મેં કહ્યું: ‘તમારે જે કહેવાનું છે તે ફોન પર કહી શક્યા હોત. આમ હોટલમાં બોલાવવાની શું જરૂર હતી!?’ તે ક્ષણભર ચૂપ રહી પછી મોં પર મઘમઘતું સ્મિત રેલાવીને બોલી : ‘આપના જ શબ્દોમાં કહું તો, મુકામ કરતાં સફરની પણ એક મઝા હોય છે!’મારા શબ્દો મને આમ પાછા આપે તેવી કલ્પના પણ નહોતી. તેથી કશું બોલવાના બદલે તેના મોં સામે તાકી રહ્યો. ચહેરાની સુંદરતા અને સુઘડતા ગમે એટલી જ નહીં પણ હૈયામાં કાયમી વસી જાય તેવી લાજવાબ હતી, પણ મને તો મૂળ વિચાર જ પજવતો હતો- આ યુવતી જે રીતે વાત કરે છે, વાત કરવાની જે સ્ટાઇલ છે તે જોતાં એમ નથી લાગતું કે તેને કોઇ સમસ્યા સતાવતી હોય અથવા તો મૂંઝવણ માર્ગ રોકીને ઊભી હોય!
મોડી રાત્રિએ લેન્ડ લાઇન પર ફોનમાં કહ્યું હતું, ‘મારે આપને રૂબરૂ મળવું છે અને શહેરની કોઇ સારી હોટલમાં!’ હું ઊંઘભરી અવસ્થામાં સાંભળતો જ રહ્યો હતો. આગળ કહ્યું હતું, ‘હોટલના બિલની ચિંતા ના કરશો, માત્ર મારા દિલની જ ચિંતા કરશો!’
જીવનની કોઇ ક્ષણ અથવા તો કોઇ વ્યક્તિ આપણને વિચારતા કરી મૂકે. ઉકેલ કે ઉપાય તો એક બાજુ રહે અને આપણે ખુદ એ વમળમાં ને કળણમાં ખૂંપતા જઇએ. મૂંઝારો કે ટેન્શન વધી જાય. પણ આવી સ્થિતિને, અનુભવ ને આગવા અંદાજથી માણતા શીખવું જોઇએ.
‘આપ રાઇટર છો, ખરું ને!?’ તેણે તેની બગલા જેવી ગ્રીવાને લચક આપી, છુટ્ટા વાળને એક બાજુ ફંગોળીને કહ્યું: ‘મારા સવાલનો યોગ્ય ઉત્તર આપશોને!?’
સવાલના જવાબ કે ઉત્તર તો હંમેશાં યોગ્ય જ હોય છે. માત્ર આપણી અપેક્ષા અનુસારના ન હોય ત્યારે તે અયોગ્ય બની જતા હોય છે અને અહીં સાહિત્ય સાથે લાગેવળગે છે ત્યાં સુધી સર્જાતા સાહિત્યમાં સાંપ્રત સમયનું પ્રતિબિંબ ઝિલાતું હોય છે અથવા તો સાહિત્યએ સમાજનો અરીસો છે. તેમાં રહેલો મૂલ્યબોધ વ્યક્તિ નહીં પણ સમાજકેન્દ્રી હોય છે.
‘સર! મારે એક બોયફ્રેન્ડ છે. અમે વીકમાં એક વખત નિયમિત મળીએ છીએ. એકબીજાને ગમીએ છીએ તેથી છુટ્ટા પડવું શક્ય નથી લાગતું.’‘આમાં નવું શું કહ્યું!’ મેં સાવ હળવાશથી કહ્યું: ‘ગમતાં હોય તેનો હાથ ન મળે અને નગમતાંનો સાથ મળે... તેનું નામ જ જીવન!’ હું પળાર્ધ માટે અટકયો. પછી નજરની ધારને તેજ કરીને બોલ્યો: ‘તમે કોઇ પણને ગમો એવાં છો. પળવારમાં તમારા પ્રેમમાં પડી જવાય એવું તમારું રૂપ છે!’
