સીતાએ સામેથી સંપર્ક કરી આલાપને કહ્યું, ‘ગુડમોર્નિંગ એન્ડ હેપી ન્યુ યર...!’ બે ત્રણ વખત કહ્યું ત્યારે સામેથી માંડમાંડ જવાબ મળ્યો: ‘થેંક્યુ...’ વળી ચૂપકીદી છવાઇ. મૌન તેનો મલાજો જાળવીને ઊભું રહ્યું. સીતાને થયું કે ઓળખાણ નથી પડી લાગતી પણ ત્યાં સામેથી અવાજ આવ્યો: ‘મને વિશ્વાસ નથી બેસતો કે તારો આમ ફોન હોય!’ સીતા જીભ પર સાકરનું પોતું ફેરવી મીઠાશથી બોલી: ‘આપણે આ દિવસે તો ખાસ શુભેચ્છા પાઠવવી પડે...!’ સીતાનું આમ કહેવું સાંભળી આલાપ સળગતી સીંદરીની જેમ પથારીમાં વળ ખાઇ ગયો, તેની ઊંઘ ઊડી ગઇ. થર્ટીફર્સ્ટની પાર્ટીમાંથી રાતે મોડો આવ્યો હતો.
આંખો લાલ અને ભારે-ભારે હતી. શરીર સાવ ઢીલું અને સ્ફૂર્તિવગરનું હતું, પણ સીતાના ફોનથી તે હલબલિ ગયો. ન સહી શકાય તેવી ઊથલપાથલ તેને રંજાડવા લાગી. શું કરવું કે કહેવું કંઇ સૂઝતું નહોતું. તે જખ્મી સર્પના માફક ફૂંફાડા મારવા લાગ્યો. આજકાલ યંગસ્ટર્સમાં કોર્પોરેટ પાર્ટીઓનો ક્રેઝ વધતો જાય છે. તેના લીધે બારડાન્સરો, હુક્કા, ડી.જે. અને સુરાપાનની બોલબાલા યુવાનોની સાથે યુવતીઓમાં પણ થવા લાગી છે. તેને પોષવા પ્રોફેશનલ પાર્ટીઓ પણ ધૂમ મચાવે છે.
આલાપ આવી પાર્ટીમાં રાતભર ઝૂમીને આવ્યો હતો. તેનો નશો ઊતરે તેમ નહોતો પણ સીતાએ થડમૂળથી હચમચાવી નાખ્યો. નશો ઊતરી ગયો હતો. બરાબર એક વર્ષ પહેલાં આવી પાર્ટીના લીધે જ સીતા સાથેના પ્યારભર્યા સંબંધનો કરુણ અંત આવ્યો હતો. બંને વચ્ચે બોલાવાનો તો શું, સામે મળવાનો પણ વ્યવહાર રહ્યો નહોતો. છતાંય સીતાએ આમ શુભેચ્છા દ્વારા સામેથી ચિનગારી ચાંપી હતી. હવે શું કરવું તે આલાપ માટે પ્રાણપ્રશ્ન થઇ પડ્યો હતો.
અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતી ગામડાની સીતા આલાપને ગમી અને હૈયામાં વસી ગઇ હતી. ગામડાની ગોરી ગમે એમ કહેવું સહેલું છે પણ જે દ્રાક્ષ અને રુદ્રાક્ષનો ભેદ ન સમજે તેના માટે સ્વીકારવાનું અઘરું છે. યુવાનોને ‘સિલ્ક’ જેવી સ્માર્ટ અને નખરાળી યુવતીઓ ગમે છે પણ કેરેકટરમાં મધરટેરેસા જેવી જોઇએ છે! સીતામાં આ બધું છે. તેથી આત્મીયતા બંધાઇ હતી, પણ પ્રશ્ન આવી પાર્ટીમાં આવવાના દુરાગ્રહના લીધે પેદા થયો હતો.
