લોભી કાગડો



કોકીલવનમાં એક ઝાડ ઉપર બુલબુલ અને કાગડો રહેતા હતા. કાગડાનું ઘર મીઠાનું અને બુલબુલનું ઘર મીણનું હતું.કાગડાભાઈ, મને થોડું મીઠું આપો ને!આમ બધાને મીઠું વહેંચીશ તો મારું ઘર રહેશે નહીં.અરે, પણ મેં તો ચપટી મીઠું જ માગ્યું છે. તમે કેટલીયવાર મારી પાસેથી મીણ લઈ જાઓ છો. એનું શું? ખોટી હોશિયારી ન કર. જા અહીંથી.ઉદાસ મોઢું કરીને બુલબુલ તેના ઘરે પાછું આવ્યું.આજે મીઠા વગર જ કામ ચલાવવું પડશે, પણ હવે હું એની મદદ નહીં કરું.એક દિવસ મૂશળધાર વરસાદ વરસ્યો. બુલબુલ પોતાના ઘરની બારીમાંથી બહારનું ર્દશ્ય જોઈ રહ્યું હતું.આજે તો ભયાનક વિનાશ સર્જાશે એવું લાગે છે.ત્યાં પેલો કાગડો પણ...મારું ઘર પાણીમાં ઓગળી ગયું. કોઈ તો રોકો. મારી મદદ કરો.

કાગડાનું ઘર વરસાદના પાણીમાં ઓગળી ગયું. તે થરથર ધ્રૂજતો હતો.એમ કરું, બુલબુલને ત્યાં જાઉં. એ મારી ચોક્કસ મદદ કરશે.દરવાજો ખોલતાં જ...કાગડાભાઈ તમે?બહેન, તારા ઘરે મને આજનો દિવસ આશરો આપ. વરસાદમાં મારું ઘર નષ્ટ થઈ ગયું. વરસાદ રોકાશે એટલે હું જતો રહીશ.બુલબુલ દયાળું હતું. તેણે કહ્યું...આવો, આ તમારું જ ઘર છે. શાંતિથી અહીં બેસો. હું જમવાની વ્યવસ્થા કરું છું.તારો આભાર.અહીં તમે સૂઈ જાઓ.હાશ, સારું થયું મને આશરો તો મળ્યો.બીજા દિવસે...વરસાદ રોકાઈ જાય એવું લાગે છે.

હવે તમારો શો વિચાર છે?બહેન, હું વિચારું છું કે વરસાદ રોકાય પછી જ જાઉં.વરસાદની મોસમ પણ પૂરી થઈ ગઈ. બુલબુલે સુંદર બચ્ચાંને પણ જન્મ આપ્યો. બચ્ચાં જોઈને લોભી કાગડાના મોઢામાંથી લાળ ટપકી. એક દિવસ...વાહ... વાહ... કેવા સુંદર બચ્ચાં છે! ખાવાની પણ મજા પડી જાય.વરસાદની મોસમ પણ જતી રહી. હવે તમે તમારા ઘરે જાઓ કાગડાભાઈ.ના બહેન ના, હું તો તારા બચ્ચાં ખાઈશ ને પછી જ અહીંથી જઈશ.કાગડાભાઈ, મેં તમને આશરો આપ્યો અને તમે મારા બચ્ચાંને જ ચાઉં કરી જવા માગો છો? થોડી વાર વિચાર કર્યા પછી...કાગડાભાઈ, તમે પહેલાં ચોખ્ખાચણાક થઈને આવો. પછી જ ભોજન કરજો.

Comments