આંતર્વસ્ત્રોમાં કામિની સાક્ષાત્ રતિનો અવતાર લાગતી હતી



હિરોઇનોની જેમ કામિનીને પણ સુંદર અને આકર્ષક દેખાવાના કોડ હતા. કામિની સુખી-સમૃદ્ધ પરિવારની દીકરી હતી. કપડાં, ખાવાનું,ફરવાનું એમ કોઈ બાબતે તેને રોકટોક ન હતી. ભગવાને તેને નાક-નકશો તો સુંદર આપ્યાં હતાં. તે દેખાવે એકદમ સુંદર હતી, પરંતુ ખાન-પાનમાં કાળજી ન રાખવાને કારણે શરીરનો ઘાટ થોડો બેડોળ થઈ રહ્યો હતો. આ જ બેડોળ ફિગર તેની ચિંતાનું મુખ્ય કારણ હતું

કામિનીની કેટલીક ફ્રેન્ડ્સે જીમમાં જઈને એક્સરસાઇઝ કરવાનું જણાવ્યું. પોતાની ચિંતામાંથી મુક્તિ મેળવવાનો ઉપાય જાણવા માટે તે ઘરની નજીકમાં આવેલા એક જીમમાં ગઈ, જ્યાં તેણે અનેક છોકરા-છોકરીઓને એક્સરસાઇઝ કરતાં જોયાં. ત્યારબાદ તે જીમના ઇન્સ્ટ્રક્ટર ચિરાગને મળી. તે નાની ઉંમરનો બોડી બિલ્ડર યુવાન હતો. એકદમ કસાયેલું શરીર, સ્માર્ટ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હતો. કામિનીએ થોડા ખચકાટ સાથે પોતાના બેડોળ શરીરને સુડોળ બનાવવાની ઇચ્છા જણાવી અને પૂછયું કે, 'શું હું એક્સરસાઇઝ દ્વારા પરફેક્ટ ફિગર મેળવી શકીશ?'
ચિરાગે કહ્યું, 'હા, તમારી એક્સરસાઇઝ અને મારો સાથ મળીને ચોક્કસ પરફેક્ટ ફિગર બનાવી શકશો, પરંતુ તેના માટે તમારે એક પણ દિવસ પાળ્યા વગર નિયમિત રીતે જીમમાં આવવું પડશે.' પોતે અન્ય ફ્રેન્ડ્સની જેમ હવે સુંદર અને આકર્ષક લાગશે તેમ વિચારીને તે ખુશ થવા લાગી. તે નિયમિત રીતે જીમમાં જતી અને ચિરાગના શીખવ્યા પ્રમાણે એક્સરસાઇઝ કરતી. ધીરે-ધીરે ચિરાગ અને કામિની વચ્ચે મિત્રતા થઈ.
ત્રણેક મહિના જેટલો સમય વીત્યો. કામિનીનું શરીર ઘણું કસાઈ ચૂક્યું હતું. તેનું શરીર એકદમ ઘાટીલું બની ગયું હતું. તે હવે ખૂબ જ સુંદર લાગતી હતી. ઘર, કોલેજ એમ બધી જ જગ્યાએ તેનાં વખાણ થવા લાગ્યાં હતાં. જોકે જીમમાં નિયમિત રીતે જવાનું ચાલુ જ હતું. દિવાળીનો તહેવાર નજીક હતો, તેથી થોડા દિવસ માટે જીમ બંધ રહેવાનું હતું. કામિનીને આ દિવસોમાં પરફેક્ટ થયેલું ફિગર ક્યાંક બગડી ન જાય તેવો ડર હતો અને ચિરાગ ઉપર ભરપૂર વિશ્વાસ હતો, તેથી તેણે ચિરાગને ફોન કર્યો અને કહ્યું, 'ચિરાગ, જો તું રજાઓમાં ક્યાંય બહાર ન જવાનો હો તો, મારા માટે જીમ ચાલુ ન રાખી શકે પ્લીઝ. એકાદ કલાકનો જ તો સવાલ છે. આપણી ફ્રેન્ડશિપ ખાતર આટલું તો તું કરી જ શકેને!'
'ઓકે માય ડિયર ફ્રેન્ડ, તું દરરોજ સવારે આવી જજે, હવે ખુશ?' ચિરાગે કહ્યું.
વહેલી સવારે કામિની જીમમાં પહોંચી. આખું જીમ ખાલી હતું. માત્ર ચિરાગ જ હાજર હતો. શોર્ટ સ્કર્ટ અને ટી-શર્ટમાં કામિની ખૂબ જ સુંદર લાગતી હતી. જ્યાં સુધી કામિની એક્સરસાઇઝ કરતી રહી ત્યાં સુધી ચિરાગની નજર તેના ઉપર ત્રાટક કરતી રહી.
ચિરાગના ઇરાદાઓથી અજાણ કામિની થોડી વાર રહીને સ્ટીમ બાથ લેવા માટે ગઈ. ચિરાગ તો ઓફિસમાં બેઠો હતો અને જીમમાં તો કોઈ હતું જ નહીં, તેથી તેણે દરવાજો પણ લોક ન કર્યો, પરંતુ થોડી જ વારમાં ચિરાગ ત્યાં આવ્યો અને દરવાજો સહેજ ખોલીને તેની તિરાડમાંથી કામિનીને નિહાળવા લાગ્યો. આંતર્વસ્ત્રોમાં કામિની સાક્ષાત્ રતિનો અવતાર લાગતી હતી. તે હળવેથી અંદર પ્રવેશ્યો અને કરચલીઓ રહિત લીસી કમરના ભાગેથી તેણે કામિનીને પકડી લીધી અને બેબાકળો બનીને કામિનીનાં કુંવારાં અંગો પર હાથનો સ્પર્શ આપવા લાગ્યો. ચિરાગના અચાનક આવા વર્તનથી ગભરાયેલી કામિનીએ થોડી હિંમત કરીને ચિરાગને જોરથી ધક્કો માર્યો અને કહ્યું, 'હું તો તને માત્ર એક સારો મિત્ર માનતી હતી. મને ખબર નહોતી કે તારામાં આવો શેતાન પણ વસે છે. હવે એક ડગલું પણ આગળ વધવાની હિંમત ન કરતો.'
કામિનીનું આવું સ્વરૂપ જોઈને ગભરાયેલો ચિરાગ બહાર જતો રહ્યો અને ફટાફટ તૈયાર થઈને કામિની પણ ઘરે નીકળી ગઈ.

Comments