સીતાએ સાવ શુદ્ધ ગુજરાતીમાં સંભળાવી દીધું હતું: ‘હું એવી ગંદી પાર્ટીમાં નહીં આવું.’ ત્યારે આલાપે વ્યંગમાં કહ્યું હતું: ‘તારા જેવી ગમાર મણબહિનને એ પાર્ટી ગંદી જ લાગે!’ સીતાને હાડોહાડ લાગી ગયું હતું. ‘હું ગામડાની ગમાર તો તું શહેરનો શેતાન!’ સામે આલાપ આગની માફક સળગી ઊઠ્યો હતો. સીતા ગામડાની સમજદાર યુવતી છે. તે યંગસ્ટર્સની હરક્તોથી સહેજેય અજાણ કે અજ્ઞાન નથી. એક યુવતી તરીકે પોતે શું કરવું અને શું ન કરવું તે બરાબર સમજે છે. પછી તો બંને વચ્ચે શહેર અને ગામડાની એક દીવાલ ઊભી થઇ ગઇ હતી. આ ગ્લોબલાઇઝેશનમાં શહેર અને ગામડાની સીમાઓ ભૂંસાવા લાગી છે. માણસ ક્યાં વસવાટ કરે છે તે મહત્વનું નથી પરંતુ તેના આચાર-વિચાર અને રહેણીકરણી કેવા છે તે અગત્યનું છે.
સીતાના પ્રેમની દુનિયા ઉજડાઇ ગઇ હતી. સ્વપ્નનો મહેલ ધરાશાયી થઇ ગયો હતો. જીવનમાં શૂન્યાવકાશ છવાઇ ગયો હતો. હું કેવા માણસ સાથે પ્રેમ કરી બેઠી! પણ સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ, પોતાની જાતનું અવલોકન કરો તો જણાશે કે જે જે ફટકા તમને પડે છે એનું નિમિત્ત પણ તમે પોતે જ છો. આ સમજાશે ત્યારે જ આપણે ઠંડા પડીશું અને સાથોસાથ નવી આશાનું કિરણ ઝળકશે... સીતાને સમજાઇ ગયું હતું તેથી એ આલાપને ભૂલી ગઇ હતી પણ અંતરની અગોચર બેઠેલું કોઇ તત્વ આવી હરક્ત કરી બેઠું અને તેને હેપી ન્યુ યર કહ્યા. પછી પસ્તાવો થયો.
એકાદ કલાક બાદ આલાપનો ફોન આવ્યો. તેણે પૂછ્યું ‘સીતા! ક્યાં છો?’ સીતાએ જવાબ આપ્યો: ‘અહીં જ છું, સતી સીતાની જેમ જમીનમાં સમાઇ નથી ગઇ!’ સીતાનું આમ કહેવું આલાપને આકરું લાગ્યું. છતાંય થોડીવાર ચૂપ રહીને સાચું બોલ્યો: ‘સીતા! તું આજે પણ એટલી જ ગમે છે.’ સીતા હોઠ પછાડીને બોલી: ‘રાતે પાર્ટીમાં કોઇને કહ્યું હશે તે ઘસાઇ ગયેલી કેસેટ મારી પાસે વગાડે છે!’ આલાપનો ગુસ્સો આસમાને પહોંચી ગયો.
