાં જન્મી અને ઊછરી હતી.
મમ્મી-પપ્પા અત્યારે પણ વેરાવળમાં જ રહેતાં હતાં. આ તો જનૉલિઝમના અભ્યાસ માટે પોતે અમદાવાદમાં આવી હતી. અને બીજી બે છોકરીઓની સાથે આ ફ્લેટમાં રહેતી હતી. પડોશીઓ જોડે ‘હાય-હેલ્લો’નો સંબંધ હતો, સ્મિતની આપ-લેનો વહેવાર હતો અને ક્યારેક નાની-નાની વાતમાં મદદરૂપ થવાની તત્પરતા હતી.
આમ જ બે-ચાર વાર પાંદડી ચાર નંબરના ફ્લેટમાં જઇ આવી હતી. રમુ આન્ટી એટલે રમાબહેન. સાઠથી મોટાં અને પાંસઠથી નાનાં. આ એમની ઉંમર હશે. ઘઉંથી ઘેરાં અને અડદ કરતાં ઊજળાં. આ એમનો વાન. કોયલ કરતાં કર્કશ અને કાગડાથી સહેજ સારો એવો એમનો અવાજ. કપડાં પહેરવાની છટા, ઘરકામની સૂઝબૂઝ, રહેન-સહેન અને વાણી-વર્તનમાં પણ એવું જ. ઉત્તમ કરતાં સહેજ ઊતરતાં અને કનિષ્ઠ કરતાં સહેજ ચડિયાતાં. ટૂંકમાં વ્યક્તિત્વ નામની પરીક્ષામાં ફિફ્ટી-ફિફ્ટી પર્સન્ટ માકર્સ સાથે પાસ જાહેર થયેલાં એક સરેરાશ, સંસ્કારી મહિલા. પાંદડી એમના ઘરે જતી ત્યારે આન્ટી કરતાં વધારે મજા એને યજ્ઞેશ અંકલ જોડે આવતી હતી.
યજ્ઞેશભાઇ નિવૃત્ત પ્રોફેસર હતા. હાલમાં લગભગ સિત્તેર વર્ષના હશે. એમની વાતો દુનિયાના દરેક વિષયને સ્પર્શ કરી શકતી હતી.‘અંકલ, યુ આર જિનિયસ! તમે ટેનિસ વિશે પણ જાણો છો, તમને સચિન અને સેહવાગ વચ્ચેના તફાવતની પણ ખબર છે, તમે અલ-કાયદા વિશે એક આખો દિવસ બોલી શકો છો, તમને ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો આઠમો શ્લોક પણ કંઠસ્થ હોઇ શકે છે અને તમને કાલિદાસના મહાકાવ્યોમાં નિરુપાયેલા શૃંગારરસની પણ જાણ છે.
અંકલ, તમે અદભૂત છો!’ એક વાર પાંદડી યજ્ઞેશભાઇની બહુશ્રુતતા જોઇને આ પ્રમાણે બોલી ગઇ હતી. જવાબમાં યજ્ઞેશ અંકલ પથારીમાં આડા પડ્યા હતા, એમાંથી બેઠા થઇ ગયા. રસોડા તરફ જોઇને મજાકિયા અંદાજમાં બૂમ મારી, ‘રમાગૌરી! સાંભળો છો કે? જરા અહીં આવજો તો...!’લોટવાળા હાથ સાથે રમુ આન્ટી ડ્રોઇંગરૂમમાં આવ્યાં, ‘શું છે?’
યજ્ઞેશ અંકલે આંખોમાં તોફાની ચમક ભરીને કહ્યું, ‘સાંભળો ને! આ છોકરી શું કહી રહી છે?’ પછી પાંદડી તરફ જોઇને હસ્યા, ‘બેટા, તું હમણાં જે કંઇ બોલી ગઇ એ આખી કેસેટ રી-વાઇન્ડ કરીને ફરીથી ‘પ્લે’ કરી બતાવને! તું મારા વિશે એક-બે મુલાકાતમાં જેટલું જાણી શકી છે એટલું તારી આન્ટીને ચાલીસ વર્ષના લગ્નજીવન પછીયે નથી સમજી શકાયું.’