‘નોટી બોય...!’ કહેવાના બદલે તેણે કહ્યું: ‘લુચ્ચા છો... આવું બોલો છો તે શરમ નથી આવતી!’ ખરેખર તો યુવતીને શરમ આવવી જોઇએ. બોલવાના બદલે શરમ અનુભવતી તે પાંપણો ઢાળી જાય ત્યારે તેનાં સૌંદર્યનો મબલખ પાક લચી પડે. પણ લજજાભાવ લુપ્ત થવા લાગ્યો છે. સ્ત્રીસહજ સંકોચની ક્યાંક ખોટ વરતાવા લાગી છે. પ્રશંસા પ્રભુને પણ પ્યારી લાગે છે. યુવાવસ્થામાં પ્રશંસા એ પ્રેમનું સ્વરૂપ ધારણ કરવા લાગે છે અને પછી પ્રેમનો વહેમ ઊભો થાય છે. જે કોઇપક્ષે કલ્યાણકારી નથી હોતો.
અહીં મારું આમ બોલવું તલભાર પણ ખોટું નથી કારણ કે સામે બેઠેલી યુવતીનું રૂપ-સૌંદર્ય જ એવું છે કે પ્રથમ નજરે જ ગમી જાય!‘મારું વેવિશાળ અને પછી લગ્ન... લગભગ નક્કી જેવું છે. પણ મારો ફ્રેન્ડ કહે છે, મારા સાથે લગ્ન નહીં કરીશ તો હું આજીવન કુંવારો રહીશ.’ મારા હોઠ પર આવીને શબ્દો લટકી પડ્યા: ‘રહેવા દે કુંવારો!’ પણ હું અબોલ રહ્યો. પછી કશુંક ઘૂંટીને બોલ્યો: ‘ તમારું શું કહેવાનું છે?’
‘મારી અપેક્ષા છે તેવો વર અને ઘર મળે છે.’ તે ખુલ્લા દિલે બોલી: ‘મને ગાડી, બંગલા, હરવા-ફરવાનો શોખ છે તે સંતોષાય એવું લાગે છે.’‘તને ગમતું હોય તો બીજી ચિંતા છોડ.’‘પણ એમ નહીં’ તે ગંભીરતાપૂર્વક બોલી: ‘તે કુંવારો રહે ને હું અહીં જલસા કરું એ કેવું!?’યુવતીની લાગણી માટે મને માન થયું. પણ આ બધું ક્ષણ પૂરતું હોય છે. જેમ યુવકે કહ્યું કે, હું તારા વગર આજીવન કુંવારો રહીશ... આ પણ ક્ષણ કે ખપ પૂરતું જ સત્ય છે.
જીવનની વાસ્તવિકતા સામે ભાવુકતા હારી જાય છે. બીજું કે જે ક્ષણ કે સમય માણસના હાથમાં હોય તે પૂરતો જ તે સાચો અને ચોક્કસ રહી શકે. ભવિષ્ય માટેનાં વચનો જુઠ્ઠાં અને પોકળ પુરવાર થવાની શક્યતાઓ ખૂબ જ હોય છે. વળી, આજે તમે એકબીજાને ગમો છો તેમ જીવનભર ગમતા રહેશો તેવી કોઇ જ ગેરંટી નથી. આજે જે રૂપ-રંગ છે તે આવતીકાલે નહીં હોય. વાસ્તવિકતાને પચાવવી અઘરી હોય છે. ‘તમારી સમસ્યા આમ કોઇ એવી ગંભીર નથી.’ મેં કહ્યું,‘અને માણસ જીવનભર એકબીજાને પ્રેમ-આદર કરતો રહે તેવી તો ઇશ્વર પણ ખાતરી આપી ન શકે.’
‘હું સમજુ છું તમારા માટે આ સમસ્યા સામાન્ય છે...’ તે બોલી: ‘અને મને એ પણ ખ્યાલ છે કે, તે મારા વગર કુંવારો નહીં જ રહે. મારા મેરેજ પછી તે ઝૂરી ઝૂરીને દિવસો કાઢશે તેવી મને ભ્રમણા નથી જ...’ હું થોડો અકળાયો. ‘તો પછી આ બધું... ફોન કરવાનું ને મળવાનું શું કરવા ગોઠવ્યું!?’ તે મર્માળું સ્મિત કરી, મારી આંખોમાં આંખ પરોવીને બોલી: ‘કારણ કે મને આપની જેવી વ્યક્તિને મળવું ગમે છે. અને અહીં આ મોંઘીદાટ હોટલમાં એટલા માટે કે, આ ક્ષણે તમે માત્ર ને માત્ર મારા જ કવરેજ એરિયામાં છો!’ ‘હું કશું બોલું, કહું એ પહેલાં જ તે ગળું ફુલાવીને બોલી: ‘આ પણ ક્ષણનું સત્ય જ છે!’

Comments
Post a Comment
Thanx For Comment