આનંદે નિકિતાના શરીર પરથી સાડી હટાવી દીધી ...



સંબંધોની આરપાર - મીતવા ચતુર્વેદી
કોલેજમાં નિકિતાને અભિષેક નામનો છોકરો ગમતો હતો. આખરે એક દિવસ નિકિતાને અભિષેક સાથે વાત કરવાનો મોકો મળી ગયો. વરસતાં વરસાદમાં ઘરે કેવી રીતે પહોંચવું તેની ચિંતામાં નિકિતા બસસ્ટોપ પર ઊભી હતી ત્યાં જ અભિષેકે આવીને લિફ્ટ માટે ઓફર કરી. બસ પછી તો મિત્રતા શરૂ  થઈ ગઈ અને આ મિત્રતા બહુ ઝડપથી પ્રેમમાં પણ પલટાઈ ગઈ. અધૂરામાં પૂરું બન્નેના પરિવારો પણ તેમના સંબંધો બાબતે પોઝિટિવ હતા.
કોલેજ પૂર્ણ કર્યા બાદ લગ્ન પહેલાં જ આર્થિક રીતે સધ્ધર થઈ જવાના ઈરાદાથી અભિષેક તેના પિતાના ધંધામાં જોડાઈ ગયો. નિકિતાના ઘરે પણ લગ્નની ઉતાવળ નહોતી.
તેણે કમ્પ્યુટર કોચિંગ ક્લાસ શરૂ  કર્યા. આ ક્લાસમાં તેનો જૂનો મિત્ર આનંદ મળી ગયો. અભિષેકને પણ આ મિત્રતા સામે કોઈ વાંધો ન હોઈ નિકિતાને કોઈ જાતનો ડર રહ્યો નહોતો. ધીમે ધીમે તેઓની વચ્ચે મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ. નિકિતાને હતું કે તેને અભિષેકની સાથે લગ્ન કરી ઠરીઠામ થવાનું છે, પણ આનંદના મનમાં કંઈ જુદું જ ચાલતું હતું. તેને ધીરે ધીરે નિકિતાનું આકર્ષણ થવા લાગ્યું હતું.
આખરે એક દિવસ તેણે નિકિતાને પ્રેમનો પ્રસ્તાવ જણાવ્યો. નિકિતાએ અભિષેક સાથે લગ્ન કરવાની વાત આગળ ધરી પણ આનંદે કહ્યું કે એમાં મને ક્યાં કોઈ વાંધો જ છે. એક તરફ અભિષેક હતો કે જે તેઓના સુખી લગ્નજીવન માટે રાત દિવસ મહેનત કરતો હતો. જોકે આ પાંચ વર્ષના સંબંધો દરમિયાન તેઓએ ક્યારેય મર્યાદાનું ઉલ્લંઘન કર્યું ન હતું. તો સામે છેડે આનંદ નિકિતા પાસે છૂટછાટો લેવા માંડયો હતો અને અડવાનો એક મોકો ગુમાવતો નહોતો. નિકિતાને પણ ધીમે ધીમે આનંદનો સ્પર્શ ગમવા લાગ્યો.
એક દિવસ ક્લાસમાં સાડી ડેનું સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું. નિકિતાનાં મમ્મી થોડા દિવસ માટે બહારગામ ગયાં હોવાથી તેણે આ માટે આનંદની મદદ માંગી. આનંદે પણ કહ્યું કે મારાં મમ્મી પાસે અફલાતૂન સાડીઓ છે અને તને મદદ પણ કરશે. નિકિતા પોતાના રૂ ટિન કપડાં પહેરીને આનંદના ઘરે પહોંચી ગઈ. ત્યાં આનંદની મમ્મીએ તેના માટે સુંદર સાડીઓ કાઢીને તૈયાર જ રાખી હતી.
નિકિતા એક સુંદર મજાની સાડી પહેરીને તૈયાર થઈ ગઈ અને સાંજે આનંદના ઘરે ફરીથી કપડાં બદલવા માટે આવી ગઈ. નિકિતાએ પોતાનો સામાન આનંદના રૂ મમાં જ રાખ્યો હોવાથી તે ત્યાં જ કપડાં બદલી રહી હતી. તે પોતાની સાડીને ભરાવેલી પીન કાઢી રહી હતી ત્યાં જ આનંદ અચાનક તેના રૂ મમાં આવી જતાં તે શરમાઈ ગઈ. આવું કરવાથી તેણે આનંદને મીઠો ઠપકો પણ આપ્યો, પણ હઠીલો આનંદ માન્યો નહીં અને તેણે કહ્યું, ગુસ્સે કેમ થાય છે હું તો તને મદદ કરવા માટે આવ્યો છું.
ચાલ તને મદદ કરું કહી તેણે સાડીને નિકિતાના શરીરેથી હટાવી દીધી. શરમથી લાલ નિકિતા તેને કંઈ કહે તે પહેલાં જ આનંદના હાથ તેના ગોરા બદન પર ફરવા લાગ્યા. નિકિતા પણ આ પહેલી વારના સ્પર્શને માણી રહી હતી. ધીરે ધીરે આનંદ તેનાં વસ્ત્રો હટાવતો રહ્યો અને નિકિતા પણ આ પ્રેમને મન ભરીને માણી રહી હતી. આનંદે હળવેથી તેના હોઠ નિકિતાના ગુલાબી હોઠ પર મૂકી દીધા અને ધીરે ધીરે તેણે નિકિતાનાં તમામ વસ્ત્રો હટાવી દીધાં. પ્રેમાંધ બનેલી નિકિતાએ પણ સામે પ્રતિકાર કરવાના બદલે આનંદને ભરપૂર સાથ આપ્યો. પછી તો આ લગભગ રોજનું થઈ પડયું. નિકિતા કોઈ ને કોઈ બહાને આનંદને મળવા આવવા લાગી અને બંને એકબીજાંમાં સમાઈ જતાં હતાં.
આ ગાળામાં નિકિતાનું અભિષેક પ્રત્યેનું વલણ પણ બદલાઈ ગયું. અભિષેકને શંકા ગઈ કે દાળમાં જરૂ ર કંઈક કાળું છે. તે એક દિવસ અચાનક નિકિતાના ક્લાસે પહોચ્યો. ત્યાં જાણવા મળ્યું કે નિકિતા આનંદના ઘરે ગઈ છે. અભિષેક સીધો આનંદના ઘરે પહોંચ્યો. નિકિતા તો બિંદાસ્તપણે આનંદ સાથે રંગરેલિયા મનાવતી હતી. અભિષેકે ગુસ્સામાં આવી જઈને નિકિતાને એક તમાચો મારી દીધો. અભિષેકે નિકિતા સાથે તમામ સંબંધો તોડી નાખ્યા જ્યારે બીજી તરફ આનંદની નિયતમાં તો પહેલેથી ખોટ હતી, એટલે તેણે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. નિકિતા માટે પસ્તાવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
આટલું ન ભૂલશો
* મિત્રતામાં હંમેશાં એક અંતર રાખો.
* ગમે એટલો સારો મિત્ર હોય પણ વિજાતીય આકર્ષણ ક્યારેક ને ક્યારેક તો થયા વિના નથી રહેતું.
* તમે સાચા કે ખોટા હોતા નથી, પણ નબળી ક્ષણોને ઓળખીને એ મુજબનું વર્તન કરો.
* તમારા સાચા પ્રેમનો વિશ્વાસ ક્યારેય ન તોડશો. 

Comments