ફરહાન, તારા લીધે આખા મહોલ્લામાં હું બદનામ છું


તબસ્સુમ એક પરિણીતા હતી.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ નજીક ચંદન ગામમાં તે તેના પતિ મોહંમદ ફહીમ સાથે રહેતી હતી. લગ્ન બાદ તે એક બાળકીની મા પણ બની હતી. તબસ્સુમ ખુબસૂરત હતી, પણ બહાર નીકળે ત્યારે હંમેશાં બુરખો પહેરતી. મોહંમદ ફહીમ નાનું મોટું ઠેકેદારીનું કામ કરી લેતો હતો. જુદી જુદી સાઈટસ પર ફરીને ખૂબ મોડો ઘેર આવતો. તબસ્સુમ મોડે સુધી તેનો ઈન્તજાર કરતી રહેતી. એક દિવસ ઉનાળાની સાંજ ઢળી ગઈ. ફહીમ હજુ ઘેર આવ્યો નહોતો. પતિ આવે તે પહેલાં ખૂબ ગરમીના કારણે તબસ્સુમ તેના ઘરની અંદરના બાથરૂમમાં નહાવા ચાલી ગઈ. પતિ ગમે ત્યારે આવશે તેમ માની બારણું ખુલ્લું રાખ્યું હતું. ઠંડા પાણીથી બદન શિતળ બની ગયું. તે બાથરૂમમાં હતી ત્યાં જ બહાર કોઈના આવવાની આહટ સંભળાઈ. તબસ્સુમને લાગ્યું કે પતિ આવી ગયો છે. તે હસબન્ડને સરપ્રાઈઝ આપવા માત્ર ટોવેલ વીંટાળીને બહાર આવી. તબસ્સુમે એ જ હાલતમાં ડ્રોઈંગરૂમમાં પતિના બદલે પતિના કાકાના દીકરા ફરહાનને જોયો. ફરહાન તો પાણીથી નીતરતા ઉન્નત વૃક્ષઃસ્થળ વાળાં ભાભીના બદનને નિહાળી રહ્યો. ફરહાન કુંવારો યુવાન હતો. તબસ્સુમ બોલીઃ ''ફરહાન, તું ?''
''હા, ભાભી.''
તબસ્સુમ બોલીઃ ''હું સમજી તમારા ભાઈ આવ્યા છે.'' તે શરમાઈને પાછી બીજા રૂમમાં ચાલી ગઈ, પણ ફરહાન તેની ભાભીના સૌંદર્યથી તંદ્રામાં ચાલ્યો ગયો હતો. તબસ્સુમ વસ્ત્રો પહેરી બહાર આવી. તેણે મીઠો ઠપકો આપ્યોઃ '' આ રીતે અચાનક ઘરમાં આવી જવાતું હશે ?''
''હવે તો હું રોજ આવીશઃ'' ફરહાન બોલ્યો.
''કેમ ?''
''તમે મને પહેલાં મળ્યાં હોત તો હું જ તમારી સાથે શાદી કરી લેત.''
''કેમ, તમને હું બહુ જ ગમી ગઈ ?''
''હા... મને ફહીમની ઈર્ષા આવે છે.''
તબસ્સુમ બોલીઃ ''ઈર્ષા કરવાની જરૂર નથી. રોજ આવજો, બસ !''
ફરહાન તબસ્સુમનું નિમંત્રણ સમજી ગયો.
