ગ્રીષ્માનો સુંદર દેહ સુશીલની નજર સામે તરવરતો હતો.



નાઈટીનું પાતળું કાપડ શરીરને એ રીતે તો ચોંટી ગયું હતું કે શરીરના દરેક અંગનો કદ-આકાર સ્પષ્ટ રીતે જોઈ શકાતો. તે આજે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી
આર્થિક રીતે સુખી-સંપન્ન અને સંયુક્ત પરિવારમાં એકમાત્ર અને ભાઈ-બહેનોમાં સૌથી નાની લાડકોડથી ઉછરેલી ગ્રીષ્મા હવે જુવાનીનાં પગથિયાં ચઢવા લાગી હતી. કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષની ગ્રીષ્મા ખૂબ જ સ્વરૂપવાન હતી અને તેટલી જ નટખટ. તેના મુખ પર હંમેશાં હાસ્ય રેલાતું. ગોરો વર્ણ,લાંબા કાળા વાળ, ચહેરો ગોળ ભરાવદાર, કદમાં ઊંચી અને સુડોળ કાયા, પુષ્ટ શરીર છતાં નાજૂક-નમણી ગ્રીષ્મા ખૂબ જ આકર્ષક હતી. તેની ઝંખના ન કરે તેવો યુવાન કદાચ મંગળ પર જ હશે. તેને કોઈકની તો નજર લાગવાની જ હતી. પણ કોની?
ગ્રીષ્માનાં સૌથી નાનાં કાકીનો ભાઈ સુશીલ વકીલાતનો અભ્યાસ કરવા માટે અમદાવાદ આવ્યો હતો. પોતાની બહેનનું ઘર હોવા છતાં તે પીજીમાં કે ભાડે રહે તે થોડું ચાલે! બહેનના ઘરના વડીલોની આજ્ઞાને વશ થઈને સુશીલ પણ હવે તે પરિવારની સાથે રહેવા લાગ્યો.
છ ફૂટની ઊંચાઈ, રંગે ઘઉં વર્ણ છતાં દેખાવડો, વાંકડિયા વાળ, કસાયેલું શરીર ધરાવતો ૨૩ વર્ષનો સુશીલ ધોળકા તાલુકાના એક નાનકડા ગામથી હતો.
ઉંમરમાં પોતાનાથી ચાર વર્ષ મોટો સુશીલ સંબંધે તો ગ્રીષ્માના દૂરના મામા થાય, પરંતુ ગ્રીષ્મા તેને મામા ગણતી જ નહીં. પોતાનાથી ઉંમરમાં ચાર વર્ષ મોટી વ્યક્તિને મામા થોડું કહેવાય! મળતાવડા સ્વભાવની, બોલકી અને ખૂબ જ નિખાલસ ગ્રીષ્મા સુશીલને પણ પોતાના પરિવારનો સભ્ય સમજીને તેની સાથે વર્તવા લાગી.
ઘરમાં પોતાની નજર સામે તરવરતી ગ્રીષ્માની છબિ સુશીલના દિલ અને દિમાગમાં કોતરાવા લાગી હતી. ગ્રીષ્માને તો સુશીલની તેના પ્રત્યેની કૂણી લાગણીનો અણસાર પણ ન હતો, પરંતુ સુશીલ તેને મનોમન ચાહવા લાગ્યો હતો. ધીરે-ધીરે ગ્રીષ્મા સાથે સુશીલનું વર્તન બદલાઈ રહ્યું હતું. કોઈ પણ બહાને તે ગ્રીષ્મા સાથે વધુ ને વધુ સમય વીતાવવા લાગ્યો. ગ્રીષ્માની પરીક્ષાઓ નજીક આવી રહી હતી. તે ક્લાસીસ તો કરતી હતી, છતાં પણ તેને કોઈ ક્વેરી હોય તો તે સુશીલ પાસે જઈને સોલ્વ કરાવતી. સુશીલ રાત્રે - રાત્રે ગ્રીષ્માને ભણાવતો. જ્યારે ગ્રીષ્માનું ધ્યાન પુસ્તકમાં હોય ત્યારે સુશીલની નજર ગ્રીષ્માના ચહેરા અને સુડોળ શરીર પર ટકી રહેતી. આ રીતે દિવસો વીતતા ગયા. એકાંત ઋષિમુનિઓ માટે ઉત્તમ છે, પણ જુવાનિયાઓ માટે નહીં. ઘરના ત્રીજા માળે બનાવેલા રૂમનો ગ્રીષ્મા સ્ટડી રૂમ તરીકે ઉપયોગ કરતી. એક રાતે ગ્રીષ્મા તે રૂમમાં અભ્યાસ કરી રહી હતી. મોડી રાત થઈ ગઈ હોવાથી ઘરના બધાં જ લોકો સૂઈ ગયાં હતાં. ગ્રીષ્માના રૂમના બારણા પણ ટક ટકનો હળવો અવાજ આવ્યો. જ્યારે ગ્રીષ્માએ દરવાજો ખોલ્યો તો સુશીલ તેની સામે ઊભો હતો.
