તાપી નદીના પાણીમાં ઝંપલાવીને મોત મીઠું કરવાનો અશોકનો નિર્ણય અફર હતો. આપ મૂઆ પછી ડૂબ ગઇ દુનિયા, તમામ સમસ્યાનો અંત.ઉઘરાણીવાળા પછી ભલે પાછળ આવે!
હજુ પણ અશોકને વિશ્વાસ બેસતો નહોતો. પોતે તંદ્રામાં છે કે પછી જાગ્રત અવસ્થામાં! કારણ કે તેની સામે જ તેનું પ્રિયપાત્ર સપના ઊભી હતી, પણ અશોક હોસ્પિટલના બિછાને બેઠો છે તે વાસ્તવિકતા છે.તાપી નદીના બહોળા પાણીમાં ઝંપલાવીને મોત મીઠું કરવાનો અશોકનો નિર્ણય અફર હતો. આપ મૂઆ પછી ડૂબ ગઇ દુનિયા, તમામ સમસ્યાનો અંત. પૈસાની ઉઘરાણીવાળા પછી ભલે પાછળ આવે!છેલ્લે અશોક પાસે ઝેર ખાવાના પણ પૈસા રહ્યા નહોતા.
નદીમાં કૂદી પડવા આવ્યો ત્યારે ખિસ્સામાં બે સિક્કા બચ્યા હતા. તેમાંથી એક કોઇનનો ઉપયોગ કરી પત્ની નીતાના, ટેલિફોન દ્વારા ખબર અંતર પૂછ્યા હતા. દાંપત્યજીવનમાં સ્ત્રી-પુરુષના સંબંધને કોઇ વ્યાખ્યામાં બાંધી ન શકાય. ફૂલ અને સુગંધ જેવો છે આ સંબંધ. જેમ સુગંધ અર્દશ્ય હોવા છતાં તેની હાજરીનો અહેસાસ થાય છે તેમ અર્ધાંગિની દૂર હોવા છતાં તેનું હોવાપણું હૃદયના દ્વારે ટકોરા માર્યા કરે છે.
પ્રેમાળ પત્ની અને પરિવાર છોડી અશોક કમાણી અર્થે આ શહેરમાં આવ્યો હતો. અનુભવે સમજાયું હતું કે હીરા ઘસવાથી માત્ર શરીર ઘસાશે, બાકી બોરડી બે પાંદડે નહીં થાય. મજુરી કરવાથી પેટનો ખાડો પૂરી શકાય, પૈસાદાર ન થવાય. અશોકને રાતો-રાત ધનવાન બની જવું હતું!ઘણા યુવાનો સોનેરી સમણાં લઇને શહેરમાં આવે છે. કૌશલ્ય અને લાયકાત સાથે સમજપૂર્વક પ્રગતિ સાધે છે. પણ કેટલાક યુવાનો શહેરના વૈભવી જીવનથી અંજાઇને, માલામાલ થવાના પેંતરા રચે છે. પરિણામે પસ્તાવાનો વારો આવે છે.
પોતાને પણ ગાડી, બંગલો હોય...લાખોમાં નહીં પણ કરોડોમાં કારોબાર ચાલતો હોય આમ વિચારી અશોકે ગોલમોલ શરૂ કરી. હીરાનું એક પડીકું ગાય ચાવી ગઇ છે અને ગાયનું છાણ ચોરાઇ ગયું! આમ કહી અશોક તેના શેઠ સામે ઊંચા હાથ કરીને ઊભો રહ્યો હતો. આ તેનો માલિક સાથેનો વિશ્વાસઘાત હતો.‘અશોક!’ અશોકની તંદ્રા તૂટી. તેણે શરમ-સંકોચ સાથે સપના સામે જોયું. સપનાની સ્નેહ નીતરતી આંખો કહી રહી હતી, ‘આ તમે શું કર્યું, શું કરવા કર્યું?’
હા, હવે યાદ આવ્યું કે નીતાને ફોન કર્યા પછી પણ એક સિક્કો સિલકમાં હતો. વિચારના અંતે સપનાને કોલ કર્યો હતો. અંતિમ પળોમાં માણસ સ્વજનને સાંત્વન આપતો હોય છે, પણ પ્રિયજન આગળ તો હૈયાની વાતને ઠાલવતો હોય છે. મનમાં જે હોય તે સાચું જ બોલી જાય છે. મુશ્કેલીમાં મુકાયેલો માણસ સ્વજનનો સાથ માગવા હાથ લંબાવે તો કદાચ સ્વજન બહાનાનો બેરર ચેક સામે ધરી દે પણ પ્રિયજન તો પ્રાણ ન્યોછાવર કરવાના પ્રોમિસરી નોટ આપે...
અહીં આમ જ બન્યું હતું. નીતાને ધીરજ ધરવાનું સાંત્વન આપ્યું હતું અને કહ્યું હતું, ‘ચિંતા નો કરતી, નાણાનો બંદોબસ્ત થાશે એટલે ગામડે આવતો રહીશ.’ પણ સપનાને સાચું જ કહ્યું હતું, ‘પૈસાની ઉઘરાણીવાળાઓએ મારું જીવવું હરામ કરી દીધું છે. મને કાગડા-કૂતરાના મોતે મારે, તેના કરતાં હું જાતે જ મોતને ભેટું છું.’ સામે સપનાએ પૂછ્યું હતું, ‘અત્યારે ક્યાં છો?’ તો કહ્યું હતું, ‘આ એસ.ટી.ડી. બૂથ છોડીને ખોલવડ પાસેના નદીના પુલ પરથી પડતું મૂકવાનો છું.’ સપના કશો જ વિલંબ કર્યા વગર એ પુલ પર પહોંચી ગઇ હતી. જોયું તો અશોક પાણીમાં તરતો હતો. પછી તેને લઇ આમ હોસ્પિટલમાં દાખલ કરી દીધો હતો.