એ દિવસ પછી ફહીમ ઘેર ના હોય ત્યારે ફરહાન રોજ ઘેર આવવા લાગ્યો. તબસ્સુમને એકલતામાં તે મળતો. બંને એકબીજા માટે જાન દેવા તૈયાર થઈ ગયાં. તબસ્સુમનો પતિ રાત્રે થાકીને મોડો આવતો અને ખાઈને સુઈ જતો. ફરહાન તેના કાકાના દીકરા ફહીમની વ્યસ્તતાનો લાભ ઉઠાવવા માંડયો. આ વાતને સમય વીતતો રહ્યો. ફરહાનને રોજ ફહીમના ઘેર આવતો જોઈ આસપાસના લોકોને ફરહાન અને તબસ્સુમના સંબંધોની ખબર પડી ગઈ હતી, પણ ફહીમ હજુ અંધારામાં હતો. તબસ્સુમને હવે પતિમાં રસ નહોતો. થાકેલા પતિથી તે અળગી રહેતી, પણ યુવાન ફરહાન તેની બધી જ શારીરિક- માનસિક જરૂરિયાતો પૂરી કરી દેતો હતો. પડોશીઓના ગણગણાટના કારણે ફરહાન અને તબસ્સુમ હવે બહાર ચોરી છુપીથી મળવા લાગ્યાં. તબસ્સુમ ગર્ભવતી બની. તેણે બીજી એક પુત્રીનો જન્મ આપ્યો જે અદલ ફરહાન જેવી હતી.
એક દિવસની વાત છે. તબસ્સુમ બુરખો પહેરીને બજારમાં ખરીદી કરવા ગઈ હતી. એની નજર અચાનક ફરહાન પર પડી. ફરહાન સાથે ૨૦-૨૨ વર્ષની એક યુવતી હતી. બંનેના હાવ ભાવ જોઈ તબસ્સુમ ચોંકી ગઈ. તબસ્સુમ બુરખામાં હોઈ ફરહાનને ખ્યાલ ના આવ્યો કે તબસ્સુમ એને જોઈ રહી છે. તબસ્સુમ જે ગામમાં રહેતી હતી તે ગામ બહુ જ નાનું હતું. તે ઓળખી ગઈ કે ફરહાન જે છોકરી સાથે છે તે એ જ ગામમાં રહેતા હનીફ અત્તરવાલાની દીકરી નિદા છે. તબસ્સુમે જોયું તો થોડી જ વારમાં નિદા ફરહાનની મોટરબાઈક પર ચીપકીને બેસી ગઈ. બેઉ જતાં રહ્યાં. તબસ્સુમ તો એ દૃશ્ય જોઈને સ્તબ્ધ બની ગઈ.
ઘેર જતાં જ તબસ્સુમે ફરહાનનો મોબાઈલ ફોન જોડયો : ''ફરહાન, તું ક્યાં છે ? અત્યારે જ ઘેર આવીજા.''
ફરહાને કહ્યું: ''હું કામથી લખનૌ ગયેલો છું, લખનૌથી ગામ પહોંચતાં કલાક લાગશે.''
તબસ્સુમને હવે પાકી ખાતરી થઈ ગઈ કે ફરહાન હમણાં તો નજર સામે હતો અને હવે તે જુઠું બોલે છે. ફરહાન તબસ્સુમ સાથે હોઈ ઝાઝી વાત કરવા માંગતો નહોતો. એણે ફોન કાપી નાંખ્યો. તબસ્સુમ ઉપરાઉપરી ફોન કરતી રહી. ફરહાને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો. સાંજ પડી ગઈ. ફરહાને મોબાઈલ સ્વિચ ઓન કર્યો તો ખબર પડી કે અત્યાર સુધીમાં તબસ્સુમ ૪૦ વાર ફોન કરી ચૂકી હતી. એ સાંજે જ ફરહાન સીધો તબસ્સુમના ઘેર પહોંચ્યો. એણે પૂછયું: ''કેમ આટલા બધા ફોન કર્યા ?''
તબસ્સુમે પુછયું: ''આજે બપોરે બજારમાં તારી સાથે કોણ હતી ?''
