માણસ જુઠ્ઠું બોલે છે પણ મોબાઇલ જુઠ્ઠું બોલતો નથી. તે હોય એવું જ સ્ક્રીન પર દર્શાવે છે.’ જહાનવી દાંત ભીંસીને બોલી. ‘આ તમારો નંબર છે?
મેસેજ વાંચી મન કોળી ઊઠવું જોઇએ તેના બદલે જહાનવી ચોંકી ગઇ. શરીરમાં હળવો કંપ પ્રસરી ગયો. મેસેજમાં લખ્યું હતું કે, ખ્વાબ બનકર અપને સપનો મેં આયેંગે, ખ્યાલ બનકર યાદોં સે ગુજર જાયેંગે. પલકો કો બંધ કર કે દિલ સે યાદ કરના, તસવીર બનકર અપની આંખો મેં ઉતર આયેંગે.નંબર અજાણ્યો હતો પણ એમ થતું હતું કે આ નંબર એકાદ વખત નજરે ચઢ્યો છે. પોતાનો નંબર સ્પ્રેડ ન થાય તેની કાળજી જહાનવી રાખતી હતી પણ ફ્રેન્ડ સર્કલમાં કશું અજાણ્યું ન રહે. હૈયાની વાત પણ ઉઘાડી પડી જતી હોય તેમાં મોબાઇલ નંબરની તો ક્યાં વાત કરવાની!?
જહાનવી ઊંઘવાની તૈયારીમાં હતી પણ મેસેજ વાંચ્યા પછી તેની ઊંઘ ઊડી ગઇ. તળાવમાં કાંકરીચાળો થયા પછી જે વલયો ઉદ્ભવે તેવાં વલયો મનની સપાટી પર પ્રસરવા લાગ્યાં.
અણધારી આફત આવી હોય તેવું જહાનવીને લાગ્યું. તે મૂંઝવણ અનુભવવા લાગી. કારણ કે ઘણી બાબતો આમ સારી લાગે પણ સંભાળવા કે સાવચેતી રાખવા જેવી હોય છે. એસએમએસ આમ તો ગમ્યો. અંગેઅંગમાં પ્રસરીને યૌવનભર્યો ઉન્માદ કરવા લાગ્યો. આંખોમાં રંગીન સપનાંઓ ઊભરાયાં.
જહાનવીએ હિંમત કરીને એવો જ એક મેસેજ રિપ્લાય કર્યો. ત્યાં ગણતરીની મિનિટોમાં ફરી બીજો મેસેજ પાછો આવ્યો. કોણ છો તમે, તમારું નામ આપો... આવું મેસેજમાં પૂછ્યું તો સામે જવાબ આપવામાં સાવ સૂરસૂરીયું થઇ ગયું. કશો ઉત્તર મળ્યો નહીં.
મોબાઇલ બીજી રીતે રાક્ષસ જેવો છે. તેમાં અશ્લીલ મેસેજ કે ક્લિપિંગ આવે તો નવાઇ પામવા જેવું નથી, પરંતુ અપેક્ષા વગર આવું બને તો મિત્ર કે મમ્મી-પપ્પાને જાણ કરી દેવી જોઇએ. યુવાન દીકરી માટે મમ્મી ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ છે. સેન્સર બોર્ડ પણ છે. દીકરીની ઘણી બાબતો મમ્મી સેવ કરે છે, ઘણી બાબતો પપ્પાને ફોરવર્ડ કરે છે ને ઘણી બાબતો ડિલીટ પણ કરી નાખે છે.
આમ પણ ઘણી મૂંઝવણને યોગ્ય પાત્ર પાસે વ્યક્ત કરી દો. હૈયાનો ભાર હળવો થઇ જશે. દરેક ઠેકાણે મૂંઝવણનો ઉકેલ ન મળે, પણ હૈયાધારણ કે સાંત્વના તો મળે જ.જહાનવીએ લેન્ડ લાઇન પરથી નંબર લગાવ્યો. હજુ તો બીજી રિંગ પૂરી વાગી નહીં ત્યાં ફોન રિસીવ થયો. હલ્લો... હલ્લો... અવાજ આવ્યો. જહાનવી પળાર્ધમાં અવાજને પામી ગઇ. તેણે તુરંત જ કહ્યું: ‘અંકલ! તમે મને મેસેજ મોકલાવ્યો હતો!?’‘મેં... મેસેજ મોકલ્યો...!!?’ અવાજમાં ભય ભળેલો હતો.
‘માણસ જુઠ્ઠું બોલે છે પણ મોબાઇલ જુઠ્ઠું બોલતો નથી. તે હોય એવું જ સ્ક્રીન પર દર્શાવે છે.’ જહાનવી દાંત ભીંસીને બોલી. ‘આ તમારો નંબર છે?’‘હશે, ભૂલથી આવી ગયો હશે...’ સંપૂર્ણ શરણાગતિ સાથે તેમણે કહ્યું: ‘ચશ્માંના નંબર વધી ગયા છે તેથી ન સૂઝવાના કારણે આમ બન્યું હશે!’
