"અરે, આ બાળકી કોની છે? અહીંયાં ઊભી રહીને ક્યારનીય રડે છે." આજુબાજુમાં નજર કરતા રાહુલે પૂછયું. ત્યાં તો એક સ્ત્રી દોડતી દોડતી આવીને બાળકીને વળગી પડી અને મોડું આવવા બદલ માફી માંગવા લાગી. સ્ત્રીના હાવભાવ જોઈને રાહુલને ખાતરી થઈ ગઈ કે તે બાળકીની માતા જ છે. નખશિખ સુંદર યુવતીને રાહુલ જોતો રહ્યો. અને તે પહેલી નજરમાં જ જાણે તેના પ્રેમમાં પડી ગયો. આગળ વાતચીતમાં ખબર પડી કે તેનું નામ સુહાસિની હતું અને તે નજીકમાં જ રહેતી હતી. તેનો પતિ એક બિઝનેસમેન હોવાથી વારંવાર શહેરની બહાર જ રહેતા હતા.
રાહુલ પણ પરણિત હતો અને દિકરાને શાળાએ લેવા આવ્યો હતો. જો કે હવે તો રાહુલને સુહાસિનીને રોજ મળવાનું થતું. પોતાનાં સંતાનોને શાળાએ લેવાના બહાને તે બંને રોજ મળતાં. એક દિવસ સુહાસિની દેખાઈ નહીં. રાહુલને એટલી બધી ચિંતા થઈ કે તે સુહાસિનીના ઘરે પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો સુહાસિની ઘરમાં એકલી જ હતી. પારદર્શક બ્લેક ગાઉનમાં સુહાસિની વધુ સેક્સી લાગતી હતી. રાહુલને શું બોલવું, તે ખબર ન પડતાં સુહાસિનીએ જ કહ્યું કે, મારી દીકરી તેના મામાના ઘરે ગઈ હોવાથી આપણે ન મળી શક્યાં. તેણે રાહુલને ઘરમાં બેસાડયો. આગ્રહ કરીને કોફી પીવડાવી.
ઔપચારિક વાતો પછી રાહુલ પાછો જવા માટે ઊભો થયો ત્યાં જ અચાનક સુહાસિની તેને વળગી પડી. આવું બનતાં રાહુલ થોડી વાર માટે ડઘાઈ ગયો. સુહાસિનીએ કહ્યું કે હંમેશાં પૈસા પાછળ ભાગતા પતિએ પણ તેની આટલી દરકાર નથી રાખી. રાહુલને પણ તેની કરિયર ઓરિએન્ટેડ વાઇફ સાથે આ જ ફરિયાદ રહેતી હતી. તેણે પોતાની લાગણીઓને વહેવા દીધી. સુહાસિનીના લાંબા કેશમાં તે હાથ ફેરવવા લાગ્યો. ધીમે ધીમે સુહાસિની આગળ વધવા લાગી અને મિલનમાં આડા આવતા બ્લેક ગાઉનને હળવેકથી નીચે સરકાવી દીધું. રાહુલે તેને બાહુપાશમાં જકડી લીધી.
હવે આ રોજનો ઘટનાક્રમ થઈ ગયો હતો. સુહાસિનીનો પતિ મહિનાના મોટાભાગના દિવસોમાં ઘરની બહાર રહેતો હોવાથી રાહુલ દરરોજ તેને મળવા માટે જતો. આખરે એક દિવસ બંને જણાંએ એકબીજાં સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો. સુહાસિનીના પતિએ તેને ખૂબ જ પ્રેમ કરતો હોવાનું કહ્યું એમ કહીને તેને ક્યારેય એકલી નહીં છોડવાનું વચન આપતાં સુહાસિનીએ વિચાર માંડી વાળ્યો. રાહુલે જ્યારે તેની પત્નીને ડિવોર્સ આપવાની વાત કરી ત્યારે તેની પત્નીએ ડિવોર્સ પેપર પર સહી તો કરી આપી પણ રાહુલનો એક રૂપિયો પણ લેવાનો ઇનકાર કરી દીધો. તેણે કહ્યું, હું રાહુલને ચાહું છું, રૂપિયાને નહીં. રાહુલને તે દિવસે ખબર પડી કે તેની પત્ની તેને કેટલો પ્રેમ કરે છે. આખરે સુહાસિની સાથે લગ્ન નહીં કરવાનું તેણે નક્કી કર્યું. અને પોતાની ભૂલ માટે માફી માંગી.
આટલું કરો
* અજાણી વ્યક્તિ સાથે ઘરોબો કેળવવો જોઇએ નહીં.
* ભાવાવેશમાં ખોટું પગલું ન ભરાઇ જાય તે માટે સભાન રહેવું.
* જો કોઇ સમસ્યા હોય તો પતિ પત્નીએ ખુલ્લા મને એકબીજા સાથે ચર્ચા કરવી.
* કોઇ પણ સંજોગોમાં જીવનસાથી સાથે વફાદારી ન છોડવી.
Comments
Post a Comment
Thanx For Comment