પ્રિન્સી પોતાનું કૌમાર્ય ગુમાવવા તરફ આગળ વધી રહી હતી..


વિજય અને નમ્રતાનાં અરેન્જ મેરેજ હતાં. વિજય ખૂબ જ હેન્ડસમ અને આકર્ષક પર્સનાલિટી ધરાવતો હતો. તે એક પ્રતિષ્ઠિત કંપનીમાં ઊંચા પગારે સીએના પદ પર કામ કરતો હતો. નમ્રતા ઘઉંવર્ણી,પણ ઘાટીલી હતી. પહેલી જ મિટિંગમાં બંનેનો જવાબ હા આવતાં ટૂંક સમયમાં જ તેમનાં લગ્ન લેવાયાં.
નમ્રતાને બહેન તો નહોતી, પરંતુ બહેન જેવી બાળપણની ફ્રેન્ડ પ્રિન્સી હતી. લંબગોળ ચહેરો, લાંબાં નયનો, ઘાટીલું નાક, ગુલાબી હોઠ, ભરાવદાર ગાલ, નાનું કપાળ અને સુંદર વાંકળિયા કાળા વાળ. સૂર્ય પણ જેની ચમકથી અંજાઈ જાય તેવો ગોરો વર્ણ. કુદરતે જેટલું સુંદર શારીરિક સોંદર્ય આપ્યું હતું તેટલો જ મીઠો અવાજ પણ હતો.
લગ્ન બાદ વિજયનાં માતા-પિતા મોટા દીકરા પાસે અમેરિકા રહેવા ગયાં. અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા આલિશાન બંગલામાં વિજય અને નમ્રતા એકલાં જ હતાં. એક સવારે વિજય અને નમ્રતા ચા-નાસ્તો કરી રહ્યાં હતાં એટલામાં ડોરબેલ રણકી. નમ્રતા દરવાજો ખોલતાંની સાથે ખુશીથી ઊછળી પડી, કારણ કે નજર સામે તેની બેસ્ટ ફ્રેન્ડ પ્રિન્સી ઊભી હતી. નમ્રતાના બહુ કહેવા પર પ્રિન્સી અઠવાડિયા માટે તેના ઘરે રહેવા આવી હતી, તેથી વિજયે ઓફિસમાંથી બે દિવસની રજા લઈ લીધી. ત્રણે જણાએ ત્રણ દિવસ ખૂબ મજા કરી. થિયેટરમાં ફિલ્મો જોઈ, રેસ્ટોરાંમાં જમ્યા અને આખો દિવસ બહાર ફર્યાં. આ જ ત્રણ દિવસમાં વિજય પ્રિન્સીના દિલમાં વસી ગયો.
ચોથા દિવસે કોલેજમાં બહુ અગત્યનું લેક્ચર હોવાથી નમ્રતા કોલેજ ગઈ. વિજય સાંજે ઘરે આવ્યો. ડોરબેલ વગાડતાં દરવાજો નમ્રતાએ નહીં, પરંતુ પ્રિન્સીએ ખોલ્યો અને કહ્યું કે નમ્રતા આજે કોલેજ ગઈ છે. વિજય બેડરૂમમાં ગયો તેની પાછળ જ પ્રિન્સી પણ પહોંચી ગઈ. વિજયે પ્રિન્સીના પોતાના રૂમમાં આવવાને કારણે થોડાક ખચકાટ સાથે પલંગ પર બેઠો. પ્રિન્સી તેની બાજુમાં જ બેસી ગઈ. વિજયને પ્રિન્સીનું વર્તન રોજ કરતાં કંઈક અલગ લાગતું હતું. તેણે પહેરેલાં કપડાં એટલાં તો પારદર્શક હતાં કે તેમાંથી તેનાં આંતર્વસ્ત્રો નરી આંખે દેખાતાં હતાં. તેની આંખોમાં અજબ નશો હતો. કોઈ પણ પુરુષ પોતાનો સંયમ તોડી દે તેટલી કામુક લાગતી હતી.
વિજય, હું તમને ખૂબ પ્રેમ કરું છું કહીને વિજયને વળગી પડી. વિજય કંઈ બોલે તે પહેલાં જ તેણે પોતાના હોઠથી તેના હોઠને બીડી દીધા. થોડી વાર પછી તે ભાન ભૂલીને પ્રિન્સીને વશ થઈ ગયો. તેના હાથ પ્રિન્સીના મુલાયમ અંગો પર ફરી રહ્યાં હતાં. પ્રિન્સી પોતાનું કૌમાર્ય ગુમાવવા તરફ આગળ વધી રહી હતી કે ત્યાં જ ડોરબેલ વાગી. પ્રિન્સી સફાળી ઊભી થઈને દરવાજો ખોલવા નીચે ગઈ. સ્વસ્થ થતાં વિજય વિચારવા લાગ્યો કે પોતે બહુ મોટું પાપ અને બેવફાઈ કરવામાંથી બચી ગયો.
નમ્રતાને આઘાત ન લાગે અને વર્ષો જૂની મિત્રતા ન તૂટે તે માટે વિજયે તેનાથી આ વાત છુપાવી. વિજય પ્રિન્સી રહી ત્યાં સુધી તેનાથી દૂર જ રહેવા લાગ્યો. નમ્રતાને પણ વિજયનું પ્રિન્સી પ્રત્યેનું વર્તન થોડું બદલાયેલું લાગ્યું, પરંતુ તે વિચારવા લાગી કે રજાઓ લીધી તેને કારણે તેને કામનો સ્ટ્રેસ હશે.            
આટલું ન ભૂલશો
પરિણીત વ્યક્તિએ પોતાની તરફ કોઈ કૂણી લાગણી ધરાવતું હોય તો તેની સાથેનો સંબંધ મર્યાદિત કરી દેવો.
લગ્નેતર સંબંધોથી જીવન દુઃખની ખાણમાં ધકેલાઈ જાય છે. આવા સંબંધો સ્વપ્નમાં પણ ન વિકસાવવા.
પાર્ટનર સાથેની બેવફાઈ જ્યારે છતી થાય ત્યારે દાંપત્યજીવન ભંગાણના આરે આવીને ઊભું રહે છે.
વિજાતીય લોકો પ્રત્યે આકર્ષણ થઈ શકે છે, તેથી સ્ત્રી-પુરુષે એકાંતમાં રહેવું જોઈએ નહીં.     

Comments