જ્યારે કુના તેના ઉપવસ્ત્રને હટાવી રહી હતી ત્યાં જ... (કભી કભી)



૪૮વર્ષની વયના સુરેન્દ્ર બોહરા એક વેપારી માણસ છે. ભુવનેશ્વરમાં એરપોર્ટ પાસે તેમની એક દુકાન છે. લોખંડ અને હાર્ડવેરના વેપારમાં ઠીક ઠીક કમાયા છે. એક દિવસ કુના સાંવલી નામની એક યુવતી તેમની દુકાન પર આવી. થોડો સામાન ખરીદ્યો. કુના સાંવલી પણ ઘાટીલી હતી. મોટી મોટી આંખો અને રસીલા હોઠ. ચુસ્ત બદન એ પાતળી કમરથી આકર્ષક લાગતી હતી. સુરેન્દ્ર બોહરા પરિણીત હતા. કુનામાં તેમને કોઈ રસ નહોતો છતાં બે દિવસ બાદ તે ફરી તેમની દુકાને આવી પહોંચી. કુના બોલીઃ “ભાઈ સા'બ, તમને જોઈને મને કોઈની યાદ આવી ગઈ ?”
સુરેન્દ્ર બોહરાએ પૂછયું : “કોની ?”
કુના બોલીઃ “આઠ વર્ષ પહેલાં મારું લગ્ન થયું હતું. મારો પતિ ચારિત્ર્યહીન હતો. ખૂબ દારૂ પીતો હતો. કાંઈ જ કમાતો નહોતો. મારપીટ કરતો હતો. મેં એને છોડી દીધો અને હું પિયર જતી રહી. પિયરમાં ભાભી મહેણાં-ટોણાં મારતી હતી. એટલે પિયર પણ છોડી દીધું. હવે કોઈ નોકરી શોધવા હું અહીં આવી છું. એકલી જ રહું છું. તમને જોઈને મારા ભાઈની યાદ આવી ગઈ. તમે મારા ભાઈ જેવા જ લાગો છો.”
કુનાની વાતમાં લાગણી હતી. આંખોમાં અર્દ્રતા હતી. સુરેન્દ્ર બોહરાએ તેને સાંત્વના આપી. સુરેન્દ્રએ કહ્યું: “બહેન, કાંઈ કામ હોય તો કહેજો. તમે હજુ યુવાન છો અને એકલાં રહો છો પણ આ જગત સારું નથી. ભુવનેશ્વર બહુ જ મોટું શહેર છે. મારે પણ કોઈ બહેન નથી :”
કુના જતી રહી.
કેટલાક દિવસ પછી કુના ફરી એક વાર આવી. રક્ષાબંધનનો દિવસ હતો. કુનાએ સુરેન્દ્ર બોહરાને રાખડી બાંધી. સુરેન્દ્ર બોહરાએ એક હજારની નોટ તેના હાથમાં મૂકી દેતાં કહ્યું: “બહેન, કોઈ કામ હોય તો કહેજે.”
કુના ફરી એક વાર સુરેન્દ્ર બોહરાની દુકાન પર આવી તેની સાથે બીજી એક યુવતી હતી. કુના બોલીઃ “ભાઈ સા'બ, આ મારી સહેલી છે મિસિસ પારૂલ. મારી બાજુમાં જ રહે છે. તે અને તેનો હસબન્ડ પણ ભાડેથી જ રહે છે. એના હસબન્ડનું નામ અમર છે. અમે ત્રણે જણ મળીને એક પ્લેસમેન્ટ એજન્સી ખોલવા માંગીએ છીએ. અમારી પાસે મેન પાવર છે. તમે ભાગીદાર બનો. અમારે પૈસા ઉછીના જોઈતા નથી.”
કુનાએ વિસ્તારથી બિઝનેસ પ્લાન સમજાવ્યો. સુરેન્દ્ર બોહરા હોશિયાર વેપારી હતો. સમજ્યા વગર ભાગીદાર બનવા માંગતો નહોતો. એણે કહ્યું : “હું વિચારીને બે દિવસ પછી કહીશ.”
કુનાએ કહ્યું : “કોઈ વાંધો નહીં, ભાઈસા'બ. તમે શાંતિથી વિચારો. હવે હું વારંવાર તમારી દુકાન પર નહીં આવું. જમાનો ખરાબ છે. લોકો ગમે તે વાતો કરશે.” ટાઈમ મળે તો તમે જ મારી રૂમ પર આવજો.”
