મારા માટે ભેટ લાવવી અનિવાર્ય છે સમજ્યા!’ નેહાના આ શબ્દો દક્ષના કાનમાં ગુંજતા હતા, હૃદય પર સતત રમતા હતા. શું ભેટ આપું તો નેહાને વધુ સારું લાગે... દક્ષ માટે આ સવાલ અવઢવભર્યો હતો. લાગણીભરી મૂંઝવણ મનને પજવતી હતી.આમ સારું લગાડવાનું ચલણ અનાદિકાળથી ચાલ્યું આવે છે. ગમે તે કરો, ગમે તેમ કરો... પણ સારું લગાડો! ખાસ કરીને યુવાન હૈયાના નાજુક સંબંધોમાં સારું લગાડવાની ફેશન લગભગ ફરજિયાત જેવી થઈ ગઈ છે, પણ આમ કરવાની લાયમાં ક્યારેક અનિષ્ટ સર્જાતું હોય છે. સંબંધ બંધાવા કે સંધાવાના બદલે છેદાઈ જતા હોય છે.
પ્રિયજનને ક્ષણિક સારું લાગશે પણ જીવનભરનું શું ? સારું કરતાં, સાચું લાગે તે કહેવું અને આપવું તેમાં બન્નેપક્ષે કલ્યાણ છે. ભેટ-સોગાત હૃદયની હોય, હૃદયથી હોય... તેમાં વસ્તુ ગૌણ બને છે, લેનાર અને દેનારનું જ મહત્વ અને મૂલ્ય અંકાતું હોય છે.
નેહાને આમ માગણી કરવાની આદત છે. તેમાં તેનાં મમ્મી-પપ્પા એટલાં જ જવાબદાર છે. નાનપણથી જ નેહા સાથે તેની આ આદતને પણ ઉછેરી છે. હવે મોટી થયાં પછી તે લાગણીમાં માગણીનું મિશ્રણ કરે છે. બે વરસ પહેલાંના બર્થ ડે નિમિત્તે મોબાઈલ લીધો. છેલ્લે સ્કૂટી લેવડાવ્યું. પપ્પાને મોંઘવારી વધારો રોકડમાં મળ્યો હતો એટલે મેળ બેસી ગયો, નહીંતર...
મોબાઈલ પરથી મિસ્ડકોલ મારવાની પણ નેહાને બહુ ટેવ છે. જોકે આ સાર્વજનિક ટેવ છે. મેં એક યુવતીને કહ્યું : ‘મિસ્ડકોલ શું કરવા મારે છે ? વાત જ કરી લેને? એવું હશે તો બેલેન્સ હું કરાવી દઈશ !’ તો કહે, મિસ્ડકોલની એક મઝા હોય છે. માની લીધું. પણ મઝા ક્યાંક સજામાં ફેરવાઈ ન જાય તેની કાળજી રાખવી પડે. નેહા સાથે આવું જ બન્યું હતું. સ્કૂટી પર સવાર થયેલી નેહાના એક હાથમાં મોબાઈલ હતો. વારંવાર મિસ્ડકોલ કરવા છતાં દક્ષનો નો-રિપ્લાય જ આવતો હતો. ગુસ્સો ગગન તરફ ગતિ કરતો હતો. સાથે સ્કૂટીની ગતિ પણ તેજ થતી જતી હતી. ધ્યાન મોબાઈલમાં હતું...રોડ પર બેસીને નિરાંતના જીવે વાગોળતી ગાય સાથે સ્કૂટી અથડાયું. એક બાજુ ગાય અને બીજી બાજુ બાય, બાય...!
આ બાજુ દક્ષને ખ્યાલ આવ્યો હતો કે નેહા હોસ્પિટલાઈઝડ છે. તેમાં નિમિત્ત પોતે છે. કારણ કે નેહા રીતસરનું ટોર્ચર કરતી હતી: ‘દક્ષ! તમારા લીધે જ મારી આ દશા થઈ છે. તુરંત જ જવાબ આપવામાં તમને કોણ સગલી રોકે છે!? મારા માટે વાત કરવા જેટલો પણ ટાઈમ નથી!? હૈદરાબાદમાં જઈ ભૂલી ગયો કે પછી કોઈ ફ્રેન્ડ મળી ગઈ...!?
