કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી અપર્ણા જેટલી સુંદર લાગતી હતી. તેનું દેહલાલિત્ય ભલભલાને ભાન ભુલાવી દે તેવું હતું.
ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો વિક્રમ કોલેજનો સૌથી ટેલેન્ટેડ, સ્માર્ટ અને સ્ટાઇલિશ છોકરો હતો. કોલેજના અન્ય છોકરાઓની જેમ વિક્રમ પણ પોતાનું સર્વસ્વ ભુલાવીને અપર્ણાના પ્રેમમાં પડી ગયો. એક દિવસ વિક્રમે અપર્ણા સમક્ષ પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો અને અપર્ણાએ સ્વીકૃતિની મહોર મારતાં બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટયા. કોલેજના લેક્ચર બંક કરીને બંને જણ બાઇક પર લોંગ ડ્રાઇવ માટે નીકળી પડતાં. એકબીજાના હાથ પકડી, આંખોમાં આંખ પરોવીને કલાકો સુધી વાતો કરતાં. વિક્રમના પરિવારે તેનાં લગ્ન એક ભણેલી-ગણેલી શિલ્પા નામની છોકરી સાથે નક્કી કરી દીધાં. વિક્રમ પગભર તો નહોતો જ સાથે પરિવારની ઇચ્છા વિરુદ્ધ જઈ શકે તેમ પણ ન હતો. પોતે કોઈ છોકરીને પ્રેમ કરે છે તે જણાવવાની તેની હિંમત જ ન ચાલી. વિક્રમે ઉદાસ મને પોતાનાં લગ્ન નક્કી થઈ ગયાંની વાત અપર્ણાને કરી અને પોતાને તથા પ્રેમને સુંદર સ્વપ્ન સમજીને ભૂલી જવા જણાવ્યું, પરંતુ અપર્ણા વિક્રમને ભૂલવા તૈયાર નહોતી.
જોતજોતામાં વિક્રમનાં લગ્નને બે વર્ષ થઈ ગયાં. તેના નાના ભાઈ હાર્દિકનાં લગ્ન પણ એક સુંદર અને ભણેલી-ગણેલી યુવતી સાથે નક્કી થયાં. તે છોકરીને જોતાં જ વિક્રમ ચોંકી ઊઠયો, કારણ કે તે બીજું કોઈ નહીં, પણ અર્પણા જ હતી. હાર્દિક ઠીકઠાક લાગતો હોવા છતાં પણ અપર્ણાએ લગ્ન માટે હા પાડી, કારણ કે તેનો ઉદ્દેશ વિક્રમની નજીક રહેવાનો જ હતો. હાર્દિક અને અપર્ણાનાં લગ્ન થઈ ગયાં. ચારે જણ હળીમળીને રહેતાં. વિક્રમનો ઉદાસ, પડી ગયેલો ચહેરો ફરીથી ખીલવા લાગ્યો. શિલ્પા ખોળો ભરીને પિયરે ગઈ. હવે અપર્ણા જ પરિવાર તથા બંને ભાઈઓની સંભાળ રાખતી. હાર્દિક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરતો હતો, તેથી રાત્રે ઘરે આવવામાં અવાર-નવાર તેને મોડું થતું. જ્યારે વિક્રમ ઓફિસેથી સાતેક વાગ્યે આવી જતો. પોતાના ખોઈ બેઠેલા પ્રેમને પામવાની અપર્ણાને સુવર્ણ તક મળી ગઈ હતી. એક દિવસ હાર્દિકે અપર્ણાને ફોન કર્યો કે આજે મારે ઘરે આવવામાં બહુ મોડું થશે. આ સાંભળીને અપર્ણા ખૂબ જ ખુશ થઈ ગઈ. તે સમી સાંજથી જ શણગાર સજવા લાગી. વિક્રમ રોજના સમયે ઘરે પહોંચ્યો. આજે તેને અપર્ણા કોઈ નવપરિણીત દુલ્હન જેવી લાગતી હતી. બંને જણ સાથે જમ્યા, પછી વિક્રમ તેના રૂમમાં ગયો. થોડી વાર પછી અપર્ણા વિક્રમના રૂમમાં ગઈ. બંને બેડ પર એકબીજાના હાથ પકડીને જૂની વાતો વાગોળવા લાગ્યાં. લાગણીઓના પ્રવાહમાં તણાઈ રહેલી અપર્ણા વિક્રમને વળગી પડી. ધીરે-ધીરે બંને જણ બે મટીને એક થવા લાગ્યાં.
સાઇટ પર ઇલેક્ટ્રિસિટી ન હોવાને કારણે હાર્દિક ઘરે પરત ફર્યો. પોતાની પાસે રહેલી ઘરની ચાવી વડે લોક ખોલીને તે ઘરમાં આવ્યો. બેડરૂમ અને રસોડામાં જોયું, પરંતુ અપર્ણા ક્યાંય ન દેખાઈ. તે વિક્રમના રૂમ નજીક ગયો ત્યારે અપર્ણા અને વિક્રમનો અવાજ આવી રહ્યો હતો. અધકચરા બંધ દરવાજામાંથી તેણે જોયું તો વિક્રમ અપર્ણાને વળગીને તેના હોઠનું રસપાન કરી રહ્યો હતો. બંનેનાં શરીર પર કહેવા પૂરતાં કપડાં હતાં. હાર્દિકને જોઈને બંને જણ સ્તબ્ધ થઈ ગયાં અને માફી માગવા લાગ્યાં.
પોતાના ભાઈ અને પત્નીના આવા કૃત્યથી દુઃખી થયેલા હાર્દિકે ભાઈ સાથેના તમામ સંબંધોનો અંત આણી દીધો અને અલગ રહેવા જતો રહ્યો.
આટલું ન ભૂલશો
* લગ્ન પછી પણ બીજી વ્યક્તિ સાથે સંબંધ રાખવો એ પોતાના પાર્ટનર અને જાતને કરેલો મોટો વિશ્વાસઘાત છે.
* સંબંધો તૂટે કે તેને લાંછન લાગે તેવું પગલું ક્યારેય ન ભરવું.
* પરિવારની એક વ્યક્તિ જ્યારે
* બીજી વ્યક્તિને દગો કરે છે ત્યારે તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવે છે.
Comments
Post a Comment
Thanx For Comment