એકાંત અને રાતના અંધકારે બંનેને મદહોશ બનાવી દીધાં




નિશાંત અને મૈત્રી અમદાવાદની એક કોલેજમાં સાથે ભણતાં હતાં. બંને દેખાવડાં, હાઈ-ફાઈ, બધી જ બાબતે શોખીન અને શ્રીમંત પરિવારમાંથી હતાં. તે દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને ઘરવાળાઓએ રાજીખુશીથી તેમની સગાઈ કરીને લગ્ન નક્કી કરી દીધાં. સગાઈ અને લગ્ન વચ્ચેનો ગોલ્ડન પિરિયડ ચાલી રહ્યો હતો. તેઓ સવારથી લઈને મોડી રાત સુધી સાથે હરતાં-ફરતાં અને મોજમસ્તી કરતાં. આ રીતે સમય વીતી રહ્યો હતો.
તેવામાં પ્રેમીઓનો સૌથી પ્રિય દિવસ વેલેન્ટાઈન્સ ડે નજીક આવી રહ્યો હતો. નિશાંતે આ દિવસે તેના અમદાવાદ નજીક આવેલા ફાર્મહાઉસમાં સરપ્રાઈઝ પાર્ટીની ઉજવણી કરવાનું નક્કી કર્યું. તેણે કોલેજના મિત્રોના ગ્રુપને પાર્ટીનું આમંત્રણ આપ્યું. લાઈટિંગ, ડેકોરેશન, મ્યુઝિક, ડિનર અને ડ્રિંક એમ બધી જ વ્યવસ્થા ગોઠવી દીધી. વેલેન્ટાઈન્સ ડેના દિવસે નિશાંત સાંજે મૈત્રીને કારમાં બેસાડીને ફાર્મહાઉસ પર લઈ ગયો. ત્યાં તેની કોલેજનું ફ્રેન્ડ્સગ્રુપ પહેલેથી જ હાજર હતું. તેઓએ ચિચિયારીઓ પાડીને મૈત્રીનું સ્વાગત કર્યું. મૈત્રી પોતાના ફ્રેન્ડ્સને પાર્ટીમાં જોઈને ખુશ થઈ ગઈ. રાતના અંધારામાં પાર્ટીનો માહોલ બરાબર જામ્યો હતો. કોઈ ડિનર કરતું હતું, તો કોઈ ડ્રિંક કરતું હતું. જ્યારે કેટલાંક લોકો મસ્ત બનીને મ્યુઝિકના તાલે ઝૂમી રહ્યાં હતાં. નિશાંત મૈત્રીની કમરમાં અને મૈત્રી નિશાંતના ખભા પર હાથ રાખીને ડાન્સ કરી રહ્યાં હતાં. નિશાંતે થોડું ડ્રિંક કર્યું હતું, પરંતુ મૈત્રીને તેનાથી કોઈ વાંધો નહોતો. બધાં જ ઈન્જોય કરી રહ્યાં હતાં. ડાન્સ કરીને થાકેલી મૈત્રી ફ્રેશ થવા માટે ફાર્મહાઉસમાં બનેલા એક રૂમમાં ગઈ. ફ્રેશ થઈને આરામ કરવા માટે તે બેડ પર આડી પડી અને થોડી જ ક્ષણોમાં થાકને કારણે મૈત્રીની આંખ મીંચાઈ ગઈ. ઘણી વાર થઈ હોવા છતાં મૈત્રી પાછી ન ફરતાં નિશાંત રૂમ તરફ ગયો. તેણે જોયું તો મૈત્રી સૂતી હતી. તેણે હળવેકથી રૂમમાં પ્રવેશીને બારણાની સ્ટોપર વાસી દીધી અને મૈત્રી તરફ આગળ વધ્યો. બિલ્લી પગે આવીને તે બેડ પર મૈત્રીની પાસે આવીને બેસ્યો. તે મૈત્રીને પ્રેમથી જોવા લાગ્યો અને થોડી ક્ષણો પછી મૈત્રીને હળવાં ચુંબન કરવા લાગ્યો. મૈત્રી પણ તેને પ્રેમથી ભેટીને સામે ચુંબન કરવા લાગી.
