મીતાનાં પરાક્રમો



 
ત્રણેય ભાઈબહેન ભૂખ હડતાલ પર ઊતયાઁ હતાં, પરંતુ બે કલાકમાં જ પિઝા-બર્ગર-કોલ્ડડ્રિંક... યાદ આવવા લાગ્યાં. એટલે પપ્પાના સૂચનને ઝટ સ્વીકારી લીધું. શહેરથી વીસેક કિલોમીટર દૂર મીતાનું ગામ રામપુર. ત્યાં મીતાનાં દાદા-દાદી નાનું ખેતર ખેડે. ઘેર એક ગાય પણ ખરી. મીતાએ ત્રણેય ભાઈબહેનને પોતાના ગામ લઈ જવા માટે તેમના માતા-પિતાની રજા લીધી.

વિકી, જહોન અને જુલી ભૂખ હડતાલ પર ઊતર્યા. બાર વર્ષનો વિકી અને જહોન જોડિયા ભાઈ અને જુલી ચૌદ વર્ષની બહેન. શહેરમાં તેમના પિતાનો આલિશાન બંગલો, ગાડી, નાનો બગીચો અને સ્વિમિંગ પૂલ! શહેરની પ્રખ્યાત શાળામાં તેઓ ભણે. ડ્રાઈવર લેવા-મૂકવા જાય. સવારે ઊઠે ત્યારે તેમના જ ઘરે સરવન્ટ ક્વાર્ટરમાં મમ્મી-પપ્પા સાથે રહેતી દસ વર્ષની મીતા તેમની સેવામાં હાજર થઈ જાય. રાત્રે મીતાએ યુનિફોર્મ ઈસ્ત્રી કરીને તૈયાર રાખ્યા હોય. સવારે ત્રણેય ભાઈબહેન માટે દૂધ-નાસ્તો અને લંચબોક્સ બનાવે. સ્કૂલબેગ ભરવામાં મદદ કરે. જુલીને પોની બાંધી આપે.

મીતાના પપ્પા ડ્રાઈવર છે અને મમ્મી રસોઈ સહિતનું બધું કામ સંભાળે. હોશિયાર મીતા ભણવાની સાથે-સાથે મમ્મીને પણ મદદ કરે. વિકી-જહોન-જુલી વેકેશનનો સમય મોજમજાથી પસાર કરે. સવારે મોડાં ઊઠે, મીતાના હાથનો સ્વાદિષ્ટ નાસ્તો, જયૂસ-દૂધ પીએ. સ્વિમિંગ કરે. પછી એ.સી. ચાલુ કરીને કમ્પ્યુટર ગેમ્સ રમે. બપોરે સેન્ડવિચ-પિઝા-પાસ્તા-બર્ગર ખાય. કોલ્ડડ્રિંકસ પીએ. બપોર આખી કાર્ટૂન્સ જોવામાં જાય. તેમાં પાવરપફ ગર્લ્સ, સ્વોટ, ટિનટિન, જંગલબુક જેવાં સાહસભયાઁ કાર્ટૂન્સ ત્રણેયને ખૂબ જ ગમે. એક દિવસ કાર્ટૂન્સ જોતાં-જોતાં ત્રણેયને કંઈક નવું સાહસ-પરાક્રમ કરવાનું મન થયું. ત્રણેય ઊપડ્યાં પપ્પા પાસે.

‘પપ્પા, અમારે એડવેન્ચર કરવું છે. અમને પ્લીઝ, સાઈકલ લઈને દૂર-દૂર જવા દો.’ પપ્પા હસવા લાગ્યા. ‘તમે સાહસ કરશો? પહેલાં તો તમે લોકો વહેલાં ઊઠીને તમારા કામો તો જાતે કરો. સ્વિમિંગને બદલે છબછબિયાં કરો છો... ગાડી વિના ક્યાંય જતા નથી...! પહેલાં થોડી ચાલવાની, દોડવાની, સાયકિલંગની પ્રેક્ટિસ કરો.’આમ તો ત્રણેય ભાઈબહેન ભૂખ હડતાલ પર ઊતયાઁ હતાં, પરંતુ બે કલાકમાં જ પિઝા-બર્ગર-કોલ્ડડ્રિંક... યાદ આવવા લાગ્યાં. એટલે પપ્પાના સૂચનને ઝટ સ્વીકારી લીધું.

શહેરથી વીસેક કિલોમીટર દૂર મીતાનું ગામ રામપુર. ત્યાં મીતાનાં દાદા-દાદી નાનું ખેતર ખેડે. ઘેર એક ગાય પણ ખરી. મીતાએ ત્રણેય ભાઈબહેનને પોતાના ગામ લઈ જવા માટે તેમના માતા-પિતાની રજા લઈ લીધી. મીતા કહે, ‘ચાલો, ગામ તો નજીક જ છે. સવારે સાડાપાંચે સાઈકલ લઈને નીકળી જઈએ તો દોઢ-બે કલાકમાં પહોંચી જઈએ.’