કંઈ અઘટિત ઘટે તો તુરંત જ સામેના પાત્ર પર દોષારોપણ કરવાનું સામાન્ય બની ગયું છે. મને ભૂલી ગયા છો... આવી શંકાઓ છીછરા અને સ્વાર્થમય સંબંધોમાં વારંવાર જાગતી હોય છે. ન્યુ કલ્ચર કે ક્યાંક ન્યુ જનરેશનમાં ઊડીને આંખે વળગે તેમ આમ બનતું જોવા મળે છે. કાદવ ઉછાળવામાં કોઈની શોભા હોતી નથી. સંબંધની પણ એક ગરિમા હોય છે.
ફોરેન લેંગ્વેઝની સ્ટડી માટે દક્ષ હૈદરાબાદ આવ્યો છે. તે નેહાને વારંવાર કહે છે, તું મિસ્ડ કોલ ન કર. હું ડિસ્ટર્બ થાઉં છું અને દરેક વખતે વાત કરી શકું તેવી સ્થિતિ હોય એવું ન બને. હું ભણવા અને કંઈક બનવા આવ્યો છું તે ભૂલવું ન જોઈએ.
હૈદરાબાદ રજવાડી સિટી છે. ગોવળકોંડાના કિલ્લામાં શાહજાદા અને નર્તકી વાઘમતીની પ્રેમકથાને પ્રસ્તુત કરતો લાઈટ શો જોયા પછી નેહાને પામવાની ઈચ્છા પ્રબળ બની હતી. નેહા નવેલી નાર બને તેવી ભેટ શિલ્પગ્રામમાંથી મળી હતી. સન્ડેના લીધે તે શિલ્પગ્રામ જોવા આવ્યો હતો. લુપ્ત થતી કલા-સંસ્કૃતિને ઉજાગર કરતા આ પરિસરના પ્રત્યેક પથ્થરને કલામય ઘાટ આપવામાં આવ્યો છે. તમે જે કલ્પના કરો તે તમને પથ્થરમાં મૂર્તિમંત થતી લાગે. દક્ષને તો પ્રત્યેક પથ્થરમાં નેહા જ દેખાતી હતી. તેનું બીજું કારણ એ હતું કે હવે તે પ્રિયતમામાંથી વાગ્દતા બનવાની હતી !
વહેલી તકે મળવાની ઝંખનાએ દક્ષ પોતાનું સ્ટાઈપેન્ડ વાપરીને પણ બાય પ્લેન આવે છે. સીધો જ હોસ્પિટલે પહોંચે છે. નેહાને વ્હીલચેરમાં બેઠેલી જોઈ દક્ષના મનમાં ધ્રાસકો પડે છે. છતાંય મક્કમ મને નેહાને પુષ્પગુચ્છ આપે છે. રડમસ ચહેરે નેહા સ્વીકારે છે.
‘નેહા ! આમાં શું હશે ... જો તો !’ આમ કહીને આકર્ષક બોક્સ નેહાના હાથમાં આપે છે. નેહા થોડા ખચકાટ સાથે બોક્સને સ્વીકારે છે પછી ધડકતાં હૈયે બોક્સને ખોલવા જાય છે. પણ પ્યાર ભરી હરક્ત કરીને દક્ષ તેને રોકે છે અને લાડથી કહે છે :‘શું હશે બોક્સમાં...!!?’
નેહા, નેણની ઢીંગલીઓ વાંકી કરીને કૃત્રિમ રોષ સાથે દક્ષ સામે જુએ છે.‘હૈદરાબાદની પ્રખ્યાત આઈટમ લઈ આવ્યો છું તારા માટે !’ગિફ્ટ ગમે છે તેથી નેહા ત્વરિત બોક્સ તોડે છે. જિજ્ઞાસાસભર તેમાં જુએ છે તો. અંદર સોનેરી ઝાંઝર હોય છે. સર્પદંશ થયો હોય તેમ નેહાનો હાથ ખેંચાઈ જાય છે અને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. ચાદર ખસી જતા પાટો બાંધેલા બન્ને પગ ઉઘાડા થઈ જાય છે. પોતાના હાથે ઝાંઝર પહેરાવવાનું દક્ષના મનમાં જ રહી જાય છે. તે ચિત્કાર સાથે આંખો બંધ કરી લે છે....

Comments
Post a Comment
Thanx For Comment