મારી ષોડશીના હાથની રસોઇ તમે જો એકવાર ચાખો તો પછી બીજાએ બનાવેલી રસોઇ જમો જ નહીં. એનાં આંગળાંમાં જ મીઠાશ છે.
બાવીસ વર્ષની ષોડશી પરણીને સાસરિયામાં આવી એ સાથે જ મારફતિયા પરિવારનો માહોલ ફરી ગયો. સાસુજી વનલતાબહેન ફૂલીને ફાળકો થઇ ગયાં. આખો દિવસ એમની જીભ ઉપરથી વહુનાં જ વખાણ ઝર્યા કરે, ‘અમારી ષોડશી જેવી રૂપાળી તો ઐશ્વર્યા પણ નથી લાગતી...! મારી ષોડશીના હાથની રસોઇ તમે જો એકવાર ચાખો તો પછી બીજાએ બનાવેલી રસોઇ જમો જ નહીં. એનાં તો આંગળાંમાં જ મીઠાશ છે. એની સાડી પહેરવાની છટા જોઇ મને તો એમ જ થાય છે કે આપણે જિંદગી આખી શું કર્યું? કાપડનો તાકો વીંટાળીને ફયાઁ કર્યા?!’ સસરાજી મધુકાન્તભાઇની હાલત પણ લગભગ આવી જ હતી.
મધુભાઇ આમ પરંપરાવાદી માણસ. એમનો એવો આગ્રહ ખરો કે વહુ સામાજિક પ્રસંગોએ સાડી જ ધારણ કરે. ઘરમાં પણ નાઇટી કે ગાઉન પહેરીને ષોડશી એના શયનખંડની બહાર ન આવી શકે, પણ એકવાર ષોડશી અને એનો પતિ સંગાથ સાંજના સમયે મિત્રવર્ગની ડાન્સ પાર્ટીમાં જઇ રહ્યાં હતાં, ષોડશીએ જીન્સ પહેર્યું હતું. એને ખબર હતી કે સસરાજી અત્યારે બહાર છે અને રાત્રે જ્યારે પોતે ઘરે પાછી ફરશે ત્યારે તો એ ઊંઘી ગયા હશે, પણ ઝાંપા આગળ જ મધુભાઇ ભટકાઇ ગયા.
ષોડશી શરમની મારી પાણી-પાણી થઇ ગઇ. દોડીને કારમાં બેસી ગઇ. મધુભાઇ પણ પોતાની ધૂનમાં હતા, એટલે અડધું જોયું ને અડધું ન જોયું કરીને તેઓ ઘરમાં આવ્યા. પછી એ મૂંઝાયા, ‘એ સાંભળે છે? ટીનાની મા! આ હમણાં મને સામે મળી એ કોણ હતી, આપણા સંગાથની હારે?’‘હવે લાજો જરાક આવું પૂછતાં! સંગાથની હારે એની બાયડી સિવાય બીજું કોણ હોય વળી?’ વનલતાબહેને પતિને એમની બાઘાઇ માટે આડે હાથ લીધા.
‘હેં?! એ આપણી ષોડશી હતી? સાચું કહું, ટીનાની મા? આપણી વહુ તો આપણી દીકરી કરતાંયે જીન્સમાં વધારે શોભે છે!’ મધુભાઇએ સાચા દિલથી પ્રશંસા કરી. પછી થોડુંક વિચારીને ઉમેર્યું, ‘વહુને કહેજે કે ઘરની બહાર નીકળે ત્યારે રોજ સાડીના ડૂચા વીંટવાની જરૂર નથી. એને જે પહેરવું હોય તે પહેરે! જો વહુ શોભી ઊઠશે તો આપણેય દીપી ઊઠીશું.’
સૌથી મોટી પ્રતિક્રિયા ટીના તરફથી આવી. ટીના એટલે ષોડશીની નણંદ. સત્તર વર્ષની મોંએ ચડાવેલી, ચિબાવલી, એકની એક દીકરી. સુખી પરિવારની અને ખૂબસૂરત હોવાથી ભણવાને બદલે ઇતર પ્રવૃત્તિઓમાં એ વધારે રસ લેતી હતી. ડાન્સિંગ, ફેશન પરેડ, એક્ટિંગ અને પાર્ટીઓમાં મોજ-મસ્તી આ બધામાં ટીના યુનિવર્સિટી ફર્સ્ટ હતી. સંગાથ-ષોડશીનાં લગ્ન દસમી ડિસેમ્બરે થયાં હતાં, એ પછી વીસ જ દિવસ બાદ એકત્રીસમી તારીખ આવી પહોંચી.
