ચહેરા પર ઉદાસી આજ મન ખોવાયું લાગે છે,
ફરીથી રાતના મારું સપનું જોવાયું લાગે છે
સંવેદને એક નજર ટેરેસ ગાર્ડનમાં ભોજન લઇ રહેલા માણસો તરફ નાખી લીધી, એક છેલ્લી નજર વહાલી પ્રેમિકા ઉપર ફેંકી લીધી અને પછી અગાસીની પાળી પર ચડીને નીચેની તરફ ઝંપલાવી દીધું.
'શ લાકા આપણે લગ્ન ક્યારે કરીશું?’ સંવેદને પૂછ્યું. સમી સાંજનો સમય હતો. બહુમાળી મકાનની સાતમી મંજિલ ઉપર આવેલી જાણીતી રેસ્ટોરન્ટના ટેરેસ ગાર્ડનમાં બેઠેલાં બંને પ્રેમીજનો ખીલેલાં ફૂલ જેવા લાગતાં હતાં, પણ એવું લાગ્યું જાણે સંવેદનનો પ્રશ્ન શલાકાને ગમ્યો ન હોય 'લગ્ન?? અને આપણાં?’ શલાકા એવી રીતે પૂછી રહી જાણે કોઇ અપ્સરા ધરતી પરના કાળા માથાના માનવીને પૂછતી ન હોય?
'કેમ? હું તારે લાયક નથી એવું માને છે તું?’ સંવેદનનો પ્રશ્ન ખૂબ જ વાજબી હતો, જો એ શલાકાની સમકક્ષ ન હોત તો છેલ્લાં બબ્બે વર્ષથી શલાકાએ એની સાથે આટલી નિકટતાભરી દોસ્તી બાંધી જ ન હોત અને ટકાવી રાખી પણ ન હોત. શલાકા જો ઝાકળના ઢગલા જેવી હતી, તો સંવેદન એને ઝીલી શકે તેવા પર્ણ સમાન હતો. શલાકા જો ધૂપસળી જેવી હતી, તો સંવેદન એની સુગંધને વહી જનાર પવન જેવો હતો. દેખાવથી લઇને બૌદ્ધિકતા સુધીની બાબતોમાં એ બંને બરોબરિયાં હતાં. તો પછી કોલેજજીવન પૂરું થવાના આખરી ચરણમાં શલાકા લગ્ન માટેના પ્રસ્તાવને ઠુકરાવી શા માટે રહી હતી?
સંવેદનનો સવાલ સાંભળીને શલાકાએ ખભા ઉછાળ્યા, 'વેલ, મેં તને ક્યારેય એવી દૃષ્ટિથી જોયો જ નથી. વી આર જસ્ટ ગુડ ફ્રેન્ડ્ઝ.’ રૂપાળી, સ્માર્ટ અને શિક્ષિત યુવતીઓની આ જ તકલીફ હોય છે. એ પહેલાં તો પોતાના મોહક વ્યક્તિત્વથી યુવાનને ઘાયલ કરી મૂકે છે. પછી એની સાથે મતલબી દોસ્તી બાંધીને બે-ચાર વર્ષ મજા માણતી રહે છે. પેલાના ખર્ચે નાસ્તા, પાણી, ફિલ્મો, બાઇકસવારી અને મોંઘી ભેટસોગાદોનો ફાયદો ઉઠાવતી ફરે છે અને પછી લગ્નની વાત આવે છે ત્યારે ખભા ઉછાળીને ઊભી રહે છે. દરેક યુવાનને ઘાયલ કરવા માટે ખૂબસૂરત યુવતી પાસે આ અંગ્રેજી વાક્ય હોય છે: 'આઇ લવ યુ.’ અને પછી એ તરફડતા શિકારનું ગળું ઘોંટી દેવા માટે બીજું અંગ્રેજી વાક્ય તૈયાર જ હોય છે: 'વી આર જસ્ટ ગુડ ફ્રેન્ડ્ઝ.’
