ફેમિલી પ્લાનિંગની જેટલી પદ્ધતિઓ, સાધનો કે શસ્ત્રક્રિયાઓ ઉપલબ્ધ છે એ બધા ક્યારેક તો નિષ્ફળ સાબિત થતાં જ રહે છે. એને ‘ફેઇલ્યોર રેટ’ કહે છે.’
ગીતા રમેશભાઇ વણકર એનું નામ. મને યાદ રહી ગયું છે. સામાન્ય રીતે મેં ગઇકાલે તપાસેલી પેશન્ટનું નામ હું આજે ભૂલી જતો હોઉં છું પણ આ નામ યાદ રહી ગયું. કારણ નહીં બતાવું કારણ કે, એમાં તો પૂરી વાર્તા સમાયેલી છે.પહેલીવાર મેં એને જોઇ ત્યારે એ સાવ યુવાન હતી. માંડ ઓગણીસ-વીસની. નવી પરણેલી અને તરત ગર્ભવતી બનેલી. એ પહેલી પ્રસૂતી હતી એટલે સાત મહિના સુધી મને બતાવ્યા પછી ડિલીવરી માટે એ પિયરમાં ગઇ હતી. દીકરી માત્ર સાત મહિનાની હતી, ત્યાં ગીતા ફરી પાછી ઝબકી. મેં એને તપાસી પછી કહ્યું, ‘બહેન, તને તો ત્રીજો મહિનો ચાલે છે.’ગીતા હબકી ગઇ, ‘એ કેવી રીતે બને? દીકરી તો હજુ ધાવણી છે.’
‘એ આપણી બહેનોનો ભ્રમ છે. અભણની સાથે કેટલીક શિક્ષિત બહેનો પણ એવું માનતી હોય છે કે જ્યાં સુધી બ્રેસ્ટ ફીડિંગ ચાલું હોય ત્યાં સુધી ફરી વાર ગર્ભ રહેતો નથી. હકીકતમાં ગર્ભધારણનો વાસ્તવિક ખતરો આ જ ગાળામાં રહેલો હોય છે. હવે આ ગર્ભનું તારે શું કરવું છે?’ગીતાનું મોં પડી ગયું, ‘ભગવાન, જે કરે તે સારા માટે! જ્યારે આવું થઇ જ ગયું છે તો ભલે ચાલુ રહેતું!’નવ મહિના પછી ગીતાએ દીકરાને જન્મ આપ્યો. એ સુવાવડ મારા નર્સિંગ હોમમાં થઇ. આ વખતે એ કોઇ ગફલતમાં રહેવા નહોતી ઇચ્છતી. ‘સાહેબ, મારું તો પૂરું થઇ ગયું. આવી મોંઘવારીમાં ત્રીજું બાળક ન પોસાય. કંઇક ઉપાય બતાવો!’
સુવાવડના દોઢ માસ પછી મેં કોપર-ટીની સલાહ આપી, જે એણે સ્વીકારી લીધી. એક ચોક્કસ દિવસ પસંદ કરીને મેં ગીતાના ગભૉશયમાં સારી ગુણવત્તાવાળી પણ સરકારી કોપર-ટી મૂકી દીધી. કહ્યું પણ ખરું, ‘હવે ત્રણ-ચાર વર્ષ પછી આવજે. ત્યાં સુધી શાંતિ.’ પણ ચારને બદલે બે જ વર્ષ પછી ગીતા પાછી ઝબકી. એની એ જ ફરિયાદ, ‘અઢી મહિના ચડી ગયા છે, જરા જોઇ આપો ને...’ મેં ‘ચેકઅપ’ કર્યું. આશ્ચર્ય! કોપર-ટી એની જગ્યાએ સલામત હતી અને તેમ છતાં ગીતા ગર્ભવતી હતી.‘આવું થઇ શકે, સાહેબ?’ આ વખતે ગીતાનો વર પણ સાથે હતો.
‘હા, ફેમિલી પ્લાનિંગની જેટલી પદ્ધતિઓ, સાધનો કે શસ્ત્રક્રિયાઓ ઉપલબ્ધ છે એ બધાં ક્યારેક તો નિષ્ફળ સાબિત થતાં જ રહે છે. અમારી ભાષામાં એને ‘ફેઇલ્યોર રેટ’ કહે છે. નસબંધીનું કે ટ્યૂબેકટોમીનું ઓપરેશન કરાવેલું હોય તો પણ ગર્ભધારણ થવાના કિસ્સાઓ નોંધાતા રહે છે. હવે બોલ, શું કરવું છે આ ગર્ભનું?’એના પતિ રમેશે નિર્ણય લઇ લીધો, ‘આ ગર્ભ પાડી આપો, સાહેબ. અમને અમે બે, અમારા બેથી સંતોષ છે.’
