શિયાળની ચતુરાઈ



 
કાનનવનમાં શમેરો સિંહ રહેતો હતો. તે વનનો રાજા હતો. એક દિવસ સવારે ઊઠ્યો ત્યારે...મસ્ત નીંદર માણી, પણ હવે કકડીને ભૂખ લાગી છે. શું કરું? શમેરો ગુફામાંથી બહાર નીકળી વનમાં આગળ વધ્યો.થોડી વારમાં શિયાળ તેના બાળકો અને પત્ની સાથે શમેરોની ગુફા સુધી પહોંચ્યા. ચુન્નુ-મુન્નુના પપ્પા, તમારી વાત સાચી છે. આપણે અહીં જ વસવાટ કરીએ.અરે, આપણે હવે અહીં જ ડેરો જમાવીએ.દિવસ વીત્યો ને સાંજ થવા આવી. શિયાળ ગુફા આગળ બેઠું હતું. તેણે શમેરોને દૂરથી આવતા જોયો.શિયાળે બૂમ પાડી, ‘બાપરે! બાપ!’શું થયું? તમે જોરથી કેમ બૂમ પાડો છો?શિયાળે તેની પત્નીને દૂરથી આવતો શમેરો સિંહ દેખાડ્યો.આપણે તો ગયા કામથી.ચૂપ કર તું. વિચારવા દે મને.

થોડી વાર પછી શિયાળે તેની પત્નીના કાનમાં ધીમેથી કંઈક કહ્યું સમજી ગઈ ને? હા, બિલકુલ.શમેરો ગુફા પાસે આવી ગયો ત્યારે જ... બાળકો, તમે શું કામ રડો છો? બાળકો સિંહને ખાવા માગે છે.હું મારા બાળકોની ઈચ્છા જરૂર પૂરી કરીશ.બાપરે! આ ક્યા પ્રાણીઓ આવી ગયા છે! સિંહ ગભરાઈને વનમાં દૂર ચાલ્યો ગયો. વનમાં આગળ ગયો તો અવાજ આવ્યો... અરે! શમેરો રાજા કોનાથી ડરીને ભાગે છે? ચૂપ થા વાંદરા! આ વનમાં શક્તિશાળી પ્રાણીઓ ઘૂસી આવ્યા છે ને મારી જ ગુફામાં બેઠાં છે. એટલે હું ભાગી રહ્યો છું.

વાંદરો હસે છે... રાજાજી, તમે બહુ ભોળા છો. એ તો શિયાળ છે. આજે સવારે જ તે પરિવાર સાથે આવ્યો છે. ખોટું ન બોલ. હું તને મૂર્ખ લાગું છું? તમને ભરોસો ન હોય તો ચાલો મારી સાથે. એ જ વખતે શમેરોએ કહ્યું... તું મારી સાથે દગો ન કરે એ માટે એક દોરડું આપણા બંનેના ગળામાં નાંખી લઈએ.પણ મારી એક શરત છે. કેવી શરત? મંજુર છે. આ રીતે બંનેએ પોતપોતાના ગળામાં એક જ દોરડું બાંધી દીધું. શિયાળે એ બંનેને ગુફા તરફ આવતા જોયા. જો પેલો નકામો વાંદરો સિંહને લઈને ગુફા તરફ આવી રહ્યો છે. હવે શું કરીશું? ચૂપ રહેવાનો ઈશારો કરીને શિયાળ જોરથી બોલ્યું... અરે! હજુય બાળકો રડે છે!

હા, એમની ઈચ્છા સિંહને કાચો ખાવાની છે. ચિંતા ન કર. જો, વાંદરો યોગ્ય સમયે સિંહને પકડી લાવ્યો છે. અરે! તું એક જ સિંહ લઈને આવ્યો? તેં તો બે સિંહ લઈ આવવાનો વાયદો કર્યો હતો! શિયાળની વાત સાંભળીને શમેરોના હોશ ઉડી ગયા. તેણે વાંદરા સામે ક્રોધે ભરાઈને કહ્યું... દુષ્ટ વાંદરા, મને તારા ઉપર પહેલાથી જ શંકા હતી.રાજાજી સાંભળો. આ તો શિયાળની ચાલ છે. શમેરો ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગ્યો. તેની સાથે વાંદરો ઢસડાતો ચાલ્યો. શિયાળે યુક્તિ ઘડીને જંગલના રાજાને ભગાડી મૂક્યો. પોતાની લુચ્ચાઈ પર તે હસતો હતો.

Comments