ફરહાન સમજી ગયો કે તબસ્સુમ મને અને નિદાને સાથે જોઈ ગઈ છે. એણે આડા અવળાં બહાનાં કાઢયાં. સ્પષ્ટતાઓ કરી પરંતુ ગુસ્સે ભરાયેલી તબસ્સુમે કહી દીધું : ''દેખ, ફરહાન ! તારા કારણે હું આખાયે મહોલ્લામાં બદનામ છું. તને હવે જુવાન છોકરી નિદામાં રસ પડયો છે પણ યાદ રાખજે, તું મને અધવચ્ચે છોડી દઈશ તો હું તને પાઠ ભણાવીશ.''
ફરહાને ધીમેથી કહ્યું: ''પણ ભાભી, હું કુંવારો છું. મારે મારા માબાપની ઈચ્છા મુજબ ક્યાંક તો શાદી કરવી પડે ને?''
'' તો હું તારી શાદી વખતે આવી જઈશ અને ત્યાં સહુને કહીશ કે આ મારી બીજી છોકરીનો બાપ ફરહાન છેઃ'' તબસ્સુમ બોલી રહી.
ફરહાન ગભરાઈ ગયો.
એ વખતે તો તે ઘેર જતો રહ્યો. તબસ્સુમની ધમકીથી તે ડરી ગયો હતો. લગ્ન વખતે જ તબસ્સુમ આવીને કોઈ તોફાન કરે એ ડરથી એણે તેની થનાર વાગ્દત્તા નિદાને પણ તબસ્સુમની ધમકીથી વાકેફ કરી. નિદા ફરહાનની ઉંમરની જ રૂપાળી યુવતી હતી. તે ફરહાનની થોડી સી બેવફાઈ માફ કરી દઈને તેની સાથે જ શાદી કરવા માંગતી હતી. તે પછી તબસ્સુમ રોજ ફોન પર ધમકીઓ આપવા માંડી. ધમકીથી ડરી ગયેલા ફરહાને તબસ્સુમ સાથે મીઠાશભર્યો સંબંધ રાખવા માંડયો. તબસ્સુમને લાગ્યું કે ફરહાન તેની વાત માની ગયો છે. એક દિવસ નજીકમાં દેવા શરીફનો મેળો ભરાવવાનો હતો. ફરહાન તબસ્સુમના ઘેર પહોંચી ગયો. એણે કહ્યું :''ચાલો ભાભી, તમને દેવા શરીફના મેળામાં લઈ જાઉં.''
તબસ્સુમે કહ્યું: ''મારે નથી આવવું, પણ આ છોકરાંઓને લઈ જાવ.''
ફરહાન તબસ્સુમના બંને બાળકોને તેની ર્સ્કાપિયો કારમાં બેસાડીને મેળામાં લઈ ગયો. આખો દિવસ બાળકોને મેળામાં ફેરવી સાંજે પાછો આવ્યો. તે ઘેર આવ્યો ત્યારે તબસ્સુમ ઘરમાં નહોતી. મોડેથી તેનો પતિ ફહીમ પણ ઘેર આવ્યો. તબસ્સુમ ગુમ હતી. રાત પડી ગઈ હતી. ગામમાં બધે જ તપાસ કરી પરંતુ તબસ્સુમ ના મળી. બાજુના ગામમાં રહેતાં તબસ્સુમના પિયરિયાંમાં પણ તપાસ કરી. તબસ્સુમ ત્યાં પણ નહોતી. બીજા દિવસે સવારે ફહીમ અને ફરહાન બેઉ પોલીસ સ્ટેશને ગયા અને તબસ્સુમના ગૂમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ શરૂ કરી. બે દિવસ બાદ જ ગામથી દૂર આવેલા એક નાળામાંથી તબસ્સુમની લાશ મળી આવી. પોલીસે ગામ લોકોના નિવેદન લીધાં. લોકોની વાત પરથી ખ્યાલ આવી ગયો કે તબસ્સુમ અને ફરહાન વચ્ચે અનૈતિક સંબંધો હતો. આ હત્યા તેના પતિએ અથવા પ્રેમીએ જ કરી હોવી જોઈએ. પોલીસે બંનેને રિમાન્ડ પર લીધા. પરંતુ હત્યા થઈ તે દિવસે તેનો પતિ લખનૌ હતો અને પ્રેમી ફરહાન તબસ્સુમના બાળકોને લઈ દેવા શરીફના મેળામાં ગયો હતો.
