અજય અને મીનાક્ષી બાળપણથી ખૂબ જ સારા મિત્રો હતાં. તેમના પરિવારો વચ્ચે પણ ઘર જેવો સંબંધ હતો. સ્કૂલથી લઈને કોલેજ સુધી બંને જણે સાથે અભ્યાસ કર્યો. અજય મીનાક્ષીને ખૂબ પ્રેમ કરતો હતો. તે પોતાના પ્રેમનો એકરાર કરવા માટે યોગ્ય તક શોધતો. તક મળતી પણ ખરી, પરંતુ તે સમયે તેની બોલતી બંધ થઈ જતી. મીનાક્ષીને પોતાના મનની વાત કરવાની તેનામાં હિંમત જ ન થઈ.
સમયનું ચક્ર કોઈના માટે થંભ્યું નથી. મીનાક્ષીની પરણવાયોગ્ય ઉંમર થઈ ગઈ હતી. તેનાં માતા-પિતાએ તેના માટે યોગ્ય મુરતીયો શોધી કાઢયો. તેનાં લગ્ન સૂરતમાં રહેતા બિઝનેસમેન ર્કાિતક સાથે નક્કી કર્યાં. થોડા સમય પછી ધામધૂમથી લગ્ન થયાં. એક બાજુ મીનાક્ષીની ડોલી અને બીજી બાજુ અજયના અરમાનોની અર્થી ઊઠી રહી હતી. મીનાક્ષી પતિ સાથે સુખમય જીવન વિતાવવા લાગી. સુખી દાંપત્યજીવનના ફળરૂપે તેને રિયા નામની એક સુંદર છોકરી હતી.
બીજી તરફ મીનાક્ષીને ન મેળવી શકવાનું દુઃખ અને એકલતામાંથી બહાર આવી અજયે આગળ અભ્યાસ ચાલુ રાખ્યો અને પ્રોફેસર બન્યો. અમદાવાદની એક પ્રતિષ્ઠિત કોલેજમાં તેને અંગ્રેજી વિષયના પ્રોફેસર તરીકે સરકારી નોકરી મળી ગઈ. અજયના લગ્ન ૩૫ વર્ષની ઉંમરે સુંદર અને સરળ સ્વભાવની રેખા સાથે થયાં. અજય અને રેખાનું દાંપત્યજીવન પણ સુખમય પસાર થઈ રહ્યું હતું. ત્રણેક વર્ષ પછી એક દિવસ અજયના હાથમાં તેનો ટ્રાન્સ્ફર ઓર્ડર આવ્યો. તેની બદલી સૂરત શહેરમાં થઈ છે તે જાણીને તે ખૂબ જ ખુશ થયો. તેના સ્મૃતિપટ પર ફરીથી મીનાક્ષીની યાદો તરવરવા લાગી. તેણે મીનાક્ષીને ફોન કરીને કહ્યું કે તેની બદલી સૂરત થઈ છે અને સારી જગ્યાએ મકાન ભાડે શોધી આપવાની જવાબદારી તારી. મીનાક્ષીએ તેની જ સોસાયટીમાં એક મકાન અજયને ભાડે અપાવ્યું. અજય અને મીનાક્ષી એમ બંને મિત્રોને ઘણાં વર્ષો પછી ફરી મળવાનો ઘણો આનંદ હતો. ર્કાિતક સારી રીતે જાણતો હતો કે અજય અને મીનાક્ષી બાળપણના સારા મિત્રો છે. કોલેજમાં ધોરણમાં ભણતી રિયાને જોઈને અજયે કહ્યું કે, "રિયા તો ઘણી મોટી થઈ ગઈ ને! તું તો અદ્દલ તારી મમ્મી જેવી જ લાગે છે."
થોડાં જ સમયમાં બંને પરિવાર વચ્ચે સંબંધો ગાઢ થઈ ગયા. મીનાક્ષી-ર્કાિતકને મિત્ર અને રિયાને અંકલ મળી ગયા. રિયાની ફાઇનલ એક્ઝામ નજીક આવી રહી હતી, વળી અંગ્રેજીમાં ઓછા માર્ક આવવાને કારણે તેની ટકાવારી ઘટી જતી, તેથી મીનાક્ષીએ અજયને કહ્યું કે તે રિયાને દરરોજ અંગ્રેજીનું ટયૂશન આપે. મીનાક્ષી કહે અને અજય ના કહે ખરો! તે દરરોજ બપોરના સમયે રિયાને ટયૂશન આપવા લાગ્યો.
એક દિવસ અજય રિયાને ટયૂશન આપવા માટે ઘરે આવ્યો. બારણું ખૂલ્યું તો સામે મીનાક્ષી નહીં, પણ રિયા હતી. અજયે પૂછતાં રિયાએ કહ્યું કે મમ્મી કામથી બહાર ગઈ છે અને સાંજે આવશે. સ્ટડી રૂમમાં અજય રિયાને ભણાવવા લાગ્યો. અજયનું મન મીનાક્ષીના વિચારોમાં ખોવાઈ ગયું. તે મીનાક્ષીને ન પામી શક્યો તે બાબત તેના મનને કોરી રહી હતી. પોતાની સામે બેઠેલી ૧૮ વર્ષની કુમળી વયની રિયામાં તેને મીનાક્ષી જ દેખાવા લાગી. વર્ષો સુધી પોતાના પ્રેમનો એકરાર ન કરી શકનાર અજયના મન-મગજમાં આજે મીનાક્ષીને પામવાનું ભૂત સવાર થયું. તેણે રિયાને ખેંચીને પોતાની છાતી સરસી ચાંપી દીધી. ધીરે-ધીરે અજય રિયાના શરીર પરથી કપડાં દૂર કરવા લાગ્યો. ડઘાઈ ગયેલી રિયાના મોંમાંથી અવાજ જ ન નીકળી શક્યો. અંતે હડસેલો મારી રીયા ઘરની બહાર દોડી ગઈ. બૂમો પાડી. લોકોએ આવી અજયને પકડયો. પોલીસને બોલાવી પોલીસને સોંપી દીધો.
Comments
Post a Comment
Thanx For Comment