‘સાચું કહું અંકલ!’ જહાનવી મજાકના મૂડમાં બોલી: ‘મજા પડી ગઇ. તમે ભારે રોમેન્ટિક છો... આંટી સાથે આવી ભૂલ કરો છો!? ન કરતા હોય તો હું આંટીને અત્યારે જ કહું!’આંટીનું નામ આવતાં અંકલના હોશકોશ ઊડી ગયા. તે હકાબકા થઇ ગયા. તે કહે, બેટા! ટુરમાં નીકળ્યો છું. ગેસ્ટ હાઉસમાં રોકાયો છું. ટાઇમપાસ કરવા એસએમએસ કરતો હતો તેમાં તારો નંબર પણ આવી ગયો છે. મારો ઇરાદો ખરાબ નથી છતાં પણ સોરી કહું છું.
ટેક્નોલોજીની સુલભતા માનવકલ્યાણ માટે છે. ટેક્નોલોજીનો મિસયુઝ કરવો તે એકવીસમી સદીનું મહાપાપ છે. વળી, જિંદગીની એક એક ક્ષણ અમૂલ્ય છે. લાખ્ખો રૂપિયા ખર્ચવા છતાંય વેડફાઇ ગયેલી ક્ષણ પાછી મળતી નથી. ઘણા લોકો માત્ર ટાઇમપાસ કરવા મોબાઇલ કે કમ્પ્યૂટર પર ગેમ રમતા હોય છે. આમ જુઓ તો તે જિંદગી સાથે ગેમ રમે છે અને જિંદગીનું હડહડતું અપમાન કરે છે! આ બાજુ અંકલના મનમાં ધાસ્તી બેસી ગઇ. થયું કે, આ છોકરી મેસેજ વિશે કહી દેશે તો ધોળામાં ધૂળ પડવા જેવું થાશે.
શંકાનો કીડો ફરી સજીવન થઇ ઊઠશે... રગશિયા ગાડાની જેમ ગબડતી ગૃહસ્થીમાં હડદોલા આવશે. આનો રસ્તો શું? અંકલ ભારે ટેન્શનમાં આવી ગયા. ઊંઘ હરામ થઇ ગઇ. એક ક્ષણે તો મોબાઇલને ઘા કરી ફેંકી દેવાનું મન થયું. પણ એમ કરી શક્યા નહીં કારણ કે મોબાઇલ ભાણિયા જેટલો જ વહાલો હોય છે!
છેવટે અંકલે જ આખી ઘટના તેની શ્રીમતીજીને જણાવી દીધી. એક રીતે મનનો ભાર ઓછો થયો. છતાંય ઊંડે ઊંડે તો ચિંતા સતાવતી હતી, કે ઘેર ગયા પછી રૂબરૂમાં કેવો ભડકો થશે!બીજા દિવસની સાંજે જહાનવીનો સેલફોન સરસ મજાની રિંગટોનથી ગુંજી ઊઠ્યો. તેણે રિસીવ કર્યો તો સામે અંકલ હતા. તેમણે કહ્યું: ‘તેં પછી મેસેજવાળી વાત તારાં આંટીને કહી કે નહીં!?’ જહાનવીને હતું કે આંટીનું આમ નામ લેવાથી અંકલ ટેન્શનમાં આવી જશે. તેણે મમ્મી સાથે પણ ચર્ચા કરી હતી. તેથી તે મૌન જ રહી.
મારે વાત કરવી છે યંગસ્ટર્સની કારણ કે યુવા હૈયામાં ભારોભાર ભોળપણ અને નિખાલસતા ભરી હોય છે. તેમનામાં કોઇ જાતનો ડંખ કે વેરભાવ જેવું હોતું નથી. યુવાનીના આવેગ કે આવેશમાં જે કહેવું હશે તે મોં પર જ સંભળાવીને મનને સાફ કરી નાખતા હોય છે. ‘અંકલ!’ જહાનવી મજાકના મૂડમાં બોલી: ‘તમે યાદ કરાવ્યું તે સારું કર્યું... હું હમણાં જ આંટીને કહું!’‘ના...ના...’ અંકલ એકદમ બોલી ઊઠ્યા: ‘ન કહ્યું હોય તો રહેવા દો!’
‘અંકલ...!’ જહાનવી ગંભીરતાથી બોલી: ‘મેં કહ્યું નથી અને કહેવાની પણ નથી. તમને અહેસાસ થયો એટલું જ પૂરતું છે...’ અંકલ મનોમન બબડ્યા: ‘આજકાલની આ છોકરી મને મૂંઝવણમાં મૂકી ગઇ!’

Comments
Post a Comment
Thanx For Comment