સુરેન્દ્ર વેપારી માણસ હતા. તેમને કુનાની વાત ઠીક લાગી. બેત્રણ દિવસ પછી ટાઈમ નક્કી કરી તેઓ રથ રોડ પર કુનાના રૂમ પર પહોંચ્યા. રૂમમાં અગાઉથી પારૂલ અને તેનો પતિ અમર હાજર હતા.
પારૂલની બાજુમાં ૨૭-૨૮ વર્ષની એક બીજી હટ્ટીકટ્ટી યુવતી પણ બેઠેલી હતી. કુનાએ પરિચય કરાવતાં કહ્યું : “ભાઈસા'બ, આ બોબી છે, બોબી દવે. તેના પતિ એક મોટો બિઝનેસ મેન છે. તેઓ અમારા પાર્ટનર બનવા સંમત થયા છે. હવે તમે પાર્ટનર નહીં બનો તો ચાલશે.”
સુરેન્દ્ર બોહરાએ કહ્યું: “નહીં નહીં, બહેન પાર્ટનર બનવામાં મને વાંધો નથી પણ જે ધંધો હું જાણતો નથી તેમાં ઉંડા ઉતરતાં પહેલા મારે સમજવું તો પડે ને.”
“ભાઈ સાહેબ, હવે કાંઈ સમજવાની જરૂર નથી. તમે મને બહેન સમજીને જે લાગણી આપી છે તેની કિંમત કરોડો રૂપિયા છે. બોલો, તમારી શું સેવા કરું ?” કુના બોલી. “કાંઈ જ નહીં, બહેન, તમને ખોટું લાગ્યું ?” સુરેન્દ્ર બોહરાએ પૂછયું.
કુનાએ કહ્યું: “ના, જરાયે નહીં” કહેતા કુનાએ બોબીને કહ્યું: “બોબી, તું મારા ભાઈસા'બ પાસે બેસ. તેમને ઘર જેવું લાગવું જોઈએ.”
બોબી દવે ઊભી થઈ અને સુરેન્દ્ર બોહરાની સાવ કરીબ બેસી ગઈ. બોબીએ સુંદર પરફયૂમ લગાડેલું હતું. બોબીએ એક ક્ષણમાં જ સુરેન્દ્ર બોહરાનો એક હાથ પકડી લીધો. આમ અચાનક એક અજનબી સ્ત્રીના સ્પર્શથી તેમના શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ. બોબી દવેએ સુરેન્દ્ર બોહરાના હાથની આંગળીઓમાં પોતાની આંગળીઓ પરોવી દીધી. સુરેન્દ્ર બોહરાની હથેળી પરસેવાથી ભીની થઈ ગઈ. થોડીક ક્ષણો બાદ સ્વસ્થતા ધારણ કરતાં સુરેન્દ્ર બોહરાએ પોતાનો હાથ ખેંચી લીધો અને બોલ્યાઃ “આ શું કરો છો, તમે ?”
કુના બોલીઃ “અરે આ શું ભાઈ સા'બ, તમે તો નારાજ થઈ ગયા. મારી સહેલી છે જ તોફાની. ગમે તેની સાથે આવી મસ્તી કરવાની એને ટેવ છે. તમે તમારે આરામથી બેસો. હવે બોબી તમને તંગ નહીં કરે.”
બોબી દવે હસીને દૂર હટી ગઈ. બધાં જ ખડખડાટ હસવા લાગ્યાં. સુરેન્દ્ર બોહરાને પણ લાગ્યું કે આ તો નિર્દોષ ગમ્મત જ હતી. કુના બોલીઃ “ભાઈસા'બ, પહેલી જ વાર ઘરે આવ્યા છો. શું લેશો ચા કે કોલ્ડ ડ્રિંક્સ ?”
