બાગ છે ક્યાં?



 
એક દિવસ રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં...તેનાલીરામજી,રાજ્યના વિકાસની સ્થિતિ શું છે?મહારાજ, ઉપરછલ્લું તો બધું ઠીક છે.મતલબ??? સ્પષ્ટ શબ્દોમાં કહો.મહારાજ, મહેલમાં રહીને બહાર શું ચાલે છે એ કહેવું અશક્ય છે. તમારા મતે શું કરવું જોઈએ? તમારે પણ રાજ્યના ગ્રામ્ય વિસ્તારનું ભ્રમણ કરવું જોઈએ. બીજા દિવસે રાજા કૃષ્ણદેવરાય તેનાલીરામ અને કેટલાંક મંત્રી સાથે ગ્રામ્ય વિસ્તાર તરફ ગયા. વાહ! અહીં તો હરિયાળી જ હરિયાળી છે. સુંદર લાગે છે.

હા, મહારાજ. તમારા કારણે જ. ના, ના, એ તો કૃષિમંત્રીની મહેનતને કારણે જ આટલી હરિયાળી છે. તમે આપેલી રોકડ રકમ અને તેમની મહેનતને કારણે આ સપનું સાકાર થઈ શક્યું. બગીચામાં કૃષિમંત્રી હાજર જ છે. તો ચાલો, એમને પણ આપણી સાથે લઈ જઈએ.

રાજાને જોતા કૃષિમંત્રી પોતે જ તેમની પાસે આવી ગયા. આવો મહારાજ, જુઓ આ સુંદર બગીચો. હા, ચાલો, એક બગીચો જોઈને મન પ્રસન્ન થઈ ગયું. લાગે છે કે બાકી ૫૦ બગીચા પણ આટલા જ સુંદર હશે. તો ચાલો, આજે આ બધા જ બગીચાની સહેલ કરીએ. પણ મહારાજ, આપણું રાજ્ય બહુ મોટું છે. મારું માનવું છે કે તમે એક દિવસમાં એક જ બગીચો જુઓ. આમ કરવાથી તમને થાક પણ નહીં લાગે અને તમે સુંદર દ્રશ્યો જોઈ શકશો. કંઈ વાંધો નહીં, પાંચ-છ બગીચા તો આજે જોઈ શકીશું ને! તમે તેનાલીરામજીને નકશો આપી દો.

આપણે બીજા બાગ જોવા આગળ વધીએ. કૃષિ મંત્રીએ વિલા મોંઢે તેનાલીરામને નકશો આપ્યો. પછી તેનાલીરામે નકશો ખોલ્યો. નકશા પ્રમાણે આ ગામમાં એક બગીચો હોવો જોઈએ. પણ અહીં તો બગીચો દેખાતો નથી! તેનાલીરામે ચરવૈયાને બગીચો ક્યાં છે એવું પૂછ્યું. ખોટું નહીં બોલું મહારાજ, પણ બગીચો તો માત્ર રાજ્યના નકશામાં જ છે. તું શું કહે છે? બગીચો હોય તો દેખાય ને! શું વાત કરે છે ભાઈ? બગીચો જ નથી? મહારાજે ગુસ્સામાં કૃષિમંત્રી સામે જોયું. એનો ચહેરો ફિક્કો પડી ગયો. રાજા આગળ વધ્યા. મહારાજ, નકશા પ્રમાણે હવે પછીના ગામમાં પણ એક બગીચો હોવો જોઈએ.

નકશામાં દર્શાવ્યા મુજબ બગીચો હતો, પણ સાવ કરમાયેલો. મંત્રીજી, આ બધું શું છે? સરકારી રોટલા તોડ્યા વિના તમને સોંપેલું કામ યોગ્ય રીતે કરો. બીજા બગીચાની સંભાળ લેતાં... બહાનાં ન બતાવશો, કામ કરો. તેનાલીરામે આગળ વધતાં એક માણસને પૂછ્યું...સરકારી બાગ ક્યાં છે? સરકારી કર્મચારીઓ ચરી ગયા. કૃષિ વિભાગના બધાં માણસો ભ્રષ્ટાચારી છે. મહારાજ, પશુઓ વધારે ચારો ચરે ને તોય બીમાર પડી જાય, પણ આ સરકારી કર્મચારીઓ તો ઓડકાર પણ નથી લેતા.

સાચું બોલવાની તારી હિંમત જોઈને તને આ કીમતી હારની ભેટ આપું છું. મહેલ પાછા ફર્યા બાદ મહારાજે તપાસ કરવાનો આદેશ આપ્યો. કૃષિમંત્રી પણ એમાં ગુનેગાર હતા. કૃષિમંત્રીજી, તમે પૈસાનો દુરુપયોગ કર્યો છે. તમે ગુનેગાર છો. મને માફ કરી દો મહારાજ. જાણીજોઈને કરેલી ભૂલ ગુનો કહેવાય. અત્યારે જ તમે રાજીનામું આપી દો. યોજના માટે આપેલી રકમ રાજકોષમાં જમા કરાવી દો. તેનાલીરામજી, આ યોજના હવે તમારે જ પૂરી કરવાની છે, પણ ધ્યાન રાખજો કે કર્મચારીઓ આખો બગીચો ગાયબ ના કરી દે.

Comments