રેશમી નાઇટીમાં છુપાયેલી ક્રિનાની કાયા જોઈ સોમેશ ઉત્તેજિત થઈ ગયો



સંબંધોની આરપાર - મીતવા ચતુર્વેદી
સુરતમાં રહેતી ભાવિકાનાં લગ્ન અમદાવાદના વેલસેટ અને સ્માર્ટ રવિ સાથે થયાં હતાં. ભાવિકાના પરિવારમાં માતા-પિતા અને નાની બહેન ક્રિના હતાં. જ્યારે તેની સાસરીમાં સાસુ-સસરા અને દિયર સોમેશ હતાં. ક્રિના ભાવિકાના દિલનો ટુકડો હતી. તેઓ એક મિનિટ પણ એકબીજાથી અલગ રહી શકતા ન હતાં, પરંતુ ભાવિકાનાં લગ્ન બાદ બંને વિખૂટાં પડી ગયાં.
એક દિવસ ભાવિકાની તબિયત સારી ન હોવાથી તેણે પોતાની નાની બહેન ક્રિનાને એક અઠવાડિયું પોતાને ત્યાં રહેવા આવવા માટે કહ્યું. આમેય ક્રિના છેલ્લાં દોઢ-બે વર્ષથી તેની બહેનના ઘરે ગઈ ન હતી. તેથી એકદમ ખુશ થઈને તેણે ફટાકથી હા પાડી દીધી અને એક બેગમાં કપડાં ભરીને અમદાવાદ તેની બહેનના ઘરે પહોંચી ગઈ.
કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ક્રિના આકર્ષક યુવતી હતી. માંજરી આંખો પર લાંબી પાપણો શોભામાં વધારો કરતી હતી. ભાવિકાના ઘરમાં જો તેના જેટલું નાનું કોઈ હોય, તો તેનો દિયર સોમેશ જ હતો. તેની હાઈટ-બોડી અને સ્માર્ટનેસ કોઈ પણ યુવતીનું મન મોહી લે તેવી હતી. સોમેશ અને ક્રિના વચ્ચે હંમેશાં તૂ તૂ મૈં મૈં ચાલ્યા જ કરતી. ક્રિના બહેન-જીજાજી જેટલો જ સાહજિક વ્યવહાર સોમેશ સાથે કરતી, પરંતુ સોમેશના મનમાં તો કંઈક અલગ જ ચાલતું હતું. ક્રિના પ્રત્યે તેને જબરજસ્ત આકર્ષણ થઈ રહ્યું હતું. તે કોઈ ને કોઈ રીતે ક્રિના સાથે વધુ સમય ગાળતો સાથે તેને ઇમ્પ્રેશ કરવાના પ્રયત્નો પણ કરતો. ક્રિનાના મજાક-મસ્તીને કારણે તેને એવું લાગતું કે કદાચ ક્રિના પણ તેને પસંદ કરે છે. એક દિવસ ક્રિના સહિત ઘરનાં બધાં જ લોકો લગ્નમાં ગયાં. લગ્નનું સ્થળ ઘરથી ઘણું દૂર હતું. જમણવાર શરૂ થવાને ઘણી વાર હતી. હજુ તો એકાદ કલાક જ વીત્યો હશે ને ક્રિનાને માથામાં સખત દુખાવો શરૂ થયો, તેથી બહેન-જીજાજીએ ક્રિનાને લઈને ઘરે પરત ફરવાનું નક્કી કર્યું.
‘તમે રહેવા દો, હું ક્રિનાને દવાખાને બતાવી પછી ઘરે લઈને જઉં છું.’ કહીને સોમેશે તેમને જતાં રોક્યાં.
‘હા, મારી તબિયત એટલી પણ ખરાબ નથી, ઘરે જઈને થોડી વાર આરામ કરીશ તો મટી જશે. તમારે બંનેએ આવવાની જરૂર નથી. તમે અહીં હાજરી આપો.’ ક્રિનાએ કહ્યું.
બધા સહમત થઈ ગયા અને સોમેશ ક્રિનાને લઈને ડોક્ટરને ત્યાં ગયો. ડોક્ટરે આપેલી દવા ગળીને બંને જણ ઘરે પહોંચ્યાં. સોમેશ લિવિંગરૂમમાં ટીવી જોઈ રહ્યો હતો. ક્રિના ફ્રેશ થઈને બેડરૂમમાં સૂઈ ગઈ. સોમેશનું મન ક્રિનાના વિચારોમાં ચકરાવે ચઢયું હતું. તેને થયું કે આજે ખૂબ જ સારી તક સાંપડી છે. આમ વિચારીને તે ચુપચાપ બેડરૂમ સુધી પહોંચ્યો. ક્રિના બેડ પર સૂઈ રહી હતી. રેશમી નાઇટીમાં છુપાયેલી ક્રિનાની સુડોળ કાયા જોઈ સોમેશ ઉત્તજિત થઈ ગયો. પતંગિયું જેમ દીવડો જોઈને આકર્ષાય તેમ સોમેશ આકર્ષાયો. તે હળવેથી પલંગ સુધી પહોંચ્યો અને બેસીને ક્રિનાને માથાથી લઈને પગ સુધી નિહાળવા લાગ્યો. જેમ સિંહ હરણ પર તરાપ મારે તેમ તે ક્રિનાને ચોંટી પડયો અને માથાથી લઈને નાભી સુધીના ભાગને બેબાકળો બનીને ચૂમવા લાગ્યો. ક્રિનાએ તરત જ સ્વસ્થતા ધારણ કરીને તેને ધક્કો મારી ઊભી થઈ ગઈ.
સોમેશે કહ્યું, ‘ક્રિના, આઇ લવ યુ! એમાં શું વાંધો છે? અને તું પણ મને લવ....’
‘ના, સોમેશ હું તને માત્ર મારી બહેનનો દિયર અને એક સારો મિત્ર જ ગણું છું. મેં તારા વિશે ક્યારેય આવું વિચાર્યું જ નથી અને વિચારી પણ નહીં શકું. આવું બધું ફિલ્મોમાં થતું હોય છે, વાસ્તવિકતામાં નહીં. તો પ્લીઝ...’ ક્રિનાએ કહ્યું.
સોમેશને વાસ્તવિકતાનું ભાન થયું. તે ક્રિનાને સોરી કહીને પાછો ચાલ્યો ગયો. ક્રિનાએ પણ નાદાનીમાં થયેલી ભૂલ સમજીને તેને માફી દીધો અને મિત્રતાપૂર્ણ વ્યવહાર ચાલુ રાખ્યો.                                       
આટલું ન ભૂલશો
* કોઈની મજાક-મસ્તીનું ખોટું અર્થઘટન ક્યારેય કરવું જોઈએ નહીં.
* ફિલ્મી દુનિયા અને વાસ્તવિકતામાં ઘણો ફરક હોય છે તે બાબત ધ્યાનમાં રાખવી જોઈએ.
* કોઈ પણ પગલું ભરતાં પહેલાં સો વાર વિચારવું, ખોટું પગલું ક્યારેક સંબંધો બગાડે છે.
* દરેક ભૂલની માફી મળતી નથી.
 

Comments