બધી જ મર્યાદાઓ તોડીને બંને બે મટી એક થયાં...


પુનિતાને પહેલી નજરે જોતાં સાહિલ તેના પ્રેમમાં પડી ગયો હતો. બંને વચ્ચે મિત્રતા થઈ અને પ્રેમના અંકુર ફૂટયા. સાહિલ તેના માટે અવાર-નવાર મોંઘીદાટ ગિફ્ટ લાવતો,કાર લઈને લોંગ ડ્રાઈવ પર જતો અને રજાનો દિવસ સાથે ગાળતાં. પુનિતા તેની મોંઘીદાટ ગિફ્ટ્સ અને વૈભવી જીવનશૈલીથી કેટલેક અંશે અંજાઈ ગઈ.
પુનિતા એક નાનકડા ગામડામાંથી અમદાવાદ કોલેજ કરવા આવેલી મધ્યમ વર્ગની છોકરી હતી. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. જેટલી નિખાલસ અને સમજુ હતી, તેટલી જ સુંદર પણ હતી. ફુરસદના સમયે ઘડયું હોય તેવું ઘાટીલું શરીર, ઊંચું કદ, સુંદર ગોળ ચહેરો, લાંબા કાળા વાળ અને ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વ. પુનિતા જ્યાંથી પસાર થાય ત્યાં યુવાન હૈયાંઓ પર તેની કાયાનાં કામણ પથરાઈ જતાં. જોકે તેને પોતાના રૂપનું કોઈ અભિમાન નહોતું. કોલેજમાં થોડા દિવસો વીતતા એક છોકરા-છોકરીઓના ગ્રૂપ સાથે તેની મિત્રતા થઈ.
આ જ ગ્રૂપમાં સાહિલ નામનો એક સ્માર્ટ અને દેખાવડો યુવાન હતો. કોલેજની દરેક છોકરી તેની પાછળ પાગલ હતી. તેની પાછળનું મુખ્ય કારણ હતું સાહિલની રોયલ લાઈફસ્ટાઈલ અને રૂપિયા. તે ગર્ભશ્રીમંત પરિવારનો એકનો એક દીકરો હતો. કોલેજ તો માત્ર મોજ-મસ્તી ખાતર જ કરતો હતો. તે મિત્રો પાછળ પૈસા પાણીની જેમ વાપરતો.
પુનિતાને પહેલી નજરે જોતાં સાહિલ તેના પ્રેમમાં પડી ગયો હતો. બંને વચ્ચે મિત્રતા થઈ અને પ્રેમના અંકુર ફૂટયા. સાહિલ તેના માટે અવાર-નવાર મોંઘીદાટ ગિફ્ટ લાવતો, કાર લઈને લોંગ ડ્રાઈવ પર જતો અને રજાનો દિવસ સાથે ગાળતાં. પુનિતા તેની મોંઘીદાટ ગિફ્ટ્સ અને વૈભવી જીવનશૈલીથી કેટલેક અંશે અંજાઈ ગઈ. સાહિલે તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું.
સાહિલ અને પુનિતા કોલેજના ગ્રૂપ સાથે ચાર-પાંચ દિવસની એડવેન્ચર ટ્રીપ પર ગયાં. બધા જ લોકો જ્યારે ફરવા જતા ત્યારે બંને કેમ્પના ટેન્ટમાં સાથે રહી સમય ગાળતાં. આ દિવસો દરમિયાન તેઓ એકબીજાંની વધારે નજીક આવ્યાં. બધી જ મર્યાદાઓ તોડીને બંને બે મટી એક થયાં. બંને દેહસુખની અદ્ભુત અનુભૂતિ વારંવાર કરવા લાગ્યાં. ટ્રીપ પૂરી થતાં તેઓ ઘરે પાછાં ફર્યાં.
એક દિવસ સાહિલનાં માતા-પિતા તેને પુનિતાની સાથે જોઈ જાય છે. સાહિલના મિત્રોને પૂછતાં તેમને જાણવા મળ્યું કે આ છોકરીનું નામ પુનિતા છે અને સાહિલની સાથે કોલેજમાં ભણે છે. બંને એકબીજાને છેલ્લા કેટલાક સમયથી પ્રેમ કરે છે. સાહિલને જાણ ન થાય તે રીતે તેમણે પુનિતાને ઘરે મળવા માટે બોલાવી.
જ્યારે પુનિતા સાહિલના ઘરે પહોંચી ત્યારે તેનાં માતા-પિતાએ તેને મીઠો આવકાર આપ્યો. સાહિલના પિતાએ કહ્યું, 'દીકરી, અમે ઇચ્છીએ છીએ કે તારા જેવી સુંદર અને ગુણવાન છોકરી અમારા ઘરની વહુ બને, પરંતુ હજુ સાહિલ તારા લાયક નથી બન્યો. તે તેના અભ્યાસ કે બિઝનેસને જરાય ગંભીરતાથી લેતો નથી. ઉમેરો ન કરવામાં આવે તો રાજાનો ખજાનો પણ ખાલી થઈ જાય.'પુનિતા બધી જ વાત સમજી ગઈ.
બીજા દિવસે જ્યારે બંને મળે છે ત્યારે સાહિલ હાથ ફેલાવી આલિંગન આપવા માટે આગળ વધે છે ત્યારે જ પુનિતા એક ડગલું પાછળ ભરે છે. સાહિલને પુનિતાનું આ વર્તન કંઈક અજુગતું લાગ્યું. કારણ પૂછતાં પુનિતાએ કહ્યું, "હવે તો કોલેજ પૂરી થવા આવશે. તું જે કંઈ પણ છે તે તારા પપ્પાને કારણે છે. તારું ધ્યાન અભ્યાસ કે તારા પપ્પાના બિઝનેસ પર નથી. હું ઇચ્છું છું કે તું તારા દમ પણ કંઈક મેળવ, કંઈક કરી બતાવ. તેના માટે હું તને બે વર્ષનો સમય આપું છું. હું તને પ્રેમ કરું છું, પરંતુ આપણે લગ્ન કરશું કે નહીં તે બે વર્ષ પછી જ નક્કી થઈ શકશે."                                          
આટલું ન ભૂલશો
* પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી, પરંતુ અભ્યાસ પર ધ્યાન આપવું પણ જરૂરી છે.
* કોઈના પૈસા કે જીવનશૈલી જોઈને ક્યારેય અંજાવું જોઈએ નહીં.
* મર્યાદાની લક્ષ્મણરેખા ભૂલથી પણ ન ઓળંગવી.
* માત્ર પૈસો જ બધું નથી, કારકિર્દી પણ મહત્ત્વની છે.  

Comments