“હા, સુશીલ બોલો શું કામ છે” ગ્રીષ્માએ કહ્યું.
“બસ ઊંઘ નહોતી આવતી, મને થયું કે લાવ તને કોઈ ક્વેરી હોય તો સોલ્વ કરી દઉં” કહીને સુશીલ
રૂમમાં પ્રવેશ્યો.
વાતાવરણ એટલું શાંત હતું કે ટાંકણી પડે તો પણ અવાજ આવે. નાઈટીમાં સજ્જ ગ્રીષ્માનું દરેક અંગ જાણે બહાર આવવા થનગની રહ્યું હોય તેવું લાગતું હતું. નાઈટીનું પાતળું કાપડ શરીરને એ રીતે તો ચોંટી ગયું હતું કે શરીરના દરેક અંગનો કદ-આકાર સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. તે આજે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. નાઈટીના પાતળાં કાપડની પાછળ છુપાઈને બેસેલા શરીરને પામવા સુશીલનું મન અધીરું બની રહ્યું હતું. વાસનાનો કીડો ઉછાળા મારી રહ્યો હતો. સુશીલની લાલસાએ તેને ભાન ભૂલવ્યું. અચાનક જ તે ગ્રીષ્માને પોતાના બાહોપાશમાં જકડીને ચૂમવા લાગ્યો. ગ્રીષ્મા કંઈ સમજી જ ન શકી કે આ શું થઈ રહ્યું છે. નાઈટીનો ગળા નીચેનો હૂક ખોલીને સુશીલનો હાથ ગ્રીષ્માની છાતીએ પ્રવેશ કરવા જઈ રહ્યો હતો કે ત્યાં જ ગ્રીષ્માએ સુશીલને જોરદાર ધક્કો માર્યો. “તમે આ શું કરી રહ્યા છો મામા? જો બૂમાબૂમ કરીશ તો તમે ક્યાંયનાય નહીં રહો” હેબતાઈ ગયેલી ગ્રીષ્માએ કડક સ્વરમાં કહ્યું. ગ્રીષ્માના પ્રતિકારથી ગભરાઈ ગયેલો સુશીલ હાથ-પગ જોડીને ગ્રીષ્માને વિનંતી કરી રહ્યો હતો કે, “ગ્રીષ્મા, ખબર નહીં કે મને શું થઈ ગયું હતું, પ્લીઝ મને માફ કર અને આ અંગે ઘરમાં કોઈને કહેતી નહીં.”
આટલું કહીને સુશીલ ડરતાં ડરતાં ચાલ્યો ગયો.
તે હવે પીજીમાં રહેવા લાગ્યો અને નાછૂટકે જ પોતાની બહેનના ઘરે આવતો.
આટલું ન ભૂલશો...
* પરપુરુષ સાથે હંમેશાં માપમાં રહીને જ વર્તવું જોઈએ.
* પરપુરુષ સાથે વધારે નિકટતાનો સંબંધ રાખવો હિતાવહ નથી.
* ગમે તેવી પરિસ્થિતિ આવી પડે છતાં પણ સ્ત્રી-પુરુષે બને ત્યાં સુધી એકાંતમાં રહેવું ટાળવું.
* કંઈ પણ કરતાં પહેલાં તેના પરિણામ વિશે સો વાર વિચારવું જોઈએ.

Comments