રમુ આન્ટીએ મીઠો છણકો કર્યો, ‘હવે રહેવા દો! એમ ને એમ કંઇ જોયા-જાણ્યા વગર મેં તમારી સાથે લગ્ન કર્યા હશે કંઇ?! જો પાંદડી, તને કહી દઉં છું. પુરુષ જુવાન હોય કે ઘરડો, એને જુવાન છોકરીઓ પાસેથી વખાણ સાંભળવા બહુ ગમતાં હોય છે. તારા અંકલ પણ આમાંથી બાકાત નથી.’ આવા મધુરા દાંપત્યની સુગંધ પાંદડીની સ્મૃતિમાં રમી રહી હતી, ત્યાં જ આ અચાનક રમુ આન્ટીનું કહેણ આવ્યું.
પાંદડી ખરેખર પાણી પીવા પૂરતીયે ઊભી ન રહી. દોડી ગઇ. ફ્લેટનું વાતાવરણ ગંભીર હતું. યજ્ઞેશભાઇ જિંદગીનો પ્રવાસ પૂરો કરીને મૃત્યુની મંજિલે પહોંચી રહ્યા હતા. છેલ્લું ડગલું જ બાકી હતું. શ્વાસની ધમણ છેક પગથિયા ઉપરથી સંભળાતી હતી. નસકોરાં ફૂલી ગયાં હતાં. આંખો ફાટવાની તૈયારીમાં હતી. નજર કોઇકને શોધતી હતી. પાંદડી પ્રવેશી અને નજરની શોધ પૂરી થઇ.
યજ્ઞેશભાઇએ હાથના ઇશારાથી પાંદડીને પાસે બોલાવી, એના હાથમાં એક બંધ પરબીડિયું મૂક્યું અને જાણે પાંદડીના આવવાની જ રાહ જોતા હોય તેમ યજ્ઞેશભાઇએ પ્રાણ ત્યાગી દીધા. એક હળવો આંચકો, કૃશ કાયાનું પછડાવું અને પછી એક સાત દાયકાની નવલકથાનું સમાપ્ત થઇ જવું. ઓરડો રમુ આન્ટીના મરણપોકથી ઊભરાઇ ગયો. એ ગુરુવાર હતો.
ઘરે આવીને પાંદડીએ પરબીડિયું ખોલ્યું. અંદર ટૂંકું પણ મુદ્દાસરનું લખાણ હતું. ‘પ્રિય દીકરી પાંદડી, હું જાણું છું કે મારો અંત નજીકમાં છે. મને એનો ભય નથી. વાસ્તવમાં છેલ્લા ચાર દાયકાથી હું મૃત્યુ નામની આ મુક્તિની પ્રતીક્ષા કરતો જીવી રહ્યો છું. તું વેરાવળની છો ને? મારો ભૂતકાળ પણ વેરાવળની એક વ્યક્તિ સાથે જોડાયેલો છે. વધુ કંઇ નથી લખતો. તને એક પારકી થાપણ સોંપતો જાઉં છું. બે-ચાર દિવસમાં જ રમા તને એક તાળાબંધ પેટી આપી જશે. એની ચાવી આ પરબીડિયામાં જ છે. આ પેટી તારે વેરાવળમાં એક ચોક્કસ સરનામે એક ખાસ વ્યક્તિને પહોંચાડી દેવાની છે.
તને જો ઇચ્છા થાય તો તાળું ખોલીને તું પેટીનો સામાન તપાસી શકે છે. મહેરબાની કરીને રમાને એ બધું બતાવીશ નહીં. બાપડી રમા ભલે મારી દ્વિતીય ક્રમની પસંદગી હતી, પણ મેં એને ચાલીસ વર્ષ લગી હથેળીમાં સાચવી છે. મર્યા પછી પણ હું એના હૃદયને દુ:ખ પહોંચાડવા નથી ઇચ્છતો. તારી આ આંગડિયા સર્વિસના બદલામાં હું તને શું આપું? પાંદડી, આ જન્મમાં તો સમય નથી બચ્યો, પણ જો તું હા પાડશે તો આવતા જન્મે હું તારો પપ્પા થઇને તને રોજની એક લાખ ચૂમીઓનો અભિષેક કરીને...’