 પોલીસ માટે હવે આ એક મોટો કોયડો હતો. તબસ્સુમની હત્યા માટે પતિ અને પ્રેમી એ બંને પાસે આગવાં કારણો હતાં. પોલીસ માનવા લાગી કે તબસ્સુમની હત્યા ક્યાં તો પતિએ કરી હોવી જોઈએ ક્યાં તો તેના પ્રેમીએ કારણ કે, પતિને તબસ્સુમના ચારિત્ર્ય માટે શંકા હતી અને પ્રેમીને તબસ્સુમની ધમકીનો ડર હતો. પોલીસ ફરી તબસ્સુમની લાશ જ્યાંથી મળી હતી ત્યાં ગઈ. આસપાસનાં ઝાડી- ઝાંખરામાં તપાસ કરતાં તબસ્સુમનો મોબાઈલ મળી આવ્યો. હત્યા બાદ તબસ્સુમનો મોબાઈલ ઝાડીમાં ફેંકી દેવાયો હતો. પોલીસે તબસ્સુમના મોબાઈલનું કોલ લિસ્ટ તપાસ્યું. છેલ્લો ફોન અજાણ્યો હતો. પોલીસે મોબાઈલ કંપનીમાં જઈ તપાસ કરી તો ખબર પડી કે એ નંબર ફરહાનની થનાર વિવાહિતા નિદાનો હતો. પોલીસને તરત જ ચમકારો થયો. પોલીસે નિદાને પોલીસ સ્ટેશને બોલાવી. નિદા ગભરાયેલી હતી. તેની બોડી લેંગ્વેઝ ગિલ્ટીની ચાડી ખાતી હતી. પોલીસે નિદાને પૂછયું: ''તેં તબસ્સુમને ફોન ક્યો હતો ?''
નિદા બોલીઃ ''ના''.
પોલીસને ખ્યાલ આવી ગયો કે નિદા જુઠું બોલે છે. પોલીસે નિદા સાથે કડકાઈથી વર્તન કર્યું. અને નિદા ભાંગી પડી. એણે કબૂલ કર્યું:''હા, મેં જ તબસ્સુમની હત્યા કરી નાંખી છે. મેં જ તબસ્સુમને ફોન કરી એને ફરવાના બહાને બહાર લઈ ગઈ હતી. તબસ્સુમને પણ હું ફરહાનની થનાર પત્ની હોઈ મારી વાતો જાણવામાં રસ હતો. હું ફરહાન જેવા યુવાનને ગુમાવવા માંગતી નહોતી. અમારી શાદી વખતે તબસ્સુમ આવીને બખેડો કરે તે ડરથી મેં જ છરીથી એ સાંજે નાળા પાસે તેની હત્યા કરી નાંખી હતી. તબસ્સુમનો મોબાઈલ પણ મેં જ ઝાડીમાં ફેંકી દીધો હતો. આઈ એમ સોરી.'' પોલીસ સ્તબ્ધ થઈ.
એથી યે વધુ તો ફરહાન સ્તબ્ધ થઈ ગયો. હકીકતમાં તે તબસ્સુમ પર ગુસ્સે હતો પણ તેને ચાહતો પણ હતો. તે કદીયે તબસ્સુમને મારી નાંખવા માંગતો નહોતો. થનાર પત્ની નિદા આટલી હદે જશે તેની તેને કલ્પના નહોતી. તબસ્સુમના જવાથી ફહીમ અને ફરહાન- બેઉ દુઃખી હતા.
અને એક દિવસ તબસ્સુમ ગુમ થઈ ગઈ, તબસ્સુમ ક્યાં જતી રહી તે કોયડો હતો
શાયદ, નિદા પણ

Comments