“કાંઈ પણ”
કુના ફ્રીઝમાંથી કોલ્ડ ડ્રિંક્સ લઈ આવી. બધાંએ કોક પીધી. વાતો આગળ ચાલવા લાગી. ધીમે ધીમે બોલી હવે ફરી સુરેન્દ્ર બોહરાના બદન પર હાથ ફેરવવા લાગી. આ તરફ સુરેન્દ્ર બોહરાને કાંઈ સમજાયું નહીં. તેને ચક્કર આવવા લાગ્યાં. થોડી જ વારમાં સોફા પર ઊંઘી ગયા. કેટલીયે વાર બાદ તેઓ ભાનમાં આવ્યા. એમણે જોયું તો પોતે ફર્શ પર નિર્વસ્ત્ર હતા. બાજુમાં બોબી દવે પણ નિર્વસ્ત્ર હાલતમાં તેમની બાજુમાં સૂતેલી હતી. તે પોતાના શરીર પર હાથ ફેરવી રહી હતી. તેના હોઠ પર મુશ્કાન હતી. એક આદમી મોબાઈલથી તેમની તસ્વીરો પાડી રહ્યો હતો. એટલામાં કુના, પારૂલ અને તેનો પતિ અમર આવી ગયાં. કુનાએ પૂછયું : “ભાઈસા'બ તમે આ શું કર્યું ? અમે થોડીવાર માટે બહાર ગયાં એટલીવારમાં તમે મારી સહેલીની ઈજ્જત લૂંટી ?”
સુરેન્દ્ર બોહરા સ્તબ્ધ થઈ ગયા. કુના બોલીઃ “આ વાત બોબીનો હસબન્ડ જાણશે તો તેનું શું થશે ? તમે એના નગ્ન હાલતમાં ફોટા પણ પડાવી લીધા ? હું આસપાસના લોકોને બોલાવું છું.”
ગભરાયેલા સુરેન્દ્ર બોહરાએ કહ્યું: “બહેન, હું કાંઈ જાણતો નથી. આ બધું શું છે ?”
એટલામાં તો ફોટા પાડનાર વ્યક્તિએ સુરેન્દ્ર બોહરાના ગાલ પર જોરદાર તમાચો ઝીંકતા કહ્યું: “સાલે, હરામી કી ઔલાદ. તુંને બોબી કે સાથ ખીલવાડ કિયા હૈ, ઉસકા સબૂત મેરે કેમેરામાં કૈદ હૈ, સબ કો બતા દુંગા. અબ દેખ, મેં તેરા કયા હાલ કરતા હું ?”
કુના વચ્ચે પડી એ બોલીઃ “તમે કોણ છો ?”
ફોટા પાડનાર વ્યક્તિએ કહ્યું: “મેં બોબી દવે કા દોસ્ત હું. બોબીને હી મુઝે ફોન કર યહાં બુલાયા થા. મેરા નામ ચરણ હૈ.”
ચરણની ધમકી સાંભળી સુરેન્દ્ર બોહરાના પગ નીચેથી ધરતી સરકી ગઈ. તે સમજી ગયો કે તેને કોઈ સાજિશમાં ફસાવી દેવામાં આવ્યો છે. તેણે પોતાનો ખૂબ બચાવ કર્યો પણ કોઈ તેની વાત સાંભળવા તૈયાર નહોતું. છેવટે કુના વચ્ચે પડતાં બોલીઃ “મારા ભાઈને છોડી દો. ચાલ બોબી, આપણે બાજુમાં જઈ થોડી વાત કરી લઈએ.”
કુના બોબી દવેને લઈ બહાર ગઈ. થોડી વાર પછી પાછી આવીને કુના બોલીઃ “ભાઈસા'બ, બોબી દવે સાથે મારે વાતચીત થઈ ગઈ છે. એ ત્રણ લાખ માંગતી હતી, પણ અઢી લાખમાં માની ગઈ છે. અઢી લાખ આપીને મામલો પતાવી દો.”
એટલામાં ચરણ બોલ્યો, “ઢાઈ લાખ મેં તો બોબી માન ગઈ. લેકિન મેરા ક્યાં ? તુમ્હારે ભાઈસા'બ ઈજ્જતદાર આદમી હૈ. ઈજ્જત કે આગે દોલત ક્યા ચીજ હૈ ?”
સુરેન્દ્ર બોહરાને ખ્યાલ આવી ગયો કે તેઓ બ્લેકમેલરોની સાજિશમાં ફસાઈ ગયા છે. તેમણે કહ્યું: “ઠીક છે, કાલે હું પૈસાનો બંદોબસ્ત કરી દઈશ. ચરણ કો ૫૦ હજાર દે દુંગા.”