કામદેવના બાણે જાણે બંનેનું શરીર વીંધી દીધું હોય તેમ બંને એકબીજાંને વળગી પડયાં. એકાંત અને રાતના અંધકારે બંનેને મદહોશ બનાવી દીધાં. બંને જણ ધીરે-ધીરે સીમાઓ ઓળંગી રહ્યાં હતાં. આ માદક વાતાવરણમાં ધીરે-ધીરે બંને એકબીજાંના શરીર પરથી કપડાં સરકાવવા લાગ્યાં. હવે તો માત્ર આંતવસ્ત્રો જ બંનેનું શરીર ઢાંકી રહ્યાં હતાં. મૈત્રીના કોમળ તનના દરેકે દરેક ભાગ પર તસતસતાં ચુંબન કરતાં કરતાં નિશાંતના હાથ ફરી રહ્યા હતા. કામને આધિન બની ગયેલાં બંનેનાં તન-બદન એકબીજાં પર એવી રીતે ગોઠવાઈ ગયાં હતાં કે હવા પણ તેમાંથી પસાર થઈ શકે તેમ નહોતી. નિશાંતે જેવો બ્રાનો હૂક ખોલ્યો કે તરત જ મૈત્રીએ તેને રોક્યો અને સફાળી ઊભી થઈ ગઈ અને બંને હાથથી તેણે પોતાના વક્ષઃસ્થળને ઢાંકી દીધા.
નિશાંતે પૂછયૂં “ શું થયું મૈત્રી?”
“ આપણે આ ખોટું કરી રહ્યાં છીએ”  મૈત્રીએ કહ્યું.
“ એમાં શું ખોટું છે! ટૂંક સમયમાં આપણાં મેરેજ થવાના જ છે ને”  કહી નિશાંત મૈત્રીના ગાલ પર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો.
“ ના, નિશાંત હજુ આપણાં લગ્ન થયાં નથી, થવાનાં છે. એવું નથી કે મને તમારા પર વિશ્વાસ નથી. મને મારી જાત કરતાં પણ તમારા પર વધારે વિશ્વાસ છે. તું મને ખૂબ જ પ્રેમ કરે છે તે પણ હું જાણું છું, પરંતુ આપણે બંનેને તન-મનથી એક કરનારી સુહાગ રાતને આવવામાં હજુ ઘણી વાર છે. આજે વેલેન્ટાઈન્સ ડે છે જે તનથી નહીં પણ મનથી પ્રેમ કરવાનો દિવસ છે.”  મૈત્રીએ કહ્યું. “તારી વાત સાચી છે મૈત્રી. નશાએ મને ભાન ભૂલાવ્યું હતું.”  નિશાંતે કહ્યું.
બંનેને પોતાની ભૂલ સારી રીતે સમજાઈ ગઈ હતી. બંને જણ કપડાં પહેરીને સ્વસ્થ થઈ ગયાં. નિશાંત ઘૂંટણિયે બેસીને મૈત્રીનો હાથ પોતાના હાથમાં લઈને “ આઈ લવ યુ મૈત્રી”  
કહી પોતાના પ્રેમનો એકરાર કરવા લાગ્યો.       
આટલું ન ભૂલશો
* વાસનાને દૂર રાખીને સાચો પ્રેમ કરવામાં આવે તેમાં જ વેલેન્ટાઈન્સ ડેની સાર્થકતા છે.
* નશો બળતામાં ઘી હોમવાનું કામ કરે છે, તેથી નશાથી દૂર રહેવું જોઈએ.
* લગ્ન પહેલાં કોઈ પ્રકારે સંબંધોની સીમા ઓળંગી ન જવાય તેનું ધ્યાન રાખવું.
* યાદ રાખો કે ખરો પ્રેમ માત્ર તનથી જ નહીં, પરંતુ મનથી થાય છે.

Comments