મેં એનેસ્થેટિસ્ટને બોલાવીને ક્યુરેટિંગ કરી આપ્યું, સાથે કોપર-ટી પણ કાઢી નાખી. બે કલાક પછી એને ‘ડિસ્ચાર્જપ્ત આપતી વખતે સલાહ આપી, ‘હવે કોપર-ટી ઉપર ભરોસો ન મૂકીશ. એના કરતાં નસબંધીનું ઓપરેશન જ કરાવી લેજે! મારા નર્સિંગ હોમમાં ઓપરેશન કરાવીશ તો થોડો-ઘણો ખર્ચ તો થશે જ, જો સરકારી કે મ્યુનિસિપલ હોસ્પિટલમાં જઇશ તો સાવ મફતમાં થઇ જશે. સામેથી થોડાક રૂપિયા પણ મળશે.’
ગીતા-રમેશને મારી સલાહ જચી ગઇ. બીજા જ મહિને અમદાવાદની પ્રસિદ્ધ મ્યુનિસપિલ હોસ્પિટલમાં જઇને ગીતા ટ્યુબેકટોમી કરાવી આવી. એમાં ગભૉશયની બંને બાજુથી નીકળતી ફેલોપિઅન ટ્યુબ્ઝ કાપીને બંધ કરી દેવામાં આવે છે. આમ કરવાથી સ્ત્રી-બીજ અને પુરુષબીજનું મિલન થઇ શકતું નથી. પછી ગર્ભધારણની શક્યતા જ ક્યાં રહી?આ છેલ્લા વાક્યના અંતે મૂકાયેલા પ્રશ્નાર્થ ચિહ્નનો જવાબ મેળવવા માટે મારે પાંચ વર્ષ સુધી રાહ જોવી પડી.ગીતા ફરી એકવાર ઝબકી. હવે અઠ્ઠાવીસની થઇ હતી.
બંને બાળકો આઠ-નવ વર્ષના આશરે પહોંચી ગયા હતા અને ગીતા છ માસથી...!!‘બહેન, તને તો પાંચમો મહિનો જાય છે.’ મેં ચેકઅપ કરીને કહ્યું, ‘આટલું મોડું કરાતું હશે! દોઢ-બે મહિના ચડ્યા ત્યારે ન આવી જવાય?’ગીતા ડઘાઇ ગઇ હતી, ‘પણ સાહેબ, મારું તો નસબંધીનું ઓપરેશન થઇ ચૂક્યું છે. મને સપનામાંયે કેવી રીતે શંકા પડે કે...?’શંકા ન પડે તે વાત એના માટે સત્ય બનીને સામે ઊભી હતી. મારો પ્રશ્ન પાછો એનો એ જ હતો, ‘હવે શું કરવું છે?’એનો ધણી મક્કમ હતો. ‘ન જોઇએ, સાહેબ, ત્રીજું બાળક અમારે ન જોઇએ. અમે સુખી છીએ... અમે બે, અમારાં બે...!’પછી ગીતાએ વિનંતી કરી, ‘સાહેબ, આ વખતે તમે જ મારું ઓપરેશન ફરીથી કરી આપો! આ ગર્ભ પણ પાડી આપો અને નળીઓ પણ સારી રીતે...’
‘બહેન, જેવું તું ધારે છે તેવું હોતું નથી. મ્યુનિસિપલ હોસ્પિટલમાં ડોક્ટરો સારા જ હોય છે. હુંયે વી.એસ.માં જ ભણીને આ બધું શીખ્યો છું. વાંક ડોક્ટરનો નથી પણ તારી નળીઓનો છે. આ જીવતાં-જાગતાં અવયવનો મામલો છે. ભલે ને ગમે તેટલી કાળજી રાખીને નળીઓ કાપી હોય, બાંધી હોય, તેમ છતાં હજારોમાંથી એકાદ કિસ્સામાં એના બે છેડા ફરી પાછા જોડાઇ શકે છે. આ તબીબી શાસ્ત્રમાં એક શોધાયેલી, નોંધાયેલી અને સ્વીકારાયેલી ઘટના છે.
