આયુષીના ભીના શરીર પર વિસ્મયનો હાથ ફરવા લાગ્યો..



સંબંધોની આરપાર - મીતવા ચતુર્વેદી
એક વહેલી સવારે ત્રણ વાગ્યે નિયતિના ઘરનો દરવાજો કોઈ જોરથી ખખડાવી રહ્યું હતું. ભરઊંઘમાં નિયતિએ કંટાળાના ભાવ સાથે દરવાજો ખોલ્યો. સામે જોયું તો આયુષી રડી રડીને સૂઝી ગયેલી આંખો સાથે ઊભી હતી. આયુષી તેના ઘરેથી ભાગીને આવી હતી. કોલેજમાં ભણતા વિસ્મય નામના યુવક સાથે તે પ્રેમમાં હતી.
 વિસ્મય પૈસાવાળા બાપનું એકનું એક બગડેલું સંતાન હતો. તેણે જે દિવસે આયુષીને જોઈ ત્યારથી જ તેને લાગ્યું કે આ યુવતીને કોઈ પણ ભોગે મેળવવી જ પડશે. તે દિવસથી તે માત્ર આયુષીની આગળ પાછળ ફરવા લાગ્યો. એક દિવસ મોકો જોઈને તે આયુષીને મળ્યો. તેણે પોતાના દિલની વાત આયુષીને કરતા કહ્યું કે, "હું તેને ખૂબ જ પ્રેમ કરું છું. અત્યાર સુધી હું માત્ર એક બગડેલ યુવાન હતો, પણ હવે તેણે તે જીવન છોડી દીધું છે. તે માત્ર આયુષીને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે.
" આયુષીએ આ વાતનો પણ અસ્વીકાર કર્યો અને ત્યાંથી ચાલી ગઈ.
ફરીથી એક વાર તેણે આયુષીને રસ્તામાં ઊભી રાખી અને કહ્યું કે, "જો તે તેના પ્રેમનો સ્વીકાર નહીં કરે અને આજે રાત્રે તેણે કરેલા ફોનનો જવાબ નહીં આપે, તો તે આત્મહત્યા કરી લેશે." પ્રેમનું આવું સ્વરૂપ જોઈ આયુષી લગભગ ડરી ગઈ અને રાત્રે વિસ્મયનો ફોન આવતાં જ તેણે રિસીવ કર્યો અને તે પણ તેને પ્રેમ કરે છે તે વાતનો એકરાર કરી લીધો.
આયુષી અને વિસ્મય એકબીજાંના પ્રેમમાં ખોવાઈ ગયાં. એકબીજાંની સાથે દરરોજ ફોન પર લાંબી વાતો, મૂવીઝ, લોન્ગ ડ્રાઇવ અને ઘણું બધું. એક વાર આમ જ વરસાદની ઋતુમાં બંને જણાં કારમાં લોન્ગ ડ્રાઇવ પર જઈ રહ્યાં હતાં. નીકળ્યાં હતાં અને ત્યાં જ વરસાદનું જોર વધ્યું અને તે લોકોનું ઘરે પરત ફરવું લગભગ મુશ્કેલ જણાતાં વિસ્મયે નજીકમાં જ તેના ફ્રેન્ડનું ઘર હોવાની વાત કહેતાં આયુષી તેની વાતોમાં આવી ગઈ અને ઘરમાં પણ ફ્રેન્ડના ઘરે રોકાઈ જઈશ તેવું બહાનું કરી લીધું. વિસ્મયના ફ્રેન્ડના ઘરે પહોંચતાં આયુષીએ જોયું કે ત્યાં ઘર પર તાળું મારેલું હતું અને વિસ્મય પાસે તેની ચાવી હતી. આ અંગે પૂછતાં વિસ્મયે કહ્યું કે,તેઓ અવારનવાર અહીં આવતા હોવાથી તેની પાસે પણ એક ડુપ્લિકેટ ચાવી હંમેશાં રહે છે.
ઘરના બેડરૂમમાં આયુષી ફ્રેશ થઈને બેઠી હતી ત્યાં જ વિસ્મયે હાથમાં ચાના કપ સાથે પ્રવેશ કર્યો. આયુષીએ વિચાર્યું કે વિસ્મય તેને કેટલો પ્રેમ કરે છે, તેની કેટલી કાળજી રાખે છે. આવા વિચારોમાં ખોવાયેલી આયુષીએ જોયું કે વિસ્મયનો હાથ તેના ભીના શરીર પર ફરી રહ્યો હતો. તેણે પ્રતિકાર કરતાં કહ્યું કે, "અરે ગાંડી, આપણે લગ્ન તો કરવાનાં જ છીએ, તો કેમ ડરે છે." આ સાંભળીને આયુષીનો પ્રતિકાર સહયોગમાં ફેરવાઈ ગયો અને તે પણ વિસ્મયની બાહોમાં ખોવાઈ ગઈ. બહાર વરસતા વરસાદની સાથે સાથે આયુષી ઉપર વિસ્મયનો પ્રેમ પણ વરસી રહ્યો હતો.
બીજા દિવસે ઘરે આવતાં આયુષી ખૂબ જ ખુશ હતી. વિસ્મય આજે તેને તેનાં માતા પિતાને જમવા માટે લઈ જવાનો હતો. જોકે બપોરે કોલેજ પૂરી થતાં વિસ્મયે કહ્યું કે, તેનાં માતા પિતા આ લગ્નની ના પાડે છે, તેથી આપણે ભાગીને લગ્ન કરવાં પડશે. બંનેએ ઘરેથી ભાગવાનું પ્લાનિંગ કર્યું. પ્લાન મુજબ આયુષી રેલવે સ્ટેશન પર સમયસર પહોંચી ગઈ, પણ અડધી રાત સુધી રાહ જોયા સુધ્ધાં ક્યાંય વિસ્મયનો પડછાયો પણ નજરે પડતો ન હતો. આખરે તેણે તેની બેસ્ટ ફ્રેન્ડ નિયતિના ઘરે જવાનું નક્કી કર્યું. નિયતિ આ બધી જ વાત સાંભળીને ચોંકી ગઈ. તેણે આયુષીને ધમકાવતાં કહ્યું કે, "અરે! વિસ્મય તો કોલેજની દરેક છોકરી સાથે આ જ ટ્રિકથી સંબંધ બાંધે છે. તેણે મને પણ એમ જ કહ્યું હતું. આખરે બંનેએ ભેગાં મળી કોલેજના આ મોડર્ન મજનૂને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.
આટલું કરો
  • પ્રેમના નામે થતી છેતરપિંડી પ્રત્યે સાવચેત રહેવું.
  • દરેક પ્રેમ સાચો હોય એ જરૂરી નથી.
  • ગમે એવો પ્રેમ હોય તો પણ આંધળો વિશ્વાસ ન મૂકવો.
  • સંબંધને પરિપક્વ થવા દો એક-બીજાને ઓળખો અને પછી જ આગળ વધો.

Comments