ટીના તો પાર્ટીમાં જવા માટે એક મહિનાથી થનગનતી હતી. રોક એન રોલ, બેલે, સાલ્સા ને હપિ-હોપ જેવાં ડઝનેક પાશ્વાત્ય નૃત્યો શીખવતા વર્ગો ભરીને એ મિત્રવર્તુળમાં છવાઇ જવા માગતી હતી. પિતા મધુભાઇએ દીકરા-વહુને પણ એની સાથે મોકલી દીધાં, ‘ટીના ઉપર નજર રાખજો. એક તો એ આટલી રૂપાળી છે, કુંવારી છે અને કપડાંયે આટલાં ટૂંકાં પહેર્યાં છે. આજ-કાલ એકત્રીસમી ડિસેમ્બરની પાર્ટીઓમાં કેવું-કેવું થતું હોય છે! તમે એની આસ-પાસમાં જ રહેજો! મધરાતે પાછા આવો ત્યારે કોઇ ફરિયાદ હોય તો મને ભરઊંઘમાંથી જગાડજો.’ ટીના-ત્રિપુટી રાતે બે વાગે ઘરે પાછી ફરી. ફરિયાદ તો હતી, પણ એ ટીનાને હતી.
એ સીધી જ પપ્પા-મમ્મીના બેડરૂમમાં ધસી ગઇ અને ભેંકડો તાણીને રડવા માંડી, ‘આજ પછી હું ક્યારેય ભાભીને મારી સાથે ડાન્સ-પાર્ટીમાં નહીં લઇ જાઉં!...એં...એં...એં...! ભાભીને કેવું સરસ નાચતાં આવડે છે! બધા એમને જ ‘પ્રેઇઝ’ કરતા હતા. મારી તો પાવલી પડી ગઇ...’ જો બીજા લોકો ષોડશીનાં આટલાં વખાણ કરતા હોય, તો પછી એના પતિ સંગાથનું તો પૂછવું જ શું? બીજાઓ મીઠાઇને માત્ર જોઇ શકતા હતા, જ્યારે સંગાથ તો એને ચાખી શકતો હતો, આરોગી શકતો હતો, આસ્વાદી શકતો હતો.
ષોડશી સાસરિયામાં છવાઇ ગઇ હતી અને યોગ્ય કારણોથી જ છવાઇ ગઇ હતી. માત્ર સુંદર હોવાને કારણે કોઇ સ્ત્રી સદાકાળ માટે શ્વસુરગૃહના તમામ સભ્યોના દિલ જીતી ન શકે. ષોડશી પાસે આવડતનો આટો હતો, સ્વભાવની શર્કરા હતી, સદ્ગુણોની સ્નિગ્ધતા હતી, પછી આ બધાના મિશ્રણમાંથી જે મધુર વાનગી તૈયાર થતી હતી એની ઉપર સૌંદર્યનું સોનેરી વરખ હતું. કાશ! જિંદગી આમ ને આમ ગુજરતી રહી હોત!
‘‘‘
ઘરના તમામ સભ્યો હાજર હતા. સાંજનો સમય હતો. ષોડશી ચાની સાથે ખાવા માટે ગરમાગરમ દાળવડાં ઉતારી રહી હતી, ત્યાં એનો સેલફોન રણકી ઊઠ્યો. મધુકાન્તભાઇના ઘરમાં બધા સંસ્કારી માણસો હતા, એ લોકો જાણતા હતા કે વહુના મોબાઇલ ફોન પર બહુ બહુ તો એનાં પિયરમાંથી કોઇનો ફોનકોલ આવતો હોય. વનલતાબહેન બાજુમાં જ ઊભાં હતાં એ રસોડાની બહાર ચાલ્યાં ગયાં, જેથી વહુ મુક્તપણે વાત કરી શકે.
ટીના કશુંક લેવા માટે કિચનમાં જતી હતી તેને પણ મમ્મીએ રોકી દીધી, ‘હમણાં બેસ જરા, ચાંપલી! આખો દી’ ભાભી-ભાભી કરે છે, પણ તારી ભાભીનાંય બીજા સગાં હોય કે નહીં? આ તો ષોડશી વળી એટલી સારી છે કે આ શહેરમાં જ એનું પિયરિયું હોવા છતાં પંદર દિવસે માંડ એક વાર બાપના ઘરે જાય છે. બીજી કોઇ હોય તો રોજ બે ઘરની વચ્ચે શટલિયા રિક્ષા દોડાવતી રહે?’ અંદર રસોડામાં ષોડશીની હાલત પથ્થરની પૂતળી જેવી હતી. સેલફોન પર એક ચિર-પરિચિત પુરુષ-સ્વર એને પૂછી રહ્યો હતો, ‘હાય, જાનેમન! મને યાદ કરે છે કે પછી ભૂલી ગઇ? મારું નામ તો તને આપવું નહીં પડે ને, ડાર્લિંગ?’
