મને હજી પણ મારી ગર્લફેન્ડ સાથેની મારી પ્રથમ મુલાકાત (First date) યાદ છે. આમ તો દરેકને પહેલી મુલાકાત તો યાદ હોય જ પણ મારા માટે તો એ એક વિશેષ યાદગાર અનુભવ છે. હું એ કદી પણ ભૂલી ન શકું.
હું પહેલી વાર એની સાથે ડૅટ પર ગયો ત્યારે અગિયારમા ધોરણમાં ભણતો હતો. એ વખતે મુલાકાત માટેના દિવસનું આયોજન તો મેં મહિનાઓથી કરી રાખ્યું હતું. છેવટે, રચનાએ (મારી ગલફ્રેન્ડ) મને હા પાડી. આનું કારણ, સ્કુલમાં મારી છાપ ખૂબ શાંત સ્વભાવના સારી વર્તણૂંક ધરાવતા છોકરા તરીકેની હતી. મારા ઘરે બધા જમાના પ્રમાણે ચાલનારા હતા અને એમાં માતા-પિતા તો ખાસ મારા પ્રત્યે મિત્ર જેવી વર્તણૂંક રાખતા. પણ હા, મારે એ ભુલવું ન જોઈએ કે હું મધ્યમ વર્ગના કુટુંબનો એક વ્યક્તિ છું અને એ કુટુંબની છાપ ખૂબ સંસ્કારી કુટુંબ તરીકેની છે.
એ દિવસ આવ્યો જેની હું બહુ સમયથી રાહ જોતો હતો. મેં ઘરે તો એમ જ કહ્યું હતું કે હું આજે સ્કુલ તરફથી એક પિકનિકનું આયોજન કરેલું છે એમાં જવાનો છું. આમ કહીને ઘરેથી પરમીશન મેળવી લીધી હતી. અને ઘરના કોઈને મારા પ્લાન વિશેની ગંધ સુદ્ધાં નહોતી આવી.
આખરે હું અને રચના મળ્યા. પહેલાં અમે એક રેસ્ટોરન્ટમાં થોડો નાસ્તો કર્યો. પછી બપોરે અમે ફિલ્મ જોવા ગયા. સાંજે “ન્યુ માર્કેટ” વિસ્તારમાં હાથમાં હાથ નાખીને એકબીજા સાથે વાતો કરતાં ફરી રહ્યાં હતાં…. એ સમયે મને જાણે એમ લાગતું હતું કે જીવન કેટલું સુંદર છે…. અને હું તો જાણે સ્વર્ગીય સુખનો અહેસાસ ધરતીપર કરી રહ્યો છું.
ત્યાં અચાનક, એ સ્ટ્રીટમાં ચાલી રહેલા લોકો વચ્ચે, થોડા જ અંતરે, મને એક પરિચિત ચહેરો દેખાયો. એ ચહેરાને હું કેમ ભૂલી શકું ? મારી આંખ સામેના એ દ્રશ્યએ જેવો મારા મગજને સંકેત કર્યો કે તરતજ મને એ સમજાયું કે એ પરિચિત ચહેરો બીજા કોઈનો નહતો પણ એ તો મારા પિતાશ્રી હતા. ક્ષણાર્ધમાં મારો બધો રોમેન્ટિક મુડ હવામાં ઊડી ગયો અને મારા હ્રદયમાં ભયનું સામ્રાજ્ય છવાઈ ગયું. હું નક્કી નહોતો કરી શક્તો કે હમણાં સામે મારા પિતાજી આવી પહોંચશે તો શું થશે ? એ મને વઢશે, મારશે ત્યારે કેટલી શરમ અને નાનમ અનુભવવી પડશે…. અને એ ય પાછું રચના ની હાજરીમાં ! એ પરિસ્થિતિ મારાથી કેવી રીતે સહન થશે ? હું શું કરું ? – ખરેખર હું બહુ ગભરાઈ ગયો હતો. મારા પગ પાણીપાણી થઈ ગયા હતા. ન કંઈ બોલાય, ન કોઈને કહેવાય એવી મારી હાલત થઈ ગઈ હતી. સ્કુલ અને ઘરમાં બધા લોકો મને સારા, સંસ્કારી અને શાંત છોકરા તરીકે ઓળખતા હતા એનું શું થશે ? – એક પછી એક વિચારોનું જાણે મારા મનમાં ઘોડાપુર ઊમટ્યું હતું. જીવનમાં મેં કદી કોઈ વાત કોઈથી છુપાવી નહોતી અને આજે પહેલીવાર….. ગભરાઈને હું મનમાં પ્રાર્થના કરતો હતો કે ‘હે ભગવાન ! આ ધરતીફાટી જાય અને હું એની અંદર સમાઈ જઉં.’ પણ હું જાણતો હતો કે આવું કંઈ થવાનું નથી. પરિસ્થિતિમાંથી બચવાનો મારી પાસે કોઈ માર્ગ જ નહોતો.
