કોલગર્લને ચાહવા લાગ્યો પણ પછી...


સોક્રેટિસજી,
મારું નામ મિતેશ છે. હું ખેડા જિલ્લાની એક સરકારી શાળામાં અંગ્રેજીના શિક્ષક તરીકે નોકરી કરતો યુવાન છું. આજથી આશરે ચારેક વર્ષ પહેલાં મારાં લગ્ન થયાં હતાં. મારી પત્ની સાથે મારે પહેલેથી જ મનમેળ ન સધાયો. કહી શકાય કે લગ્નના પહેલા દિવસથી જ અમારી વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. આખરે એકબીજાથી કંટાળીને અમે છૂટાં થવાનો નિર્ણય લીધો. મારાં બીજાં લગ્ન આજ સુધી થયાં નથી. મારી શારીરિક ભૂખ સંતોષવા માટે મારે જ્યાં ત્યાં વલખાં મારવાં પડયાં.
મારો એક મિત્ર મારી આ મજબૂરીને સમજતો હતો. તે આ સમયગાળામાં મને એક ગેસ્ટહાઉસમાં લઈ ગયો. ગેસ્ટહાઉસમાં મારા મિત્રે કરેલી ગોઠવણ મુજબ એક કોલગર્લ ત્યાં હાજર હતી. તે દિવસે એ કોલગર્લ સાથે મેં મનભરીને સેક્સ માણ્યું. કોલગર્લ એકદમ યુવાન અને દેખાવે અત્યંત સુંદર હતી. હું તેની સુંદરતા પર મોહિત થઈ ગયો અને તેની સાથે સંતોષપૂર્વક સેક્સ માણ્યા પછી તો તેને મનોમન પ્રેમ જ કરવા લાગ્યો. મેં તેનો મોબાઇલ નંબર લઈ લીધો. મને સમય મળે ત્યારે હું તેને કોલ કરતો અને અમે નિરાંતે વાતો કર્યા કરતાં. ધીમે ધીમે અમે એકબીજાને સમજવા લાગ્યાં અને ચાહવા લાગ્યાં. હવે સ્થિતિ એવી છે કે અમે એકબીજા વિના એક ક્ષણ પણ રહી શકતાં નથી. સવારથી લઈને સાંજ સુધી અનેક વાર વાતો થયા કરે છે. અમે નિયમિત રીતે મળીએ છીએ અને અમારી વચ્ચે અગણિત વાર શારીરિક સંબંધો બંધાઈ ચૂક્યા છે. હું તેને મનોમન મારી પત્ની જ માની બેઠો છું અને તેને દિલથી ચાહવા લાગ્યો છું.
પણ, મારા માનવાથી એ કંઈ મારી પત્ની થોડી બની જાય! હું ભૂલી ગયો હતો કે તે આખરે એક કોલગર્લ છે. થોડા દિવસ પહેલાં જ તેણે મને જણાવ્યું હતું કે તેને મારી સિવાય બીજા એક પુરુષ સાથે પણ સંબંધ છે અને તેઓ ક્યારેક ક્યારેક સેક્સ પણ માણે છે. તેનું કહેવું છે કે એ પુરુષ પણ તેનો સારો મિત્ર છે અને તેણે તેને ઘણી આર્થિક મદદ કરેલી છે. તેણે તો નિખાલસતાથી મને વાત કરી પણ આ સાંભળતાં જ જાણે મારા પગ તળેથી જમીન સરકી ગઈ. મને ખૂબ જ મોટો આઘાત લાગ્યો. થોડી વાર માટે તો તેણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો હોય એવું મને લાગ્યું. જોકે, પછી તરત મને તેનો વ્યવસાય યાદ આવી ગયો. હું થોડી મિનિટો માટે શૂન્યમનસ્ક થઈ ગયો. મેં મારી લાગણી અને વિચારો જણાવ્યા ત્યારે તેણે કહ્યું કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દો. જે થયું તે થઈ ગયું, હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું અને જિંદગીમાં ક્યારેક કોઈ બીજા પુરુષ સાથે સંબંધો નહીં રાખું. હું તો તમારી છું અને તમને જ પ્રેમ કરું છું તથા આખી જિંદગી કરતી રહીશ. જોકે, મારું દિલ તૂટી ગયું છે. હવે હું તેની સાથે ફોન પર વાતો કરતો નથી. મારા આવા વર્તનથી તે ખૂબ જ દુઃખી થાય છે.
હું તેનાથી નારાજ છું પણ તેને ભૂલી શકતો નથી. મને વારંવાર તેના જ વિચારો આવે છે. નથી મને જમવાનું ધ્યાન રહેતું કે નથી નોકરીમાં મન લાગતું. તે હજુ તેના પેલા મિત્ર સાથે ફોન પર વાતો કરતી હોય છે અને આ બધું જોઈને મને આત્મહત્યાના વિચારો આવે છે. આ છોકરી સાથે સંબંધો તોડી નાખવા જોઈએ કે નહીં? એ છોકરી શું મને ખરેખર પ્રેમ કરતી હશે? મને અનેક સવાલો મૂંઝવી રહ્યા છો. તમે કોઈ રસ્તો બતાવો.
લિ. મિતેશ
પ્રિય મિતેશ,
ઘણી વાર ભોજન બહુ મીઠું લાગે ત્યારે આપણે ભાગ્યે જ વિચારતા હોઈએ છીએ કે ખરેખર ભોજન સારું છે કે પછી ભૂખ સારી હતી! તમે સ્ત્રી ઝંખતા હતા અને એક કોલગર્લ મળી ગઈ. તેની સુંદરતાથી તમે મોહિત થયા અને પછી એ મોહને તમે પ્રેમ માની લીધો. તમે એક સ્ત્રીનો સંગાથ ઇચ્છતા હતા અને જે યુવતી મળી તેને જીવનસાથી બનાવવાનાં ખ્વાબો જોવા લાગ્યાં. વાંક તમારો નથી,તમારા સંજોગોનો છે. પેલી યુવતી કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ રાખે તો તેમાં પણ વાંક તેનો ન કાઢી શકાય, સંજોગોને જ દોષ દેવો પડે.
એ તમને પ્રેમ કરે છે કે નહીં, એમાં ગૂંચવાવાને બદલે તમે એને પ્રેમ કરો છો કે નહીં, એ પહેલાં વિચારી લો. તમે જો દિલથી એ કોલગર્લને ચાહવા લાગ્યા હો તો તમારે સૌથી પહેલાં તેની જિંદગીની વાસ્તવિકતાને પણ સ્વીકારવી પડે. એની સાથે ભાવિ જિંદગીનો જ વિચાર કરીને એના ભૂતકાળને ભૂલવો પડે. આપણા સમાજના પુરુષોનું માનસ એવું હોય છે કે તે તેની પત્નીના પવિત્ર પ્રેમને પણ સાંખી શકતા નથી ત્યારે તમારે એટલી મેચ્યોરિટી કેળવવી પડે કે તમે તેના અન્ય પુરુષો સાથેના શારીરિક સંબંધોને પણ અવગણી શકો. તે અન્ય પુરુષ સાથે વાત કરે છે ત્યારે પણ જો તમને આત્મહત્યાના વિચારો આવી જાય છે ત્યારે તમે એના ભૂતકાળને કઈ રીતે ભૂલી શકશો? એ તમારે વિચારવાનું છે. જો તમે કોલગર્લને જીવનસાથી બનાવવા માટે માનસિક રીતે સજ્જ ન હોય તો પછી તેને એક સુંદર સ્વપ્ન ગણીને ભૂલી જાવ તેમાં જ તમારી ભલાઈ છે.

Comments