અદાલત પણ આવા કેસમાં ડોક્ટરને દોષિત જાહેર કરતી નથી. માટે આ વખતે પણ તું મ્યુનિસિપલ હોસ્પિટલમાં જ જા! હું ત્યાંના મોટા સાહેબને ફોન કરી દઉં છું. ‘મેં એને સાચી સલાહ આપી, પાંચ મહિનાનું બાળક પાડી આપવું અને એની સાથે નસબંધીનું ઓપરેશન પણ કરી આપવું એ કોઇ પણ ખાનગી નર્સિંગ હોમ માટે, હજારો રૂપિયાનો મામલો ગણાય. ગીતા માટે હું ગમે તેટલું ‘ડિસ્કાઉન્ટ’ આપું તો પણ માત્ર દવાઓ અને એનેસ્થેસિયાના ખર્ચમાં જ એ હાંફી જાય.
આ વખતે ગીતા અમદાવાદની બીજી મોટી મ્યુનિસિપલ હોસ્પિટલમાં ગઇ. ઓપરેશન પતી ગયું. મોટા ડોક્ટરે જાતે પેટ ખોલીને નળીઓ તપાસી અને પછી બંધ કરી આપી. પછીથી ફોનમાં મને કહ્યું, ‘શરદભાઇ, એકબાજુની ફેલોપિઅન નળી તો બંધ જ હતી, પણ બીજી નળી આપમેળે જોડાઇ ગઇ હતી. વેરી અનફોચ્યુંનેટ! પણ હવે પછી એવું નહીં થાય, મેં જાતે બંને બાજુની ટ્યૂબ્ઝ બે વાર બાંધી આપી છે.’
આ વખતે આઠેક વર્ષ પસાર થઇ ગયા. છેક હમણાં એટલે કે ગયા વર્ષે ગીતા ફરી પાછી ઝબકી. હવે એ જાડી થઇ ગઇ હતી. પાંત્રીસેકની ઉંમર અને આંખોમાં ચિંતા,‘સાહેબ, તમે કહ્યું હતું ને કે દોઢ-બે મહિના ચડે કે તરત આવી જવું જોઇએ! લો, આવી ગઇ!’ મેં એને ટેબલ ઉપર લીધી. ‘ચેક અપ’ કરીને બહાર આવ્યો. મારી ખુરશીમાં માથે હાથ દઇને બેસી પડ્યો, ‘ગીતા! ગીતા! તે શું કરવાનું ધાર્યું છે? મને તો લાગે છે તે તારું ગભૉશય કાઢી નાખીશું તો પણ તું ગર્ભ ધારણ કરવાનું બંધ નહીં કરે! ફરી પાછો તને ગર્ભ રહી ગયો છે.’
ગીતા સ્તબ્ધ. સાથે આવેલ રમેશ સ્તબ્ધ. આ વખતે રમેશની મોટીબહેન ચંદા પણ હાજર હતી. મેં એનો એ જ સવાલ પૂછ્યો, ‘આ વખતે હું જ તારું નસબંધીનું ઓપરેશન કરી આપીશ, ગીતા! ફેલોપિઅન નળીના બહાર તરફના છેડાઓ જ કાપી નાખીશ. પછી તને ગર્ભ નહીં રહે. પણ એ પહેલાં એટલું કહી દે કે આ ગર્ભનું શું કરવું છે!’
ગીતા કે રમેશ કંઇ બોલે તે પહેલા ચંદા બોલી ઊઠી, ‘આ ગર્ભ ચાલુ રાખવાનો છે, સાહેબ! તમારે જ પૂરા મહિને સુવાવડ કરાવી આપવાની છે. આ બંને ભલે ‘બે બસ’થી ખુશ હોય, પણ હું ખુશ નથી. મારા લગ્નને પચીસ વર્ષ થઇ ગયા. મારે એક પણ બાળક નથી થયું. હવે થવાની શક્યતા પણ નથી. ગીતાને જે આવશે, દીકરી કે દીકરો, તેને હું રાખી લઇશ.’
પૂરા મહિને ગીતાએ દીકરાને જન્મ આપ્યો. સૌથી વધારે ખુશ એની નણંદ ચંદા હતી. જતાં-જતાં મને કહી ગઇ, ‘તમે ડોક્ટરો માત્ર વિજ્ઞાનમાં જ માનો! ભગવાનની લીલામાં તમને ભરોસો નથી હોતો! એ ક્યારેય વિચાર્યું તમે કે આ એક જ પેશન્ટમાં ફેમિલી પ્લાનિંગના આટલા બધા પ્રયાસો નિષ્ફળ શા માટે ગયા? કદાચ ઇશ્વર એક બાળક મારી સૂની ગોદમાં મૂકવા માગતો હશે. હવે તમે જોજો! તમે કરેલું આ વખતનું ઓપરેશન ફેઇલ, નહીં જાય!’ હું બબડ્યો, ‘એવું ન થાય તો હુંયે રાજી!’

Comments
Post a Comment
Thanx For Comment