મારા પિતાજી હવે ખૂબ નજીક આવી રહ્યા હતા અને એકબાજુ મારા હૃદયના ધબકારા વધી રહ્યા હતા. શું થશે ?….. અને ઓહ માય ગોડ !! એ મારી ખુબ નજીક આવ્યા…. મારી આંખ સાથે આંખ મિલાવી…. પણ સાવ અજાણ્યાની જેમ… અને મારા ખભાને સહેજ અડકીને સાવ અજ્ઞાત વ્યક્તિની જેમ જતા પણ રહ્યા ! મને જાણે ઓળખ્યો જ ના હોય એવી રીતે ! એ મારા જીવનનો સહુથી મોટો જબરદસ્ત ઝાટકો હતો. એ તો હું હજી નથી જાણી શક્યો કે એ વખતે કેવો ભાવ તેમના મનમાં હતો.
થોડા સમય પછી રચના મારી સાથે થયેલો આ બધો ખેલ જોઈને એના ઘરે ગઈ. અને હું પણ મોડી સાંજ થઈ ગઈ હોવાથી ઘરે આવ્યો. એ રાત્રે ઘર મને જેલ જેવું લાગતું હતું. હું રાત્રે ડરતો ડરતો ભૂખ વગર ડાઈનિંગ ટેબલ પર બધા સાથે જમવા બેઠો હતો. મારા આશ્ચર્ય વચ્ચે, ઘરે તો બધા ‘મારી સાથે કંઈ થયું જ નથી’ એવી સામાન્ય રીતે જ વર્તતા હતા. મમ્મીએ મને જમવાનું પીરસ્યું અને રોજની જેમ અમે બધાએ ભેગા મળીને ખાધું. બધા મારી સાથે સહજ રીતે વર્તતા હતા એટલે હું અંદરને અંદર વધારે ધૂંધવાતો હતો. મેં તો ચૂપચાપ જમી લીધું અને ફટાફટ મારા રૂમમાં જઈને બેસી ગયો. બેઠા બેઠાંય મારા મનને જરાય જંપ નહોતો. ….‘પિતાજી ઘરે આવ્યા હશે પછી શું થયું હશે ? એમણે મારી રોમેન્ટિક મુલાકાત વિશે બધાને કહ્યું હશે ? કોઈ કશું બોલતું કેમ નથી ? મમ્મી-પપ્પા આટલા બધા શાંત કેમ દેખાય છે ? કોઈક તો બોલો યાર…..’
જમી-પરવારીને થોડીવાર પછી પપ્પાએ મારા રૂમમાં ખૂબ શાંતિથી પ્રવેશ કર્યો અને મારી બાજુમાં આવીને બેસી ગયા. માંડ-માંડ મેં નજર ઊંચી કરીને એમની સાથે ડરતાં ડરતાં આંખ મેળવી, પરંતુ મને એમની આંખ સામે જોતાં પરમ શાંતિની અનુભૂતિ થઈ રહી હતી. એ જરાય ગુસ્સે નહોતા.
એમણે શાંતિથી મને પૂછ્યું, ‘હાય સની, તારી ડૅટ (મુલાકાત) કેવી રહી ? મારે ચોક્કસ કહેવું જોઈએ કે બહુ સરસ અને સ્વીટ છોકરી હતી એ.’
એમણે શાંતિથી મને પૂછ્યું, ‘હાય સની, તારી ડૅટ (મુલાકાત) કેવી રહી ? મારે ચોક્કસ કહેવું જોઈએ કે બહુ સરસ અને સ્વીટ છોકરી હતી એ.’
પહેલાં તો શરમનો માર્યો હું કાંઈ બોલ્યો નહિ પણ પપ્પા એટલી સરળતાથી વાત કરતા હતા કે મેં મારી પ્રથમ મુલાકાત વિશે અતથી ઈતિ સુધી બધુ કહી દીધું. છેલ્લે મેં પપ્પાને કહ્યું, ‘પપ્પા, સાચે જ હું જાણે આ દુનિયાની બહાર ક્યાંક ગયો હોઉં એવું મને લાગતું હતું, પણ આખો દિવસ જાણે થોડી મિનિટોમાં જ પસાર થઈ ગયો.’
એ હસ્યા અને મને કહ્યું : ‘તને ખબર છે ? ઍલ્બર્ટ આઈન્સ્ટાઈને એકવાર કહ્યું છે કે તમે તમારો હાથ ગરમ તવા પર એક ક્ષણ માટે મૂકશો તો એ એક ક્ષણ પણ એક કલાક જેવી લાગશે, અને એ જ હાથ કોઈ છોકરીનો જ્યારે હુંફાળો સ્પર્શ અનુભવે છે ત્યારે એવા કલાકો પણ એક મિનિટ જેવા લાગે છે. બેટા, સમય સાપેક્ષ હોય છે. આ દુનિયામાં બધું જ સાપેક્ષ છે. સત્ય એ છે કે તું જે પ્રાપ્ત કરે છે તેને તું કેટલું ચાહે છે… બરાબર ? જીવનનું આ મોટામાં મોટું સત્ય છે, બેટા.’