સંવેદન શાહ વીસ વર્ષનો સંવેદનશીલ યુવાન હતો. પ્રેમિકાના મુખેથી લગ્નની ના સાંભળીને એ હચમચી ગયો. પૂછી બેઠો, 'તને પતિ તરીકે મારામાં શું ખૂટતું લાગે છે? હું તને હથેળીમાં સાચવીશ. જીવનભર તારા માથે તાપ નહીં પડવા દઉં. તારી જીભ પરથી નીકળેલો પ્રત્યેક શબ્દ મારે મન આદેશ હશે. હું તારી ઉપર સુખનો, પ્રેમનો અને ધનનો ત્રિવેણી વરસાદ વરસાવી દઇશ. ના શા માટે પાડે છે?’ 'ના ક્યાં પાડું છું? હું તો એટલું જ કહું છું કે મેં એ દિશામાં વિચાર્યું જ નથી. આઇ મીન...’ 'તો વિચારવાનું શરૂ કરને’ સંવેદન જીદ પર આવી ગયો.
'વેલ, સંવેદન સાચું કહું તો પતિ તરીકે મને એવો છોકરો ગમે જે મારા માટે પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર થઇ જાય. આ તું કહે છે ને સુખ, પ્રેમ ને પૈસો એવું બધું તો દરેક સ્ત્રીના નસીબમાં જીવનના કોઇ ને કોઇ તબક્કે લખાયેલું જ હોય છે, પણ વિશ્વમાં બહુ ઓછી સ્ત્રીઓ એટલી નસીબદાર નીકળે છે જેને એવો પતિ મળે જે પોતાની પત્ની માટે જાન પણ કુરબાન કરી દે.’ શલાકા બહુ ફિલ્મી અંદાજમાં બોલી રહી હતી. એની કલ્પનાઓ અને અપેક્ષાઓ પણ હિન્દી ફિલ્મોની બનાવટી પ્રેમકથાઓ જોઇ-જોઇને ઘડાઇ હતી. સંવેદન સમજી ગયો કે પોતે જેને અઢળક મોહબ્બત કરતો હતો એ યુવતીને પામવી એ અતિશય અઘરું કામ હતું. એણે આખરી કોશિશ કરી જોઇ.
શલાકાનો હાથ પોતાના હાથમાં પકડીને, એની આંખોમાં આંખ પરોવીને એ બબડી રહ્યો, 'આઇ લવ યુ, શલાકા. આઇ લવ યુ બિયોન્ડ યોર ઇમેજિનેશન. હું લગ્ન પછી કે લગ્ન પહેલાં હર પળે તારા પર મારી જિંદગી કુરબાન કરી દેવા માટે તૈયાર છું. તું ચાહે તો મને અજમાવી શકે છે.’ શલાકા ખિલખિલાટ કરીને હસી પડી, 'હું તને જો કહું કે તું અત્યારે જ આ પાળી પરથી નીચે કૂદી પડ તો શું તું કૂદી પડીશ?’
'ના પાડવાનો સવાલ જ નથી. અવાજ તો કર.’ સંવેદન હવે ભાવવિશ્વની એક અતિ ઉચ્ચ સપાટી પર પહોંચી ગયો હતો, જ્યાં પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતાં અટકી ગઇ હતી, જ્યાં દુનિયાભરના તમામ અવાજો શમી ગયા હતા, જ્યાં એના કાનને માત્ર એક જ અવાજની પ્રતીક્ષા બચી હતી. એ અવાજ એની પ્રેમિકાનો હોવો જોઇએ. એ વાક્ય આ હોવું જોઇએ, 'બસ, સંવેદન મારે તારા મુખેથી આ જ વાક્ય સાંભળવું હતું. હવે હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું.’
ત્યાં જ સંવેદનના કાનમાં શલાકાનું વાક્ય પડયું, 'તો પછી કૂદી પડ’ સંવેદને એક નજર ટેરેસ ગાર્ડનમાં ભોજન લઇ રહેલા માણસો તરફ નાખી લીધી, એક છેલ્લી નજર જીવથી પણ વધુ વહાલી પ્રેમિકા ઉપર ફેંકી લીધી અને પછી અગાસીની પાળી પર ચડીને નીચેની તરફ ઝંપલાવી દીધું. શલાકાના મોઢામાંથી ચીસ નીકળી ગઇ. એણે રાડારાડ કરી મૂકી, પણ હવે મોડું થઇ ગયું હતું. માત્ર ભગવાન જ તારણહાર હતો.