છેલ્લું વાક્ય શબ્દોને બદલે આંસુઓથી પૂરું થયું હતું. પાંદડી પણ રડી પડી. અગિયારમું, બારમું પતી ગયા પછી રમુ આન્ટી પેટી આપી ગયાં. કદાચ યજ્ઞેશભાઇએ એમને અગાઉથી સૂચના આપી દીધી હશે. મોડી રાત્રે રૂમપાર્ટનર ઊંઘી ગઇ એ પછી પાંદડીએ પેટીનું તાળું ઉઘાડ્યું. અંદરનો સરંજામ જોઇને એ ચકરાઇ ગઇ. એક પ્લાસ્ટિકની કોથળીમાં ત્રીસ-પાંત્રીસ પત્રોનું બંડલ હતું. એક જૂની, જરી ગયેલી સાડી હતી.
એક કી-ચેઇન, બે પેનો, એક ન વપરાયેલી અત્તરની નાની શીશી અને એક લંબચોરસ કાચની ફ્રેમમાં બંધ ખૂબસૂરત યુવતીની તસવીર હતી. પાંદડી આટલા ઉપરથી જ સમજી ગઇ કે આ પેટીમાં તો યજ્ઞેશ અંકલનો કણસતો ભૂતકાળ સચવાયેલો હતો. સામાન્ય સંજોગોમાં પાંદડીએ પત્રોમાં લખાયેલા એક અક્ષર પણ વાંચવાની કોશિશ ન કરી હોત, પણ યજ્ઞેશ અંકલે એને બા-કાયદા પરવાનગી આપી હતી માટે એણે પત્રોનું બંડલ હાથમાં લીધું.
વેરાવળની કોઇ યુવતી હતી. અનુપમા નામ હતું. છબી કહી આપતી હતી કે નામ કેટલું યોગ્ય હતું. સાડા ચાર દાયકા પૂર્વે લખાયેલા પત્રો હતા. અનુ લખતી હતી: ‘પ્રિયતમ, તમારા વગર હું જીવી નહીં શકું. ક્યારે જાન જોડીને આવો છો?’ પછી બીજો પત્ર. બીજો સાર: ‘તમે તમારા ઘરમાં વાત કરી? મેં તો મારી બાને કહી દીધું. બા રાજી થઇ, પણ બાપુ ના પાડશે એવું એણે કહ્યું. આપણું શું થશે?’ ત્રીજો, ચોથો, પાંચમો પત્ર: ‘અરેરે! આવું તો કંઇ હોતું હશે? બાપુ કહે છે કે આઠમી પેઢીએ આપણે સગાં થતાં હતાં, માટે સગક્ષેત્રી કહેવાઇએ.
આપણાં લગ્ન થઇ જ ન શકે. હું શું કરું? ઝેર ખાઇ લઉં કે સમુદ્રમાં સમાઇ જાઉં?’ પત્રોનો સિલસિલો હતો. ચિંતા, આઘાત, વિલાપ, સમાધાન અને છેલ્લે જિંદગીની ખલનાયકી સાથે સમાધાન: ‘હવે આપણે ક્યારેય નહીં મળીએ. તમે બીજા કોઇની સાથે પરણી જજો. મને ભૂલી જજો. મારા તમામ પત્રો બાળી નાખજો. આપણે સાથે જોયેલી ફિલ્મોની ટિકિટોનાં અડધિયાં મેં સાચવી રાખ્યાં છે. એ અડધા કટકામાં આખી જિંદગી પૂરી કરી નાખીશ... તમારી અનુપમા.’
પાંદડી આ બધું જોતી ગઇ ને રોતી રહી. શનિ-રવિની રજાઓમાં વેરાવળ ગઇ. અંકલે આપેલા સરનામે ગઇ તો એક પડોશણે સમાચાર આપ્યા, ‘કોનું કામ છે? અનુબે’નનું? એ તો પંદરેક દિવસ પહેલાં જ ગુજરી ગયાં. ગુરુવારે! આખી જિંદગી એ કુંવારાં જ રહ્યાં. એમનો એક ભત્રીજો મુંબઇમાં છે એણે એક પેટી અમને આપેલી છે. અનુબે’ન મરતી વખતે કહેતાં ગયાં છે કે અમદાવાદના એક સરનામે એ પહોંચાડવાની છે... અને પાંદડી ફરી એક વાર રડી પડી. આ વખતે વધારે જોરથી... અને પુરજોશથી!’
(સત્ય ઘટના)

Comments
Post a Comment
Thanx For Comment