નંદન માટે આ નાજુક અને ન કહી શકાય કે ન સહી શકાય તેવી સ્થિતિ હતી. અંગત જીવનમાં જ નહીં પરંતુ અલ્પ અને અલભ્ય ક્ષણોમાં ખલેલ પડતી હતી. સમસ્યા સૂક્ષ્મ હતી પણ તેની શારીરિક અને માનસિક અસર અસ્વસ્થતા સર્જતી હતી.ચારુ અને નંદન આમ તો નવદંપતી છે. વસંતપંચમીના દિવસે તેમણે પ્રભુતામાં પગલાં માંડ્યાં છે. શરૂઆતનું પખવાડિયું હરવા-ફરવામાં ક્યારે પસાર થઇ ગયું તેની ખબર રહી નહીં. પણ છેલ્લા આ અઠવાડિયાનું બરાબર ભાન થયું. તોબા પોકારી ગયાં. સ્વર્ગમાંથી સીધા જ નરકમાં આવી ગયાં હોય તેવો અહેસાસ કરવા લાગ્યાં હતાં.
પ્રાઇવેટ કંપનીમાં બંને જોબ કરે છે. સવારે બંને લંચ બોક્સ લઇને અલગ-અલગ જગ્યાએ પહોંચી જાય છે. દિવસભર માત્ર મોબાઇલ પર હાય, હલ્લો... થઇ શકે છે, પરંતુ રાતે નિરાંતે મળી શકાશે તેવી આશામાં દિવસ સડસડાટ પસાર થઇ જાય છે. આ મહાનગરમાં પોતાનું ઘર હોય અને એક છત તળે એકમેકમાં ખોવાઇ જવાનું સુખ મળે તે ધરતી પરનું સ્વર્ગ ગણાય. પણ આ સુખમાં વિક્ષેપ પડતો હોય એવું આ દંપતીને લાગે છે.
બે ત્વચા વચ્ચેથી હવાને પસાર થવું પણ મુશ્કેલ બને તેવા સુંવાળા કે સમાધસ્થિ ટાણે બહારનો ઘોઘરો અને ખર્... ખર્... અવાજ ત્રસ્ત કરી દે છે. આ બાબતે ચારુનો મૌન આક્રોશ વીજળીના કરંટ જેવો લાગે છે. હજુ તો પંડ્ય પરની પીઠી ભૂંસાઇ નથી, પાનેતરમાં ક્રિઝ નથી પડી ત્યાં ઘરના એકના એક સભ્ય વિશે ફરિયાદ ક્યાં કરવી? અને ખુદ નંદન ત્રસ્ત અને ફરિયાદી હતો પછી ચારુએ કહેવાની જરૂર નહોતી.
અંતે નંદને તેના મિત્ર અવકાશને મળવા કહ્યું. બંને એક કેન્ટીનમાં ભેગા થયા. એકાદ મિનિટની ખામોશી પછી નંદને જ કહ્યું: ‘યાર! અમારી તો ઊંઘ હરામ થઇ ગઇ છે!’‘કેમ!?’ અવકાશે પ્રતિ સવાલ કર્યો.‘જો અવકાશ, અમારો વન બીએચકેનો ફ્લેટ છે. સંકડાશ પડે છે. શ્વાસ લેવાનું પણ મુશ્કેલ છે એમ કહું તો ચાલે.’‘પણ તેમાં ઊંઘ હરામ થવાની વાત ક્યાં આવી!?’‘તું જાણે છે ને, મમ્મીને જૂનો દમ છે, રાત આખી ઉધરસ ચાલુ જ રહે છે, બોલ આમાં ઊંઘ ક્યાંથી આવે!?’ નંદન તેના પેટમાં હતું તે ઓકી ગયો.
અવકાશને આખી વાતનો તાળો મળી ગયો. કારણો સાચાં કે ખોટાં, વાજબી કે ગેરવાજબી હોય પણ સો વાતની એક વાત કે, માતા તેના એકથી વધારે પુત્રોને ઝૂંપડા સાથે રાખી શકે છે પરંતુ દીકરાઓ એક માતાને બંગલામાં પણ સાચવી શકતા નથી.ચા આવી. બંનેએ અબોલપણે ચાને ન્યાય આપ્યો.
નંદનનાં મમ્મી મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતાં હતાં. થોડાં વરસો નોકરીનાં બાકી હતાં છતાંય નિવૃત્તિ લઇ લીધી હતી. એક તો શરીર સાથ આપતું નહોતું અને બીજું વીમો અને જીપીએફનાં નાણાં છુટ્ટાં થાય!પોતાનું મકાન નહોતું. કપરી અને કારમી મોંઘવારીમાં સામાન્ય માણસને ઘર લેવું તે અસામાન્ય ઘટના છે, પરંતુ આવેલી રકમમાંથી સ્લમ એરિયામાં અગિયાર લાખનો ફ્લેટ ખરીધ્યો હતો. મમ્મીને નિરાંત થઇ હતી, દીકરા માટે ઘર થયું હતું તેથી.