સાતમા માળેથી પટકાયેલો સંવેદન જો સીધો ધરતી ઉપર અફળાયો હોત તો જરૂર એની ખોપરી ફાટી ગઇ હોત, પણ પાંચમા માળ પછી એટલે કે નીચેથી ગણીએ તો બીજા માળ સુધી વિસ્તરેલા વિશાળ વડલાના વૃક્ષે એને થામી લીધો. એની ડાળીઓ અને પાંદડાંઓમાં ઝિલાઇને, અટવાઇને, સરકીને આખરે જ્યારે સંવેદન જમીન પર પહોંચ્યો ત્યારે એના દેહ પર થોડાક ઉઝરડા પડયા હતા અને એક હાથમાં ફ્રેક્ચર થયું હતું. લોકોની ભીડ, પોલીસની સાઇરન અને એમ્બ્યુલન્સનું ર્હોન, આ બધાંને અંતે સંવેદન બચી તો ગયો, પણ જે સંધાઇ ગયો એ એનો ભાંગેલો હાથ હતો, એનું તૂટી ચૂકેલું હૃદય કોઇ સારવારથી પાછું જોડી શકાય તેવું રહ્યું ન હતું.
શલાકાને પોતાના અવિચારી શબ્દો માટે અફસોસ હતો, પણ એનાથી વિશેષ કશું જ ન હતું. જેને ને તેને એ કહેતી ફરતી હતી, 'મેં શું ખોટું કર્યું? મને સંવેદન માટે પ્રેમ નહોતો, માટે મેં ના પાડી દીધી. એનું મન રાખવા માટે કંઇ હું એની સાથે પરણી ન શકું. અલબત્ત, મેં એને અગાસી પરથી કૂદી જવાનું કહ્યું તે મારી ભૂલ કહેવાય. આઇ શૂડ નોટ હેવ ડન ધેટ’ શલાકા પોતાની માન્યતામાં મક્કમ હતી: 'લગ્ન તો એવા પુરુષ સાથે જ કરાય જે મને ખૂબ ગમતો હોય. હું જેને ચાહતી હોઉં અને એ પણ મારા માટે જીવ કાઢી આપવા તૈયાર હોય.’ એવો પુરુષ મળી ગયો એને. એ હતો વિકલ્પ વર્મા.
વિકલ્પ વર્મા બિનગુજરાતી ઉદ્યોગપતિ હતો. ધનવાન હતો. કરોડપતિમાંથી અબજોપતિ થવાના રાજમાર્ગ પર દોટ મૂકી રહ્યો હતો. શલાકા એને પ્રથમવાર એની ઓફિસમાં જ મળી હતી. વિકલ્પે ઉતાવળમાં પૂછ્યું હતું, 'ક્યા હૈ? કિસ કામ કે લિયે આના હુઆ?’ 'સર મૈં નઇ નઇ ગ્રેજ્યુએટ હુઇ હૂં. અભી અભી એક જોબ શુરૂ કી હૈ. માર્કેટિંગ કંપની હૈ. મૈં યહ જાનને આઇ હૂં કિ આપ કી ફેક્ટરી મેં...?’ વિકલ્પ વર્માએ એના ખૂબસૂરત બદન ઉપર એક સરસરી નજર ફેરવીને રુક્ષતાપૂર્ણ જવાબ આપી દીધો, 'અભી તો મૈં વ્યસ્ત હૂં. મેરે પાસ બાત કરને કી ભી ફુર્સત નહીં હૈ. તુમ ફિર કભી આના... ઔર આતે રહેના.’
આલિશાન ઓફિસ, ભવ્ય ઇન્ટિરિયર, હેન્ડસમ યુવાન માલિક, એનું સહેજ એરોગન્ટ વર્તન, એણે ધારણ કરેલાં ડિઝાઇનર કપડાં, સોનાના બેલ્ટવાળી રીસ્ટવોચ, ચાંદીનું પેપરવેઇટ, એક લાખથી વધુ રૂપિયાનો સેલફોન, એકવીસ વર્ષની યુવતીને અંજાઇ જવા માટે આનાથી વિશેષ બીજું શું જોઇએ? શલાકા અંજાઇ ગઇ. એ થોડાક દિવસો બાદ ફરીથી વિકલ્પ વર્માને મળવા ગઇ. એ પછી ફરી એક વાર.. અને પછી વારંવાર એની સુંવાળી દોસ્તી કયા યુવાન પુરુષને ગમે નહીં? વિકલ્પ પણ ધીમે ધીમે પ્રતિસાદ આપતો ગયો.