તે તાડૂકીને બોલ્યો: ‘હા, તું કહે છે તેમ... પણ એક વાત કાન ખોલીને સાંભળી લે... તને ચાહું છું, જીવનભર ચાહતો રહીશ... મને ઘર અને બજારની ચીજની બરાબર ખબર છે.’ સીતાનું હૃદય ધબકારો ચૂકી ગયું. તેને નહોતું બોલવું છતાંય બોલી જવાયું: ‘બજારનો સ્વાદ ચાખ્યા પછી ઘરની અસલિયતનો ખ્યાલ આવ્યો!’ થોડીવાર બંનેની અબોલતા વચ્ચે મોબાઇલના પલ્સ ઉમેરાતા રહ્યા. આલાપે ભીના સ્વરે કહ્યું: ‘સીતા, આપણે નવેસરથી ન મળી શકીએ?’ સીતાએ પ્રેમથી પ્રતિભાવ આપ્યો: ‘હા, ચોક્કસ મળી શકીએ.’ આમ કહી સીતા પલંગ પર ઢગલો થઇને બેસી ગઇ. આલાપને છંછેડવો હતો, તેના બદલે પોતે જ છંછેડાઇ ગઇ.
છાતીમાં ફફડાટ વ્યાપી ગયો. કાનમાં પડઘાતું હતું: ‘જીવનભર તને પ્રેમ કરતો રહીશ...!’ પ્રેમ સૂર્ય જેવો છે, દરેક પ્રભાતે ચમત્કાર સજેઁ છે. આખી દુનિયાને અજવાળે છે. સુંદર દિવસની ભેટ આપે છે. આ શુભ સવારે પોતાને હજુ ઘણાં કામ છે તેમાં આ નવતર કામ આવ્યું. જાણે દૂધમાં મેળવણ ઉમેરાયું! ઘરના વિશાળ ફળિયામાં આંટો માર્યો પણ કોઇ કામમાં ચિત ચોંટ્યું નહીં અને ફરી આલાપને સેલફોન લગાવ્યો. કોલાવેરી...ડીની કોલરટ્યૂન સંભળાતી રહી. તેની સાથે હૃદયનાં સ્પંદનો લયબદ્ધ જોડાતાં રહ્યાં, આવા સમયે એક ક્ષણ પણ વસમી અને વિરાટ લાગે.
સીતા ફરી એક વખત વમળમાં ફસાઇ. કેટલા સંતાપ અને સંઘર્ષ પછી સફળતાની ટોચ પર પહોંચી છે ત્યાં આ લાગણીનું વંટોળ ફૂંકાવા લાગ્યું! અસ્થિર થઇ જવાશે, ગબડી પડાશે તેવો ડર લાગ્યો. શું કરવું? સીતા અવઢવમાં મુકાઇ ગઇ. વળી આલાપનો ફોન આવ્યો. રિસીવ કરવો કે નહીં તેવું વિચારે તે પહેલાં અનાયાસે આંગળી દબાઇ ગઇ. મોબાઇલ એકદમ કાને ધર્યો: ‘બોલ શું હતું?’ આલાપના સવાલને મનમાં મમળાવ્યા પછી હિંમતભેર કહ્યું: ‘નવા વરસનાં વધામણાં કરવા અમે પાર્ટી યોજી છે તમે આવો. ત્યાં આપણે નવેસરથી મળીએ.’
આલાપે અચરજથી પૂછ્યું: ‘ક્યાં?’ તો કહે, ‘શહેરના એક ઘરડાઘરમાં!’ આલાપ એક કાને થઇ સાંભળવા લાગ્યો: ‘તેનાં સંતાન બનીને નવું વરસ ઊજવીએ, મારા માટે આ દિવસ ભારે શુકનવંતો છે!’ આલાપ સીતાને બરાબર ઓળખતો હતો તેથી આખી વાતને પામી જતા વાર ન લાગી. તેણે કહ્યું: ‘સીતા, તું કહે ત્યાં આવવા તૈયાર છું’. સીતાએ લાગણીના વમળમાંથી બહાર નીકળીને કહ્યું, ‘આલાપ! સીતા નહીં ગ્રામ પંચાયતની સરપંચ આપને નિમંત્રણ પાઠવે છે! તમને વાંધો ન હોય તો આવો દિલના દરવાજા ખુલ્લા છે!’ આલાપને આખી વાત સમજતાં થોડી વાર લાગી.

Comments
Post a Comment
Thanx For Comment