શ્વેતાની કમનીય કાયાને અનિરુદ્ધ સ્લોમોશનમાં નિહાળ્યા જ કરતો..



સંબંધોની આરપાર - મિતવા ચતુર્વેદી
ચાર વર્ષ પહેલાં અનિરુદ્ધનાં અરેન્જ મેરેજ સુંદર, સુશીલ અને ગુણવાન કવિતા સાથે થયાં હતાં. અનિરુદ્ધ અને કવિતાનું દાંપત્ય જીવન સુખમય પસાર થઈ રહ્યું હતું. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતાં. અનિરુદ્ધને બેંગ્લુરુમાં સારા પેકેજની જોબ મળતી હોવાથી પતિ-પત્ની બંને ત્યાં સેટલ થયાં.
કવિતાને એકલતા ન અનુભવાય તે માટે તેની નાની બહેન શ્વેતાનો બે-ત્રણ દિવસે નિયમિત ફોન આવતો. તે ફોન પર પોતાના જીજાજી સાથે મસ્તી પણ કરી લેતી. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી વધુ અભ્યાસ કરવા માટે તેણે બેંગ્લુરુના એક ઇન્સ્ટિટયૂટમાં એડમિશન લીધું અને પોતાનાં બહેન-જીજાજીની સાથે રહેવા લાગી.
વીસ વર્ષની શ્વેતા ખૂબ જ ચંચળ મનની, નિખાલસ, મળતાવડા સ્વભાવની અને ફોરવર્ડ યુવતી હતી. ગોરો રંગ, ચંદ્ર સમાન તેજસ્વી લંબગોળ ચહેરો, ગુલાબની પાંખડી પણ ઝાંખી પડી જાય તેવા રસભર્યાં ગુલાબી હોઠ, કાજળ કરેલી અણિયાળી આંખો,ચહેરાને શોભાવતું ઘાટીલું નાક, લાઇનસર ગોઠવાયેલા દૂધ જેવા સફેદ દાંત, લાંબા અને કાળા રેશમી વાળ તેની સુંદરતામાં ઓર વધારો કરતા હતા. આકર્ષક ભરાવદાર શરીરમાં દરેકે દરેક અંગ એવા ઘાટીલા કે કુદરતે ફુરસતે ઘડયા હોય તેવું લાગે. તે હંમેશાં શોર્ટ સ્કર્ટ અને બેકલેસ ટૂંકાં કપડાં પહેરતી.
અનિરુદ્ધ ઓફિસેથી ઘરે આવે પછી શ્વેતા તેને વેતાલની જેમ વળગી પડતી. તે બહેન અને જીજાજી સાથે ખૂબ જ મજાક-મસ્તી કરતી. તેને કંઈ લેવું ખરીદવું હોય તો જીજાજીનો હાથ ખેંચીને પોતાની સાથે લઈ જતી. પુરુષનું મન વાંદરા જેવું હોય છે, કારણ કે વિચારો તેમાં ગુલાંટ માર્યા જ કરે છે. ધીરે ધીરે અનિરુદ્ધ શ્વેતા તરફ આકર્ષાવા લાગ્યો. ટૂંકાં કપડાંમાં નીખરતી શ્વેતાની કમનીય કાયાને અનિરુદ્ધ સ્લોમોશનમાં નિહાળ્યા જ કરતો. ડીપ નેક ટીશર્ટમાંથી દેખાતા શ્વેતાના ઉભારને જોઈને તેને ભેટવા અને પામવા માટે અનિરુદ્ધનું મન તલપાપડ બન્યું હતું.