એ હસ્યા અને મને કહ્યું : ‘તને ખબર છે ? ઍલ્બર્ટ આઈન્સ્ટાઈને એકવાર કહ્યું છે કે તમે તમારો હાથ ગરમ તવા પર એક ક્ષણ માટે મૂકશો તો એ એક ક્ષણ પણ એક કલાક જેવી લાગશે, અને એ જ હાથ કોઈ છોકરીનો જ્યારે હુંફાળો સ્પર્શ અનુભવે છે ત્યારે એવા કલાકો પણ એક મિનિટ જેવા લાગે છે. બેટા, સમય સાપેક્ષ હોય છે. આ દુનિયામાં બધું જ સાપેક્ષ છે. સત્ય એ છે કે તું જે પ્રાપ્ત કરે છે તેને તું કેટલું ચાહે છે… બરાબર ? જીવનનું આ મોટામાં મોટું સત્ય છે, બેટા.’
મેં તો મારા પિતાજીને કદી આવી વાતો કરતા સાંભળ્યા જ નહતા. આ તો એમનું એક નવું જ સ્વરૂપ હતું ! એ પિતાને બદલે એક મિત્રની જેમ મારી સાથે વર્તી રહ્યા હતા. એ ક્ષણે મેં નક્કી કર્યું કે હું મારા પિતાજીથી જીવનમાં ફરી ક્યારેય કશું નહીં છુપાવું. એ મને મારી પોતાની જાત કરતા પણ વધુ સારી રીતે જાણતા હતા.
અમે એ રાત્રે લગભગ એક કલાક વાતો કરી અને મને એ વાતો જીવનભર યાદ રહી ગઈ છે. હું નક્કી નહોતો કરી શકતો કે આજે મેં મારી ગર્લફ્રેન્ડ સાથે ફર્સ્ટ ડેટિંગ કર્યું છે કે મારા પિતાજી સાથે !! મને યાદ છે કે એ ઘટના પછી મારો પપ્પા પ્રત્યેનો પ્રેમ અને આદર અનેક ઘણો વધી ગયો હતો. એ મારી સાથે ની વાત પૂરી કરીને રૂમની બહાર જઈ રહ્યા હતા કે મેં એમને બૂમ પાડીને કહ્યું, ‘થૅંક્યું પપ્પા, થૅંક્યું સો મચ !’ અમે બંને જાણતા હતા કે હું આભારી હતો જ, કોઈ ઔપચારિકતાની જરૂર જ નહોતી. એ મારો અવાજ સાંભળીને મારી તરફ ફર્યા અને આંખોમાં એક ચમક સાથે મને કહ્યું :
‘બેટા, તુ મારો પુત્ર છે – હું તને નિરાશ અને ઢીલો કેમ પડવા દઉં ? હું તો માત્ર એટલું જ કહીશ કે, જીવનમાં જે કાંઈ પણ ઘટના બને, જેને પણ તું પ્રેમ કરે અને જે કક્ષાએ તું તારું કાર્ય કરે – એ યાદ રાખજે કે આ તારા બાપે તને 18 વર્ષથી પણ વધારે તને પ્રેમ કર્યો છે…. 18 વર્ષથી પણ વધારે… ડિયર !!’
‘બેટા, તુ મારો પુત્ર છે – હું તને નિરાશ અને ઢીલો કેમ પડવા દઉં ? હું તો માત્ર એટલું જ કહીશ કે, જીવનમાં જે કાંઈ પણ ઘટના બને, જેને પણ તું પ્રેમ કરે અને જે કક્ષાએ તું તારું કાર્ય કરે – એ યાદ રાખજે કે આ તારા બાપે તને 18 વર્ષથી પણ વધારે તને પ્રેમ કર્યો છે…. 18 વર્ષથી પણ વધારે… ડિયર !!’
લાઈટની સ્વિચ બંધ કરીને એ મારા રૂમની બહાર ગયા. ચંદ્રનો આછેરો પ્રકાશ જે મારા રૂમમાં આવતો હતો એને જોતાં હું વિચારી રહ્યો હતો કે… ‘હા, સાચે જ… આ 18 વર્ષથી પણ વધારે સમયનો પ્રેમ છે. માત્ર મારે માટે જ નહિ, આ પ્રેમ તો દુનિયાના દરેક સંતાનો ને ક્યારેય મુક્ત ન કરી શકે એવો નિર્વ્યાજ પ્રેમ છે – દરેક પિતાનો.’
આ મારી પ્રથમ મુલાકાત હતી… માત્ર મુલાકાત જ નહીં…. આ પ્રેમની સાચી અનુભૂતિ હતી, કે જેનો મને છેલ્લાં 18 વર્ષથી ખ્યાલ જ નહોતો… ખરેખર, સાચે જ !
Comments
Post a Comment
Thanx For Comment