‘શું કરું હું!?’ નંદન હૈયાવરાળ કાઢતાં બોલ્યો: ‘માંડ માંડ સગાઇ થઇ, મહામુસીબતે મેરેજ થયાં, મકાન લેવામાં તો આંખે પાણી આવી ગયાં... ત્યાં વળી આ મુસીબત, જીવવું હરામ થઇ ગયું છે, અમારું!’
જીવનનું બીજું નામ સંઘર્ષ છે. ગતિ અને પ્રગતિ માટે સંઘર્ષ કરી આગળ વધવાનું હોય છે. ઉદ્ભવતી સમસ્યાનો સામનો કરવાનો હોય છે. પણ ઘણા લોકો સામાન્ય સમસ્યાને પણ વિરાટ સ્વરૂપ આપી દઇ પોતે વ્યથિત અને સ્થગિત થઇ જતા હોય છે. નાની કે મોટી દરેક સમસ્યાને ગંભીરતાથી લેવી પણ તેને ગંભીર રૂપ ન આપવું.
‘તેમાં સાલ્લી આ મારી વાઇફ...’ નંદન તાડૂકીને બોલ્યો: ‘કરિયાવરમાં એટલો સામાન લઇને આવી છે કે ફ્લેટમાં પગ મૂકવાની પણ જગ્યા નથી રહી.’
કોઇ વહુઆરુ કરિયાવરમાં સમજ અને સંસ્કાર લઇને આવે તે, દરેક દીકરાની મમ્મીએ મંજૂર રાખવાનો સમય પાકી ગયો છે. દહેજને દેશવટો આપવો પડશે.અવકાશે સીધો જ સવાલ કર્યો: ‘આમાં શું કરી શકાય, કેવી રીતે રસ્તો નીકળે!?’ નંદનને કહેવું હતું તે અવકાશે કહી દીધું.આમ તો ઘર નાનું હોય અને દિલ મોટું હોય તો ઘરના દરેક સભ્યો અગવડમાં સગવડ ઊભી કરી સમાયોજન સાધી લેતા હોય છે.
‘અવકાશ!’ નંદન દર્દભર્યા સ્વરે બોલ્યો: ‘કોઇ સારું વૃદ્ધાશ્રમ હોય તો...’જનેતાને જતી જિંદગીએ વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાતે સ્થળ અને કાળ સઘળું સ્તબ્ધ થઇ ગયું. સાંભળનારના કાન બહેર મારી ગયા.‘સાવ કાઢવાની વાત નથી. અમે અઠવાડિયે આંટો મારતાં રહીશું...’ નંદન નાક પર ચÃથરું નાખીને બોલ્યો: ‘મારાં મમ્મી છે ને...!’અવકાશ એકદમ ઊભો થઇ ગયો. પછી જતાં જતાં નંદનને કહેતો ગયો: ‘હું તપાસ કરીને કહીશ.’
નંદનને નિરાંત થઇ. મનનો ભાર ઓછો થયો. આમ પણ મમ્મીને ફ્લેટમાં દિવસ કાઢવો ભારે પડે છે, તેથી વૃદ્ધાશ્રમમાં સારું રહેશે. નંદને આમ વિચારી મનોમન સાંત્વન મેળવી લીધું.ત્રીજા દિવસે અવકાશનો ફોન આવ્યો. તેણે કહ્યું: ‘દોસ્ત! મમ્મી માટેનું સ્થળ મળી ગયું છે!’‘એમ...!!?’ નંદનથી એકદમ બોલાઇ ગયું: ‘તો જલદી એનું એડ્રેસ લખાવ...’‘મારું ઘર!’ અવકાશે એકદમ કહી દીધું.‘મારી મજાક શું કરવા કરે છે મિત્ર?’ નંદને દુભાતા અવાજે કહ્યું.અવકાશે કહ્યું: ‘ઇશ્વરે મારી સાથે ક્રૂર મજાક કરી મારાં મમ્મીને તેની પાસે બોલાવી લીધાં. હવે મને મમ્મી મળે છે તો હું મજાક શા માટે કરું!?’નંદન પાસે બોલવા માટે કોઇ શબ્દો નહોતા. તેની જીભ સિવાઇ ગઇ હતી.

Comments
Post a Comment
Thanx For Comment