શ્રેયાનાં કુંવારાં અંગો પર ફરી રહેલા અક્ષયના હાથ ગજબની ઉત્તેજના જગાવી રહ્યા હતા. ધીરે-ધીરે બંને એકબીજાંને સંપૂર્ણ રીતે સર્મિપત થઈ ગયાં. શરીરસુખનો આનંદ મેળવ્યા પછી બંને ફરી પાછાં પૂર્વવત્ થઈ ગયાં.
શ્રેયા અને અક્ષય શહેરની એક પ્રતિષ્ઠિત કોલેજમાં સાથે અભ્યાસ કરતાં હતાં. આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડયાં. બંને દેખાવે સુંદર અને સરળ સ્વભાવનાં હતાં તથા શ્રીમંત અને એજ્યુકેટેડ પરિવારનાં સંતાન હતાં. તેમના ઘરના લોકો બંનેનાં લગ્ન માટે ખુશી ખુશી તૈયાર થઈ ગયા. ધામધૂમથી તેમની સગાઈ પણ કરવામાં આવી, પરંતુ તેમનાં લગ્ન દોઢ વર્ષ પછી કરવાનું નક્કી કર્યું, કારણ કે બંને માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યાં હતાં. માસ્ટર્સ પૂરું થયાં પછી જ લગ્ન થાય એવું ઘરના લોકો ઇચ્છતા હતા.
માસ્ટર્સ પણ તેઓ એક જ કોલેજમાં સાથે કરતાં હતાં. બંને ઘરના સદસ્યો ખૂબ જ મુક્ત વિચારના હતા. તેમને પોતાનાં સંતાનો પર ખૂબ જ ભરોસો હતો, તેથી બંને એકબીજાંને ગમે ત્યારે મળી શકતાં અને મોડી રાત સુધી સાથે ફરી શકતાં. ઘરવાળા તરફથી તેમને કોઈ રોક-ટોક ન હતી.
માસ્ટર્સની ફાઇનલ એક્ઝામને ગણતરીના દિવસો જ બાકી હતા. બંને સાથે એક્ઝામની તૈયારી કરી રહ્યાં હતાં. અક્ષય રોજ શ્રેયાના ઘરે વાંચવા માટે જતો અને મોડી રાત્રે અગિયારેક વાગ્યે પોતાના ઘરે પાછો ફરતો.
એક દિવસ શ્રેયાની મમ્મીએ અક્ષયને ફોન કર્યો, "બેટા, આજે અમારે બહુ દૂર એક પ્રસંગમાં જવાનું છે. રાત્રે ઘરે પરત ફરતાં બારેક વાગી જશે, તેથી આજે થોડો સમય વધારે રોકાઈ શકે તો..."
"હા, હા, મમ્મી ચોક્કસ રોકાઈશ, તમે શ્રેયાની ચિંતા ન કરો. શાંતિથી જઈ આવો." અક્ષયે કહ્યું.
અક્ષય સાત વાગ્યે શ્રેયાના ઘરે પહોંચી ગયો. બંને સાંજથી લઈને મોડી રાત સુધી સાથે સમય વિતાવશું એમ વિચારીને રોમાંચનો અનુભવ કરી રહ્યાં હતાં. એકબીજાના હાથમાં હાથ પરોવીને તેઓ પોતાનાં લગ્નની ક્ષણો અને તૈયારીઓ વિશે પ્રેમથી વાત કરવા લાગ્યાં. થોડા સમય પછી બંને સાથે જમ્યાં, ત્યાર બાદ તેઓ વાંચવા માટે શ્રેયાના રૂમમાં ગયાં.
જોકે અક્ષયને આજે ભણવાનો જરાય મૂડ નહોતો. તે શ્રેયા સાથે મસ્તી જ કરી રહ્યો હતો. આ દરમિયાન અક્ષય અને શ્રેયાને એકબીજાનાં શરીરનો સુખદ સ્પર્શ અનુભવાયો. આવો અનુભવ તેમને પહેલાં ક્યારેય નહોતો થયો. ધીરે-ધીરે બંને ચુંબકના અસમાન ધ્રુવની જેમ આકર્ષાઈને એકબીજાને ચોંટી ગયાં. ગાઢ આલિંગન અને તસતસતાં ચુંબનના પ્રવાહમાં તેઓ તણાઈ રહ્યાં હતાં. શ્રેયાનાં કુંવારાં અંગો પર ફરી રહેલા અક્ષયના હાથ ગજબની ઉત્તેજના જગાવી રહ્યા હતા. ધીરે-ધીરે બંને એકબીજાંને સંપૂર્ણ રીતે સર્મિપત થઈ ગયાં. શરીરસુખનો આનંદ મેળવ્યા પછી બંને ફરી પાછાં પૂર્વવત્ થઈ ગયાં. મોડી રાત્રે શ્રેયાનાં મમ્મી-પપ્પા પાછાં ફરતાં અક્ષય ઘરે ગયો.
એક અઠવાડિયા પછી ફરીથી તેમને એકાંતની પળો માણવાની તક મળી. અક્ષય ફરી મદહોશ બનીને શ્રેયાને આલિંગનમાં જકડીને આગળ વધી રહ્યો હતો કે ત્યાં જ શ્રેયાએ તેને અટકાવ્યો. તેણે અક્ષયને કહ્યું કે આપણાંથી એક વખત ઉતાવળ થઈ ગઈ છે, પરંતુ આ એ વારંવાર દોહરાય તે યોગ્ય નથી. મેં તને પહેલી જ વાર અટકાવ્યો હોત, પરંતુ હું નહોતી ઇચ્છતી કે મારા આવા વર્તનથી તને એવું લાગે કે મને તારા ઉપર ભરોસો નથી. ટૂંક સમયમાં જ આપણાં મેરેજ થવાનાં છે. જો આપણે થોડો સંયમ રાખશું તો લગ્ન બાદની સુખમય ક્ષણોને વધારે યાદગાર બનાવી શકશું. અક્ષય પણ શ્રેયાની આ વાતથી સહમત થયો. તેમણે ગંભીર બનીને ફરીથી અભ્યાસમાં મન લગાવ્યું.
આટલું ન ભૂલશો
- પરિવારના સભ્યોએ તમારા ઉપર મૂકેલા વિશ્વાસને ક્યારેય તોડવો જોઈએ નહીં.
- લગ્ન પહેલાં જ્યારે તમારો પાર્ટનર તમને કોઈ વાતે અટકાવે ત્યારે તેનું ખોટું અર્થઘટન ન કરવું.
- લગ્ન પહેલાં પ્રેમની પવિત્રતા જોખમાય નહીં તેનું ધ્યાન રાખવું.
- ભૂલ ધ્યાનમાં આવે તો તેને સુધારી લેવી જોઈએ. એક વાર થાય તેને ભૂલ કહેવાય, અનેક વાર થાય તેને નહીં.
Comments
Post a Comment
Thanx For Comment