વહેલાં ઊઠવાની વાતે ત્રણેય ભાઈબહેન ફસકી જવા માંડ્યા. હવે તેમને મીતાનું ગામ દૂર લાગવા માંડ્યું. મીતાએ સમજાવ્યું કે ચાલો અઠવાડિયું અહીંયા પ્રેક્ટિસ કરીએ. સવારે છ વાગે ચારેય સાઈકલ લઈને નીકળી પડે! નાનું ચક્કર મારી આવે. ઘરના કમ્પાઉન્ડમાં દોડાદોડી કરતાં-કરતાં સાતતાળી, થપ્પો રમે. અઠવાડિયા પછી વહેલી સવારે પાંચ વાગ્યે અંધારામાં જ ચાર સાઈકલો મીતાને ગામ જવા નીકળી પડી.

થોડે દૂર ગયાં હશે ત્યાં તો એક સાથે ચાર સાઈકલો દોડતી જોઈને શેરીનાં કૂતરાં પાછળ પડ્યાં. ત્રણેયે સાઈકલ ભગાવી. શ્વાસ ભરાઈ ગયા. મીતાએ ધરપત આપી કે કૂતરું પાછળ પડે ત્યારે સાઈકલ ઊભી રાખીને કૂતરાની સામે થઈએ તો કૂતરું તરત જ ભાગી જાય.ઠંડો પહોરનો હળવો હળવો પવન વાતો હતો. ઝાડ ઉપર પંખીઓનાં ક્લબલ ચોખ્ખાં સંભળાતાં હતાં. હસતાં-રમતાં ચારેય મીતાના ખેતરે પહોંચ્યાં. સૂરજ ઊગું-ઊગું થઈ રહ્યો હતો. આકાશ લાલ-ગુલાબી-પીળા રંગોથી સોહામણું લાગતું હતું. આકાશનું પ્રતિબિંબ મીતાના ખેતર પાસેની તલાવડીમાં પડતું હતું તે જોવા બધાં ઊભા રહી ગયા.

‘આવો-આવો’. મીતાના દાદા-દાદી આવ્યાં. ગમાણમાં બાંધેલી ગાય બાળકોએ પહેલી વાર જોઈ. મીતાએ ગાયને દોઈને બધાંને તાજું દૂધ પાયું. દાદીમાએ વડની વડવાઈનો હિંચકો બતાવ્યો. બાળકોએ શરૂઆતમાં બીતાં-બીતાં ધીમેથી હિંચકા ખાધા. પછી તો બધાંને ખૂબ મજા પડી. બપોરે ખેતરની ખુલ્લી હવામાં ઝાડ નીચે દાદીમાએ રોટલો-શાક-ઘી-ગોળ-છાસ લાવીને મૂક્યાં.

કકડીને ભૂખ લાગી હતી તેથી કોઈને પિઝા યાદ પણ ન આવ્યા. બધાંએ ધરાઈને ખાધું. બધાં ખાટલાં પર આડાં પડ્યાં. ઝાડ પરથી કોયલના અવાજો સંભળાતા હતા. મોર ફરતા હતા. દૂરથી બકરીના બચ્ચાંના અવાજ... પ્રવાસનો થાક અને ઠંડી હવા. આહાહા... મજા પડી ગઈ. સાંજે બધાં ટેકરીઓ તરફ ફરવા ગયાં. મંદિરમાં આરતી કરી. રાત્રે ખુલ્લાં ખેતરમાં તારા ગણતાં-ગણતાં સૂઈ ગયા. સવારે વહેલા ઊઠીને, ફરી સાઈકલ પર સવાર થઈને બધાં હસતાં-હસતાં ઘરે પહોંચ્યાં.

પપ્પા કહે, ‘વાહ, મારા પરાક્રમી બાળકો...’વિકી કહે, ‘ના પપ્પા, પરાક્રમી તો મીતા છે. રોજ વહેલી ઊઠીને કેટલું કામ કરે છે!’ ‘હા પપ્પા’, જહોને સાદ પુરાવ્યો. ‘અમારી સાઈકલ તો કેવી સરસ છે! મીતાની સાઈકલમાં તો બ્રેક લાગતી નથી. ચેઈન ઊતરી જાય છે. સીટ પણ એકદમ ફાટેલી છે...’‘અને પપ્પા,’ જુલી બોલી. ‘અમે તો સ્વેટર-ટોપી બધું પહેરેલું હતું અને પગમાં સ્પોર્ટ્સ શૂઝ... મીતાનો તો પાતળો ડ્રેસ અને પગમાં સ્લીપર. વળી, ગામડે જઈને પણ મીતાએ દાદા-દાદીને મદદ કરી.’ ‘કેટલી બધી વખત ઝાડ પર ચડીને શેતુર ખવડાવ્યા! સિળયાથી પાડીને ગોરસઆમલી ખવડાવી. કેટલાયે તારા ઓળખાવ્યા અને ગાય દોઈ અને રોટલા પણ બનાવ્યા.’પપ્પા કહે, ‘પરાક્રમ તો મીતાનાં જ!’બધાં સાથે બોલી ઊયાં, ‘હા, હા, પરાક્રમ તો મીતાનાં જ.

Comments