રવિવારનો દિવસ હતો. અનિરુદ્ધ બેડરૂમમાં સૂઈ રહ્યો હતો. શ્વેતા બાથરૂમમાં નહાતી હતી. કવિતા મેઈન દરવાજાને લોક મારીને કરિયાણું-શાકભાજી ખરીદવા ગઈ. શ્વેતા આમેય ભુલક્કડ. ટુવાલ લેવાનો તો રહી જ ગયો. તેણે ટુવાલ માટે ‘દીદી-દીદી’ બૂમ પાડી. તેની બૂમોથી અનિરુદ્ધ જાગી ગયો. તેણે જોયું તો કવિતા ઘરમાં ન હતી. આજે સારી તક મળી છે તેમ જાણીને તે શ્વેતાના રૂમમાં પહોંચી ગયો અને ટુવાલ ધરી દીધો. શ્વેતા શરીરે ટુવાલ વીંટીને બહાર નીકળી ત્યારે અનિરુદ્ધ પલંગ પર બેઠો હતો. શ્વેતા તેમને જોઈને શરમાઈ ગઈ અને બ્લેન્કેટથી પોતાનું શરીર ઢાંકવા લાગી. તેણે કહ્યું, ‘જીજુ તમે અહીં, દીદી...’
‘કવિતા ઘરે નથી અને ટુવાલ માટે તારી બૂમ સાંભળી એટલે તને ટુવાલ આપવા આવ્યો, પણ તું આટલું બધું શા માટે શરમાઈ રહી છે.’ કહીને અનિરુદ્ધે શ્વેતાને પકડીને પલંગ પર બેસાડી. પોતે તેને ખૂબ જ પ્રેમ કરે છે તેમ કહીને શ્વેતાનો હાથ પકડીને તેને સહેલાવવા લાગ્યો. શ્વેતાની કુમળી કાયાએ આજે પહેલી વાર કોઈ પુરુષનો સ્પર્શ અનુભવ્યો હતો. બંને જણ લોહચુંબકની જેમ આકર્ષાયાં. સંબંધોનું ભાન ભૂલીને બંને એકબીજાને પામવા લાગ્યાં. હવે તો બંને ઘરમાં એકાંત ક્યારે મળે તેની જ રાહ જોતાં.
જોકે અનિરુદ્ધનું સાળી સાથેનું અફેર બહુ લાંબો સમય ન ટકી શક્યું. એક દિવસ બપોરે કવિતા સાડી ખરીદવા માટે જઈ રહી હતી ત્યારે રસ્તામાં આવતા એક ગાર્ડનની બહાર તેણે અનિરુદ્ધની કાર જોઈ. તેણે આજુબાજુ નજર કરી, પરંતુ અનિરુદ્ધ ક્યાંય ન દેખાયો,તેથી તે ગાર્ડનમાં ગઈ. તેણે ત્યાં જોયું કે એક ખૂણામાં બાંકડા પર અનિરુદ્ધ અને શ્વેતા એકબીજાને ભેટીને કિસ કરી રહ્યાં હતાં. કવિતા દોડતા પગે ત્યાં પહોંચી ગઈ. કવિતાને પોતાની સામે ઊભેલી જોઈને બંને જણ ડઘાઈ ગયાં. આંખમાં આંસુ અને ગુસ્સા સાથે તેણે કહ્યું, ‘અનિરુદ્ધ આટલો જ પ્રેમ કરો છો મને! શ્વેતા તો નાદાન છે, પરંતુ તમે તો મોટા છો.’ તેણે શ્વેતાને બે તમાચા લગાવી દીધા. શ્વેતા કંઈ જ ન બોલી શકી અને રડતાં રડતાં તેના પગમાં પડી ગઈ અને અનિરુદ્ધ પણ બે હાથ જોડીને કવિતાની માફી માગવા લાગ્યો.
કવિતાએ બંનેને માફ કરી દીધાં, પરંતુ ત્યારબાદ સાળી અને જીજાજી આખી જિંદગી એકબીજાની સામે આંખ ઉઠાવીને જોઈ પણ ન શક્યાં.               
આટલું ન ભૂલશો
* સાળી-બનેવીના સંબંધમાં થોડીઘણી મજાક-મસ્તી બરાબર છે. છતાં બંનેએ પોતાનાં વર્તન-વ્યવહારને મર્યાદામાં રાખવાં જોઈએ.
* કોઈ પણ સંબંધ હોય, પરંતુ સ્ત્રી-પુરુષે થોડી ક્ષણો પણ એકાંતમાં ગાળવી નહીં.
* કોઈની પણ સાથે બહુ હળીમળી જવું યોગ્ય નથી. ઘણી વખત જાણે-અજાણે કોઈ અણછાજતું વર્તન પણ કરી શકે છે.

Comments