કુનાએ કહ્યું: “ચલો ઠીક હૈ, ચરણ મેરે ભાઈસા'બ કલ પૈસે દેંદેગે, અબ ઉનકે કપડે ઉન્હે દે દો.”
ચરણ બોલ્યોઃ “કલ સાંજ પાંચ બજે કે પહેલે પૈસે ના મિલે તો ઈન તસવીરો કે સાથ મૈં તુમ્હારે ઘર આ જાઉંગા. લેકિન ઘર જાને સે પહેલે સ્ટેમ્પ પેપર પર લીખ કે દો કિ તુમને બોબી દવેકો કોલ્ડ ડ્રિંક્સ પીલાકર બળાત્કાર કિયા થા.”
સ્ટેમ્પ પેપર તૈયાર જ હતો. સુરેન્દ્ર બોહરાએ ચરણના કહેવા પ્રમાણે લખાણ કરી આપ્યું. તે પછી જ તેમને વસ્ત્રો આપવામાં આવ્યા. બીજા દિવસે સાંજે પાંચ વાગે રૂ. ત્રણ લાખની રકમ લઈ તે ખુદ અહીં આવશે તેવી ખાતરી આપી. કુના તેમની જામીન થઈ.
સુરેન્દ્ર બોહરા ગભરાયેલી હાલતમાં કુનાના રૂમમાંથી બહાર નીકળીને ભાગ્યો.
સાંજ પડી ગઈ.
કુનાના રૂમમાં હવે વ્હિસ્કીની બોતલ ખોલવામાં આવી. બોબી દવે, કુના, પારૂલ, અમર અને ચરણ દારૂ પીવા લાગ્યા. ખડખડાટ હસતાં કુના બોલીઃ “બોબી, કૈસા લગા મેરા ભાઈસા'બ ?”
 “બેવકૂફ”
અને બધાં ખડખડાટ હસવા લાગ્યા. બહારથી મંગાવેલું ચિકન પણ આવી ગયું. પાંચેય જણે આખી બોતલ પૂરી કરી નાંખી હતી. ચરણે કુનાને કહ્યું: “ડિયર, બહોત દિનોં કે બાદ તુને અચ્છા શિકાર ઢૂંઢા. ભાઈ તો હો ઐસા.”
કુના બોલીઃ “ઔહ ડિયર હો તો ઐસા.” કહેતા તેણે ચરણના ગળામાં હાથ નાંખ્યો. પાર્ટી એની પરાકાષ્ટાએ હતી. બધાંની હાજરીમાં જ ચરણે કુનાના દેહ પરથી વસ્ત્ર હટાવી લીધું. કુના પણ તેના ઉપવસ્ત્રના હુક ખોલવા જતી હતી ત્યાં જ બારણું ખટખટયું. બોબી દવેએ ઊભા થઈ બારણું ખોલ્યું. સામે પોલીસનો કાફલો ઊભો હતો. બધાં સ્તબ્ધ થઈ ગયાં. પોલીસે કુના, પારૂલ, બોબી દવે ચરણ અને અમરની ધરપકડ કરી. ઘરની તલાસી લીધી. એક કબાટમાંથી છોકરીઓની તસવીરો મળી. બધાના મોબાઈલ જપ્ત કર્યાં. પોલીસને ઘણા વખતથી ઈમાનદાર લોકોને છોકરીઓ સાથે નાજુક હાલતમાં ફસાવી ફોટા પાડી બ્લેકમેઈલિંગ કરનાર ગિરોહની તલાશ હતી. એ ટોળકીનો રિંગ લીડર ખુદ ચરણ હતો. કુના, પારૂલ અને બોબી દવે તેનાં સાગરીત હતા. બધાંને રાત્રે જ કસ્ટડીમાં પૂરી દેવાયાં. ઠગ ટોળકીએ જોયું તો સુરેન્દ્ર બોહરા તેમની પાછળ ઊભો હતો.
સુરેન્દ્ર બોહરાએ ડહાપણનું કામ એ કર્યું કે ગભરાઈને ઘરે જતા રહેવાના બદલે રાત્રે જ તે સીધો ભુવનેશ્વરના એરફિલ્ડ પોલીસસ્ટેશને પહોંચી ગયો.
અજાણી સ્ત્રીને બહેન બનાવતાં પહેલાં ચેતજો.

Comments