જીવનમાં કોઇ વ્યક્તિના ખાલીપાવાળો સમય બહુ ખરાબ હોય છે. ઘરથી એકલો પડેલો અશોક ખાલીપો અનુભવતો એ બજારમાં જઇ ચઢ્યો હતો. ત્યાં તેને સપના મળી ગઇ હતી. સપના સાથેની ચાહતમાં પૈસાનો વ્યવહાર ગૌણ બની ગયો હતો. તે કહેતી હતી, પૈસાથી અમારું બદન ખરીદી શકાય છે, પ્રેમ નહીં.
સોનાની મૂરત જેવી સુરતમાં અશોકને એકદમ કરોડપતિ થઇ જવું હતું. તેના સ્વપ્ન સાચા હતા પણ રસ્તા ખોટા હતા. દામની સાથે નામ કમાવું એ કાંઇ ખોટું નથી. હોનહાર યુવાનોએ કરોડોની કમાણી કરી, ગામડે મોટી સખાવતો આપી છે. જમીનની લે-વેચમાં કરોડોની કમાણી છે એમ સમજી અશોકે જમીનનો સોદો કર્યો હતો. તેમાં પોતાની મૂડી તો ઠીક પણ મિત્રો, સગાં-સંબંધી અને ગામડાંની મિલકત ગીરવે મૂકીને નાણાં રોક્યાં હતાં. પણ સામેની પાર્ટી બોગસ નીકળી. તેમના નામે તો જમીન જ નહોતી. અશોક છેતરાયો અને પાયમાલ થઇ ગયો હતો. સમયમર્યાદા પૂરી થતાં ઉઘરાણીવાળા પાછળ પડી ગયા હતા. છેવટે અશોકે આપઘાત માટેનું પગલું ભર્યું હતું, પણ મોત એ સમસ્યાનો અંત નથી જ નથી.
અશોક એમ જ સપના સામે જોતો રહ્યો. તેને થયું કે સપનાના માથે હાથ મૂકીને કહું, ‘સપના! તેં બચાવ્યો ન હતો તો મારી લાશ ક્યાંક તરતી હોત. હવે તો બસ તારી સાથે જ જીવીશ!’સપનાનું હૈયું ભરાઇ ગયું હતું. તેને કહેવું હતું પણ કહી શકતી નહોતી. આમ તો સપનાની પણ એક અલગ કહાની છે. આ શહેરે તેનાં સ્વપ્નને છિન્નભિન્ન કરી નાખ્યાં છે. તે અહીં નોકરી કરવા આવી હતી પણ આમ બજારમાં ક્યારે આવી ગઇ તેનું તેની ઊછળતી યુવાનીએ ભાન રહેવા દીધું નહોતું. સપના દર માસે તેના પરિવારને પગાર મોકલાવે છે. ઘરે તો એમ જ છે કે સપના કોઇ સારી નોકરી કરે છે!
પણ માણસનો પોતાનો પડછાયો, પોતાના કરતાં લાબો થવા લાગે ત્યારે સમજવું કે હવે જિંદગીનો સૂરજ અસ્ત થવામાં છે. આમ જુઓ તો આ બંનેને એટલું જ લાગુ પડે છે પણ બીજા દિવસનો સૂરજ સોનેરી સવાર લઇને આવે છે, એ પણ એટલું જ સાચું છે.સપનાએ ભારે હૃદયે કહ્યું, ‘અશોક! અંતિમ સમયે મને યાદ કરી, વાત કરવાના લાયક સમજી તે બદલ ધન્યતા અનુભવું છું.’
સપનાનું આમ કહેવું અશોકને થોડી ક્ષણો બાદ સમજાયું. તેને પણ કહેવું હતું, ‘સપના! તને યાદ કરી એટલે તો આમ નવજીવન પામી શક્યો....’‘મારું જીવન સાર્થક થઇ ગયું.’ સપનાએ ભીની આંખોને લૂછતાં-લૂછતાં કહ્યું, ‘હવે મોત આવે તો પણ મંજુર છે.’‘સપના!’ ઊભા થઇ અશોકે સપનાનો હાથ ઝાલી લીધો. કંચન અને કથીર વચ્ચેનો ભેદ પરખાઇ ગયો હતો. તેણે આવેશમાં આવી જઇને કહ્યું, ‘તું મારા સપનાની રાણી છો.’
‘ના...’ સપના એકદમ બોલી ગઇ, ‘સપનાની રાણી, સ્વપ્નમાં જ સારી અને પ્યારી લાગે વાસ્તવ જીવનમાં નહીં...’ અશોકને થયું કે, સપનાના મોં આડે હાથ દઇને અટકાવે. પણ તે અટકે તેમ નહોતી. તેણે આગળ કહ્યું, ‘ન્યૂઝ ચેનલના સ્ક્રોલ પર આ સમાચાર આવી રહ્યા છે. મેં તમારા ગામડે પણ ફોન કરી દીધો છે. તમને લેવા તે લોકો આવતા જ હશે...’ સપનાએ છેલ્લી નજર નાખીને અશોકને કહ્યું, ‘આવજો..!’ દરવાજાનો વળાંક વળી ત્યાં સુધી તે સપનાને જોતો રહ્યો.

Comments
Post a Comment
Thanx For Comment