‘મિ. આતુર આટાવાલા! તમારું નામ પણ મને યાદ છે અને તમારું કામ પણ હું ભૂલી નથી. કોલેજમાં ભણતી સંસ્કારી ઘરની સુંદર છોકરીઓને પ્રેમની લોલીપોપ ચગળાવીને ફસાવવી, પછી એને છોડી દેવી અને જ્યારે તે પરણીને એનાં સાસરિયામાં શાંતિથી ગોઠવાઇ જાય ત્યારે બ્લેકમેઇલ કરીને એની પાસેથી પૈસા પડાવવા, આ જ છે ને તમારા ધંધા? પણ મારી સામે તમારી કારી નહીં ફાવે. ફોન કાપી નાખો નહીંતર મારે પોલીસને જાણ કરવી પડશે.’ ષોડશી એક દમ ધીમા, દબાયેલા અવાજે બોલી ગઇ, પણ એના શબ્દોમાં દઝાડી મૂકે તેવી આગ ભરેલી હતી.
આતુર એક નંબરનો લબાડ અને રીઢો ગુનેગાર હતો. એ અટ્ટહાસ્ય કરી રહ્યો, ‘સ્વીટી, તું જ્યારે ગુસ્સો કરે છે ત્યારે તો મને વધારે વહાલી લાગે છે, પણ એક સલાહ આપું? પોલીસ પાસે પછી જજે, પહેલા તારા પતિને તો આપણા પ્રેમસંબંધની જાણ કરી દે! ચૂપ કેમ થઇ ગઇ?’ આટલું કહ્યા પછી આતુરે દાટી આપી દીધી, ‘ચૂપચાપ હું કહું તેમ કર્યા કરજે. આવતી કાલે બપોરે...ચાર વાગ્યે....હોટલ બ્લૂ પર્લના કમરા નંબર ત્રણસો ત્રણમાં હું તારી રાહ જોતો હોઇશ. ઓન ધ ડોટ આવી જજે. સાથે દસ હજાર રૂપિયા કેશ....અને તારી આંગળી પર સોનાની વીંટી તો હશે જ ને!... અને હા, તારી માખણ જેવી સુંવાળી, પોચી, કાયા તો ખરી જ. તારી રસ્ટિવોચમાં બે કલાકનો સમય ભરીને આવજે...બાય, ડાર્લિંગ...’
એ સાંજ પણ ઢળી ગઇ, રાત પણ પડી ગઇ, ભોજન કરીને સૌ પથારીમાં પડ્યા. સંગાથે ભાંગતી રાતે વાત કાઢી, ‘ષોડશી, એની પ્રોબ્લેમ? તારું મોં કેમ પડી ગયું છે? તારા પિયરમાં તો બધું બરાબર છે ને? પપ્પા-મમ્મીની તબિયત? મેં જોયું કે સાંજે જ્યારથી તારા મોબાઇલ ફોન પર કોલ આવ્યો ત્યારથી તારો મૂડ બદલાઇ ગયો છે. એક વાત કહું? આપણે બે શરીરો પણ એક આત્મા જેવા છીએ. તું મને ગમે તેવી ગંભીર વાત જણાવી શકે છે.
તારે પૈસાની જરૂર હોય તો તિજોરીની ચાવી ટેબલના ખાનામાં જ પડી હોય છે. તારી પાસે ક્યારેય નાણાંનો હિસાબ માગવામાં નહીં આવે. બસ, તું મને ગમે છે. ઘરમાં બધાને ગમે છે અને તું જ્યારે હસતી હોય છે ત્યારે અમને વધારે ગમે છે.’ એ રાતે જ્યારે સંગાથ પણ ઊંઘી ગયો, ત્યારે ષોડશી ઊઠી, પથારીમાંથી ઊભી થઇ અને પોતાનો દુપટ્ટો ગળામાં નાખીને પંખા સાથે લટકી ગઇ. સવારે મારફતિયા પરિવારમાં આક્રંદ, હાહાકાર અને આઘાત મચી ગયા. સંગાથ માથું પટકી-પટકીને રડી રહ્યો હતો.
એના ખિસ્સામાં એની પ્રાણપ્યારી પત્નીનાં હાથેથી લખાયેલી ટૂંકી ‘સ્યૂસાઇડલ નોટ’ પડેલી હતી, જે એ કોઇને વંચાવવાનો ન હતો. ષોડશી લખી ગઇ હતી, ‘મારા મોત માટે મારા ભૂતકાળ સિવાય બીજું કોઇ જવાબદાર નથી. હું જઉં છું, ઉપર જઇને મારે ભગવાનને પૂછવું છે- મારા જેવી સંસ્કારી ને સુંદર છોકરીને આવું ઉત્તમ સાસરું આપતાં પહેલાં આવો કામી, લંપટ અને દુષ્ટ પ્રેમી શા માટે આપ્યો?’

Comments
Post a Comment
Thanx For Comment