શલાકાને ખબર પણ ન રહી કે ક્યારે વિકલ્પ વર્મા એના માટે 'વર્મા સાહબ’માંથી માત્ર 'વિકલ્પ’ બની ગયો. અને પછી વિક્કી. એક સમય એવો આવ્યો જ્યારે શલાકાએ પોતાના મન સાથે વાત કરી લીધી, 'હું જો પરણીશ તો આ વિક્કીને જ, હું તો એને ચાહું છું જ, એ પણ મને એટલો જ પ્રેમ કરે છે. જો એમાં કંઇક ખૂટતું હશે તો એ વિક્કીની અઢળક દોલતથી ભરપાઇ થઇ જશે. લોકો ભલે અવું કહેતા હોય કે જિંદગીમાં પૈસા સર્વસ્વ નથી, પણ પૈસા એ ઘણું બધું છે એવું મારું માનવું છે. ઇટ્સ નાઉ ટાઇમ ટુ પ્રપોઝ...’
બીજા દિવસે ઢળતી સાંજે શલાકાએ વિકલ્પ વર્માને કહ્યું, 'આપણે ક્યાંક એકાંતમાં મળી શકીએ? મારે તને ખૂબ ખાનગી વાત કહેવી છે.’ 'ઓહ્ નો, ડાર્લિંગ તું જોઇ શકે છે કે હું કેટલો બિઝી છું. અને અહીં ઓફિસમાં આપણા બે સિવાય ત્રીજું કોણ છે? કહી નાખ જે કહેવું હોય તે.’ શલાકાએ ઝૂકેલી પાંપણો સાથે, કંપતા હોઠો સાથે, દબાયેલા પણ કર્ણમંજુલ સ્વરે પ્રેમનો ઇઝહાર કરી દીધો. સાંભળીને વિકલ્પ ખડખડાટ હસી પડયો, 'પ્યાર બ્યાર તો ઠીક હૈ, મગર યે શાદી કી બાત બિચ મેં કહાં સે આ ગઇ? મૈં શાદી જરૂર કરુંગા, લેકિન મુઝે ઐસી લડકી કી તલાશ હૈ જો મેરે લિયે અપની જાન કી બાઝી લગાને કો તૈયાર હો. તુમ ઐસા કર સકતી હો? બોલો, શલાકા ’ 'હાં, કર સકતી હૂં.’શલાકાએ દૃઢતાથી હોઠ ભીંસી દીધા.
'તુમ ઇસ ખિડકી સે નીચે છલાંગ લગા સકતી હો? મેરે કહને પર?’ વિકલ્પ વર્માએ એની રિવોલ્વિંગ ચેરની પાછળની મોટી બારી બતાવીને પૂછ્યું. શલાકા ઊભી થઇ, મક્કમ પગલે ચાલીને બારી પાસે ગઇ, છલાંગ લગાવતાં પહેલાં એક નજર વિકલ્પ સામે ફેંકી, બીજી નજર બારીની બહાર ધરતી તરફ ફેંકી. શરીરમાંથી કંપારી પસાર થઇ ગઇ. ભલે વિકલ્પ વર્માની ઓફિસ ચોથા જ માળ પર આવેલી હતી, તો પણ...? એ વિચારી રહી: 'આમાં તો મૃત્યુ નિશ્ચિત છે. જો હું જીવતી જ ન રહું તો પછી વિક્કીને શી રીતે પામી શકવાની હતી? સર સલામત તો પઘડીયાં બહોત’ એના દિમાગમાં બે શબ્દો ગુંજી રહ્યા: સંવેદન અને સાચો પ્રેમ એક ઝટકા સાથે એ ઓફિસની બહાર નીકળી ગઇ. એના મનમાં એક જ ધૂન ઊઠતી હતી: 'સંવેદન અત્યારે ક્યાં હશે?’'

Comments
Post a Comment
Thanx For Comment